ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Husband in police station saying wife missing she came with lover married to him

    પોલીસ સ્ટેશનમાં પતિએ કહ્યું- પત્ની ગાયબ છે, 20 મિનિટ પછી ત્યાં પ્રેમી સાથે લગ્ન કરીને પહોંચી

    divyabhaskar.com | Last Modified - May 03, 2018, 11:57 AM IST

    પત્ની પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે આવી ગઇ
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      ધમતરી (છત્તીસગઢ): સિટી પોલીસ સ્ટેશનમાં મંગળવારે એક વિચિત્ર મામલો સામે આવ્યો. પહેલા એક યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પત્નીના ગાયબ થવાનો રિપોર્ટ નોંધાવવા માટે કહ્યું. એસઆઇ વિજય નિરાલાએ પૂછપરછ કરીને ગાયબ થવાના રિપોર્ટ માટે ફોર્મ ભરવાનું શરૂ જ કર્યું હતું કે તેની પત્ની પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે આવી ગઇ. આ જોઇને ત્યાં હાજર લોકો થોડીવાર માટે વિચારમાં પડી ગયા.

      શું છે આખો મામલો

      - મામલો ધમતરી જિલ્લાના હાટકેશ્વર વોર્ડનો છે. ખેમલાલની નામના માણસની રાજલક્ષ્મી સાથે 2 વર્ષ પહેલા મુલાકાત થઇ હતી જે ધીરે-ધીરે પ્રેમ સુધી પહોંચી ગઇ.

      - ખેમલાલે રાજલક્ષ્મી સાથે મંદિરમાં લગ્ન કરવાનો દાવો પણ કર્યો, પરંતુ મહિલા આ વાતને લઇને ઇન્કાર કરી રહી હતી. 28 એપ્રિલના રોજ રાજલક્ષ્મી અચાનક ગાયબ થઇ ગઇ.
      - 3 દિવસ સુધી શોધ્યા પછી પણ ખેમલાલ 1 મેના રોજ બપોરે 12 વાગે તેના ગાયબ થયાનો રિપોર્ટ લખાવવા માટે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
      - વિવચના અધિકારી વિનય નિરાલાએ કહ્યું- મહિલા એક યુવક સાથે આવી હતી અને તેની સાથે લગ્ન કરવાની વાત જણાવી.
      - મહિલાએ આર્ય સમાજમાં થયેલા લગ્નનું પ્રમાણ પણ પોલીસને બતાવ્યું. ખેમલાલે પણ લેખિતમાં પોલીસને અરજી સોંપીને કહ્યું કે મહિલા પ્રેમી સાથે રહેવા ઇચ્છતી હોય તો તે જઇ શકે છે.

    • પતિએ કહ્યું, તેને પ્રેમી સાથે રહેવું હોય તો જઇ શકે છે. (પ્રતીકાત્મક તસવીર)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પતિએ કહ્યું, તેને પ્રેમી સાથે રહેવું હોય તો જઇ શકે છે. (પ્રતીકાત્મક તસવીર)

      ધમતરી (છત્તીસગઢ): સિટી પોલીસ સ્ટેશનમાં મંગળવારે એક વિચિત્ર મામલો સામે આવ્યો. પહેલા એક યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પત્નીના ગાયબ થવાનો રિપોર્ટ નોંધાવવા માટે કહ્યું. એસઆઇ વિજય નિરાલાએ પૂછપરછ કરીને ગાયબ થવાના રિપોર્ટ માટે ફોર્મ ભરવાનું શરૂ જ કર્યું હતું કે તેની પત્ની પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે આવી ગઇ. આ જોઇને ત્યાં હાજર લોકો થોડીવાર માટે વિચારમાં પડી ગયા.

      શું છે આખો મામલો

      - મામલો ધમતરી જિલ્લાના હાટકેશ્વર વોર્ડનો છે. ખેમલાલની નામના માણસની રાજલક્ષ્મી સાથે 2 વર્ષ પહેલા મુલાકાત થઇ હતી જે ધીરે-ધીરે પ્રેમ સુધી પહોંચી ગઇ.

      - ખેમલાલે રાજલક્ષ્મી સાથે મંદિરમાં લગ્ન કરવાનો દાવો પણ કર્યો, પરંતુ મહિલા આ વાતને લઇને ઇન્કાર કરી રહી હતી. 28 એપ્રિલના રોજ રાજલક્ષ્મી અચાનક ગાયબ થઇ ગઇ.
      - 3 દિવસ સુધી શોધ્યા પછી પણ ખેમલાલ 1 મેના રોજ બપોરે 12 વાગે તેના ગાયબ થયાનો રિપોર્ટ લખાવવા માટે સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
      - વિવચના અધિકારી વિનય નિરાલાએ કહ્યું- મહિલા એક યુવક સાથે આવી હતી અને તેની સાથે લગ્ન કરવાની વાત જણાવી.
      - મહિલાએ આર્ય સમાજમાં થયેલા લગ્નનું પ્રમાણ પણ પોલીસને બતાવ્યું. ખેમલાલે પણ લેખિતમાં પોલીસને અરજી સોંપીને કહ્યું કે મહિલા પ્રેમી સાથે રહેવા ઇચ્છતી હોય તો તે જઇ શકે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Husband in police station saying wife missing she came with lover married to him
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top