-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 01:30 PM IST
રેવાડી (હરિયાણા): જેની સાથે સાત ફેરા લીધા, જેને અનહદ ચાહી, તે જ પત્ની બેવફા નીકળી. આ સત્યની જ્યારે તેના એન્જિનિયર પતિને જાણ થઇ તો તેને એટલો બધો આઘાત લાગ્યો કે તેણે પોતાનો જીવ આપી દીધો. મામલો હરિયાણાના રેવાડીનો છે. અહીંના ગામ સહારનવાસમાં પત્નીના ગેરકાયદે સંબંધોથી પરેશાન થઇને તેના એન્જિનિયર પતિએ ફાંસી લગાવી લીધી. પિતાએ મૃતકની પત્ની પર હત્યાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
પત્નીના પ્રેમીની પણ થઇ ધરપકડ
- પિતાની ફરિયાદના આધારે કાર્યવાહી કરીને પોલીસે પહેલા હત્યાનો કેસ નોંધ્યો હતો. હવે પોલીસે આ કેસમાં હત્યાની કલમો હટાવીને આત્મહત્યા માટે મજબૂર કરવાની કલમો લગાવવાનું વિચાર્યું છે.
- પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે. પત્નીના પ્રેમીની પણ ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
સસરાએ લગાવ્યો પૂત્રવધૂ પર હત્યાનો આરોપ
- મળતી માહિતી પ્રમાણે, મૃતક અનિલ બાવલ અલવર જિલ્લાનો રહેવાસી હતો. તે એક કંપનીમાં એન્જિનિયર હતો અને પોતાના પરિવાર સાથે નારનૌલ રોડ પર સહારનવાસ ગામમાં રહેતો હતો. 21 માર્ચની રાતે અનિલનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થયું હતું. સૂચના મળતા પહોંચેલી પોલીસને મૃતકની પત્નીએ પતિએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
- પરંતુ, મૃતકના પિતા રાજેન્દ્રએ પોતાની વહુ અને તેના પ્રેમી પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. ડીએસપી ગજેન્દ્ર કુમારે જણાવ્યું કે પૂછપરછ કરવા પર જાણવા મળ્યું કે આરોપી મહિલા અને યુપી નિવાસી અનુજની વચ્ચે ગેરકાયદે સંબંધો હતા. પત્નીના આ સંબંધોથી આઘાત પામેલા અનિલે પરેશાનીમાં આત્મહત્યા કરી લીધી.