120 વર્ષના પતિનું મૃત્યુ થતા 122 વર્ષની પત્નીએ કહ્યું- તમારા વગર નહીં જીવી શકુ

ઘરમાં ભીડ વધતા જ પત્નીને ખબર પડી કે, તેઓ હવે નથી રહ્યા

divyabhaskar.com | Updated - Mar 08, 2018, 12:08 AM
120 વર્ષે થયું નિધન
120 વર્ષે થયું નિધન

15 દિવસ પહેલાં જ પરિવાર અને ગામના લોકો સાથે લગ્નની 100મી એનિવર્સરિ મનાવનાર ગામ હરરંગપુરાના 120 વર્ષના ભગવાન સિંહનું સોમવારે સવારે 4 વાગે નિધન થઈ ગયું છે. આ વાત ગામના લોકોને ખબર પડતાં જ તેમના અંતિમ દર્શન માટે આખું ગામ ભેગુ થઈ ગયું હતું.

બંઠિડા: 15 દિવસ પહેલાં જ પરિવાર અને ગામના લોકો સાથે લગ્નની 100મી એનિવર્સરિ મનાવનાર ગામ હરરંગપુરાના 120 વર્ષના ભગવાન સિંહનું સોમવારે સવારે 4 વાગે નિધન થઈ ગયું છે. આ વાત ગામના લોકોને ખબર પડતાં જ તેમના અંતિમ દર્શન માટે આખું ગામ ભેગુ થઈ ગયું હતું. દરેક વ્યક્તિ તેમની અર્થીને કાંધ આપવા માગતા હતા. તેમની અંતિમ યાત્રાને યાદગાર બનાવવા માટે તેમની અર્થીને ફુગ્ગાથી સજાવવામાં આવી હતી. ગામના દરેક વ્યક્તિના મોઢે એક જ વાત હતી કે આ ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા અને તેમણે હંમેશા બીજાને મદદ જ કરી છે. કદી કોઈની ઉપર ભાર નથી બન્યા.

બે દિવસ પહેલાં પેન્શન વિશે થઈ હતી વાત


- અંતિમ સંસ્કારમાં પહોંચેલા 90 વર્ષના ચંદ સિંહે જણાવ્યું કે, બે દિવસ પહેલાં જ તેઓ ઘરે એડ્રેસ લેવા આવ્યા હતા. તેમની સાથે પેન્શન વિશે વાત થઈ હતી. આજે અચાનક આ બધુ થઈ ગયું.
- તેઓ અમારા ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા, તેમના અવાજમાં પણ ખૂબ દમ હતો.
- 85 વર્ષના જોગિંદરનું કહેવું છે કે, બાબાજી ઘણાં તંદુરસ્ત હતા.

પગમાં દુખાવો થતા દીકરાને પાડી હતી બુમ


- દીકરા નત્થા સિંહે જણાવ્યું કે, રાત્રે બાપુજી જમીને સુઈ ગયા હતા. સવારે ચાર વાગે અચાનક તેમણે પગમાં દુખાવાની ફરિયાદ કરી હતી.
- 15 મીનિટ પગ દબાવ્યા પછી દુખાવો ઓછો થયો એવો સવાલ કર્યો, તો તેમણે કોઈ જવાબ નહતો આપ્યો. નત્થા સિંહે પરિવારના અન્ય સભ્યોને પણ બોલાવ્યા.
- ત્યારે તેમનું મોત થઈ ગયું હતું. તે સમયે તુરંત માતાને તેની માહિતી આપવામાં નહતી આવી.

100 વર્ષ સાથ નીભાવનાર સાથે નથી રહ્યા


- 122 વર્ષની પત્ની ધનકૌરને પહેલાં પતિના મૃત્યુના સમાચાર આપવામાં નહતા આવ્યા.
- પરંતુ જ્યારે ઘરમાં લોકોની ભીડ ભેગી થવા લાગી ત્યારે તે જાતે જ સમજી ગયા કે, 100 વર્ષ સાથ નીભાવનાર હવે સાથે નથી રહ્યા.
- રોતા રાતા માત્ર એટલું જ બોલી શક્યા કે, તમારા વગર હવે હું પણ નહીં જીવી શકું.

ફેક્ટ્સ


- ફ્રાંસના જિયાની લુઈસ કાલમેટનું 4 ઓગસ્ટ 1997માં 122 વર્ષ અને 164 દિવસની ઉંમરે નિધન થયું હતું. તેમનો જન્મ 21 ફેબ્રુઆરી 1875માં થયો હતો.
- જાપાનના નાબી તજીમા હાલ 117 વર્ષ 211 દિવસના છે. તેમનો જન્મ 4 ઓગસ્ટ 1900માં થયો હતો.

દાવો
- બેંગલુરુમાં જન્મેલા મહસ્થ મુરાસીએ 2015માં દાવો કર્યો હતો કે તેઓ 179 વર્ષના છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1835માં થયો હતો.

આગળની સ્લાઈડ જુઓ અન્ય સંબંધિત તસવીરો

થોડા દિવસ પહેલાં જ ઉજવી હતી લગ્નની 100મી એનિવર્સરિ
થોડા દિવસ પહેલાં જ ઉજવી હતી લગ્નની 100મી એનિવર્સરિ
પત્નીને ખબર પડી કે નથી રહ્યા તેઓ
પત્નીને ખબર પડી કે નથી રહ્યા તેઓ
120 વર્ષ સુધી નિભાવ્યો પત્નીનો સાથ
120 વર્ષ સુધી નિભાવ્યો પત્નીનો સાથ
To make the last journey memorable, meaning was decorated with balloons
To make the last journey memorable, meaning was decorated with balloons
To make the last journey memorable, meaning was decorated with balloons
X
120 વર્ષે થયું નિધન120 વર્ષે થયું નિધન
થોડા દિવસ પહેલાં જ ઉજવી હતી લગ્નની 100મી એનિવર્સરિથોડા દિવસ પહેલાં જ ઉજવી હતી લગ્નની 100મી એનિવર્સરિ
પત્નીને ખબર પડી કે નથી રહ્યા તેઓપત્નીને ખબર પડી કે નથી રહ્યા તેઓ
120 વર્ષ સુધી નિભાવ્યો પત્નીનો સાથ120 વર્ષ સુધી નિભાવ્યો પત્નીનો સાથ
To make the last journey memorable, meaning was decorated with balloons
To make the last journey memorable, meaning was decorated with balloons
To make the last journey memorable, meaning was decorated with balloons
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App