ત્રીજના વ્રત પહેલાં જ ઘરે લાવ્યો ત્રીજી પત્ની, બીજી પત્નીએ પતિની લાંબી ઉંમર માટે રાખ્યું'તું વ્રત, તેની જ કરી હત્યા

પહેલી પત્નીની બહેનને જ બનાવી ત્રીજી પત્ની

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:53 AM
Husband has killed two wives in Patna Bihar

ત્રીજના એક દિવસ પહેલાંજ એક યુવક ત્રીજી પત્નીને ઘરે લઈ આવ્યો હતો. પતિની આ હરકતથી ગુસ્સે થયેલી બીજી પત્નીનું પતિએ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતા. મૃતકા 25 વર્ષની રંજૂ દેવી આલોક રામની બીજી પત્ની હતી.

ઔરંગાબાદ: ત્રીજના એક દિવસ પહેલાંજ એક યુવક ત્રીજી પત્નીને ઘરે લઈ આવ્યો હતો. પતિની આ હરકતથી ગુસ્સે થયેલી બીજી પત્નીનું પતિએ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતા. મૃતકા 25 વર્ષની રંજૂ દેવી આલોક રામની બીજી પત્ની હતી. પહેલી પત્ની સુનીતાને આલોકે પહેલાં જ ઝેર આપીને મારી દીધી હતી. આલોકે 2016માં રંજૂ સાથે લગ્ન કર્યા હતાં. આ ઘટનામાં મૃતકાના ભાઈ આનંદ મોહને હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મૃતકાના પતિ આલોક, ત્રીજી પત્ની લાલસા દેવી અને મૃતકાના જેઠ શિવરામનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઝઘડાના કારણે ગયો જીવ


છેલ્લા ત્રણ દિવસથી આલોક રામના ઘરે ઝઘડો થતો હતો. તે બીજી પત્ની હોવા છતાં ત્રીજી પત્નીને ઘરે લાવ્યો હતો. આલોકે બીજી પત્ની રંજૂ સાથે ઘણી વાર મારઝૂડ કરી હતી. ત્રીજની રાત્રે તેમનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો. બંને પત્નીઓએ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યું હતું. પૂજા કરવા માટે ત્રીજી પત્ની તૈયાર થઈ જતા, તેથી બીજા નંબરની પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. અંતે ગુસ્સે થયેલા પતિએ બીજા નંબરની પત્ની રંજૂનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી.

સાત વર્ષમાં ત્રણ લગ્ન કર્યો, બેને મારી નાખી


- આરોપી આલોકે સાત વર્ષમાં ત્રણ વખત લગ્ન કર્યા હતા. પહેલાં લગ્ન સાત વર્ષ પહેલાં સુનીતા સાથે થયા હતાં. આરોપીએ બે વર્ષમાં જ તેને ઝેર આપીને મારી દીધી હતી.
- 2016માં આલોકે રંજૂ સાથે લગ્ન કર્યા હતા. આલોકે પહેલાં તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારપછી તેના લગ્ન કર્યા હતા. પરંતુ બીજા લગ્ન કર્યા પછી પણ તે પહેલી પત્ની સુનીતાની બહેન લાલસા સાથે ફોન પર વાતો કરતો હતો. આલોકે પ્રેમભરી વાતો કરીને લાલસાને પોતાની જાળમાં ફસાવી હતી. તેઓ રોજ કલાકો કલાકો ફોન પર વાતો કરતા હતાં. તેની ફોન પર વાત કરવાના અંદાજથી જ રંજૂ તેના પર શંકા કરતી હતી.
- આ શકથી બચવા માટે જ તે ચાર મહિના પહેલાં ઘરેથી બાગી ગયો હતો અને તેણે તેની સાળી લાલસા સાથે લગ્ન કરી લીધા હતા અને ત્રીજના ત્રણ દિવસ પહેલાં જ તે ત્રીજી પત્નીને લઈને ઘરે પાછો આવ્યો હતો.

આરોપીને છોડવામાં નહીં આવે


એસપી ડો. સત્ય પ્રકાશે જણાવ્યું કે, આરોપીને છોડવામાં નહીં આવે. ફરિયાદ નોંધી લેવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવશે.

X
Husband has killed two wives in Patna Bihar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App