Home » National News » Desh » Husband committed suicide by jumping in front of train as wife asked for divorce

પત્નીને સુંદર બનાવવા કરાવી સર્જરી, પછી માંગ્યા છૂટાછેડા તો પતિ કૂદી ગયો ટ્રેનની સામે

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 12:13 PM

બંનેનું જીવન પાટા પર આવ્યું જ હતું કે પત્નીએ અચાનક છૂટાછેડા માંગ્યા

 • Husband committed suicide by jumping in front of train as wife asked for divorce
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્નીને ભણાવી-ગણાવીને શિક્ષિત બનાવી તેમજ સુંદર બનાવવા સર્જરી પણ કરાવી.

  ખંડવા/ઇંદોર: લગ્નના 13 વર્ષ સુધી સાથે રહ્યા. પત્નીને ભણાવી-ગણાવીને શિક્ષિત બનાવી તેમજ સુંદર બનાવવા સર્જરી પણ કરાવી. બંનેનું જીવન પાટા પર આવ્યું જ હતું કે પત્નીએ અચાનક છૂટાછેડા માંગ્યા. પતિ સહન ન કરી શક્યો અને ઘરેથી સીધો રેલવે ટ્રેક પર ગયો અને ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસ તેની પત્નીની પૂછપરછ કરશે.

  આ છે મામલો

  - મોઘટ પોલીસને ગુરુવારે રેલવે ઓફિસરોએ સૂચના આપી કે ગ્રામ સિહાડામાં રેલવેના પોલ નંબર 576/18/22ની વચ્ચે કોઇ અજાણી વ્યક્તિનું ક્ષત-વિક્ષત શરીર પડ્યું છે. સૂચના મળતાં જ હેડ કોન્સ્ટેબલ દુર્ગાપ્રસાદ પાલ એફએસએલ ટીમની સાથે સ્થળ પર પહોંચ્યા. અહીંયા તેમને પુલની નીચે લાવારસ હાલતમાં પડેલું બાઇક મળ્યું અને રેલવેના પાટાની પાસે એક મોબાઇલ ફોન મળ્યો.

  - મોબાઇલમાં મળેલા એક નંબર પર વાત કરી તો શબની ઓળખ દિલીપ તરીકે થઇ. પોલીસે સ્થળ પરથી જ સૂચના આપતા ત્યાં પરિવારજનો પહોંચ્યા અને તેમણે પણ શબની ઓળખ કરી લીધી. પોલીસે સ્થળની તપાસ કરીને પંચનામું બનાવ્યું અને શબને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યું. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે દિલીપ જાણીતી ચાની કંપનીમાં સેલ્સ એરિયા મેનેજરના પદ પર હતો અને સારું એવું કમાઇ લેતો હતો.

  9 મહિનામાં બદલાઇ ગઇ હતી લાઇફ સ્ટાઇલ

  - સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલીપ દારૂ પીવાની લત ધરાવતો હતો. આ જ વાતને લઇને પત્ની આસ્થા સાથે તેનો ઘણીવાર ઝઘડો થતો હતો. પત્નીને વચન આપ્યા પછી તેણે 9 મહિનાથી દારૂ પીવાનું છોડી દીધું હતું. આ દરમિયાન તેણે અને પત્નીએ પોતાની લાઇફ સ્ટાઇલ બદલી લીધી. સૂત્રો જણાવે છે કે આ દરમિયાન તેણે સારો એવો ખર્ચો કરીને આસ્થાના ચહેરાની સર્જરી પણ કરાવી હતી. બે બાળકો સાથે પતિ-પત્ની બંને ખુશ હતા.

  આગળની સ્લાઇડમાં વાંચો, છૂટાછેડાની નોટિસ સહન ન કરી શક્યો પતિ

 • Husband committed suicide by jumping in front of train as wife asked for divorce
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  થોડાક દિવસ પહેલા અચાનક પિયર ચાલી ગઇ પત્ની અને ત્યાંથી મોકલી દીધી છૂટાછેડાની નોટિસ. (પ્રતીકાત્મક તસવીર)

  છૂટાછેડાની નોટિસ સહન ન કરી શક્યો પતિ

   

  - મૃતકના ભાઈ ગોવિંદ ચૌહાણે જણાવ્યું કે આસ્થા અને દિલીપમાં કોઇ વાતને લઇને 2 વર્ષથી ઝઘડો ચાલી રહ્યો હતો. થોડાક દિવસ પહેલા તેઓ બંને બાળકો અને દિલીપને છોડીને નેપાનગરમાં આવેલા તેના પિયર જતી રહી હતી. ત્યાંથી તેણે નોટરી દ્વારા છૂટાછેડાની નોટિસ મોકલી દીધી. આ જ કારણથી દિલીપ ચિંતામાં પરેશાન રહેવા લાગ્યો હતો. ક્ષેત્રવાસીઓના જણાવ્યા પ્રમાણે પત્નીની આ હરકતથી તેણે ફરીથી દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું.

   

  આગળની સ્લાઇડમાં વાંચો, અંત્યેષ્ટિમાં પણ ન પહોંચી પત્ની

 • Husband committed suicide by jumping in front of train as wife asked for divorce
  પત્નીની આ હરકતથી પતિએ ફરીથી દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. (પ્રતીકાત્મક તસવીર)

  અંત્યેષ્ટિમાં પણ ન પહોંચી પત્ની

   

  - મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે સાંજે પોસ્ટમોર્ટમ થયા પછી પોલીસે શબ પરિવારજનોને સોંપી દીધું. પતિની મોતની સૂચના પત્નીને આપવામાં આવી હતી, તેમછતાં પત્ની અંત્યેષ્ટિમાં પહોંચી ન હતી. પતિ-પત્નીમાં વિવાદ સહિત અન્ય જાણકારીઓના આધાર પર પોલીસ પત્નીની પૂછપરછ કરશે.  

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ