એક ડિમાન્ડ પૂરી ન થઇ તો હેવાન બની ગયો પિતા, મોત પહેલા મહિલાએ કહી આવી વાત

હિલાએ પોલીસની સામે સાસરિયાઓ પર આગ લગાડવાનો સંગીન આરોપ લગાવ્યો

divyabhaskar.com | Updated - Apr 14, 2018, 08:00 AM
મૃતકા પ્રાચી પોતાના 8 મહિનાના દીકરા માટે જીવવા માંગતી હતી.
મૃતકા પ્રાચી પોતાના 8 મહિનાના દીકરા માટે જીવવા માંગતી હતી.

ગયા રવિવારે કાનપુરમાં સીરિયસ બર્નની સાથે આવેલી મહિલાએ ત્રણ દિવસ સુધી જિંદગી અને મોતની વચ્ચે સંઘર્ષ બાદ શુક્રવારે દેહ ત્યાગી દીધો. મરતા પહેલા મહિલાએ પોલીસની સામે સાસરિયાઓ પર આગ લગાડવાનો સંગીન આરોપ લગાવ્યો. પોલીસે નિવેદનના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

કાનપુરઃ ગયા રવિવારે અહીં સીરિયસ બર્નની સાથે આવેલી મહિલાએ ત્રણ દિવસ સુધી જિંદગી અને મોતની વચ્ચે સંઘર્ષ બાદ શુક્રવારે દેહ ત્યાગી દીધો. મરતા પહેલા મહિલાએ પોલીસની સામે સાસરિયાઓ પર આગ લગાડવાનો સંગીન આરોપ લગાવ્યો. પોલીસે નિવેદનના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

સાસરિયાઓનો આરોપ, પોલીસ માગતી રહી 10 લાખની લાંચ

- ગોવિંદનગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા રતનલાલ નગર નિવાસી પ્રાચી ગયા સોમવારે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી.

- પ્રાચીએ હૈલટ હોસ્પિટલમાં ઘાયલ હાલતમાં જ પોલીસને નિવેદન આપ્યું હતું કે તેના જેઠે તેની પર કેરોસિન છાંટીને આગ લગાવી દીધી.
- સાસરિયાઓનો દાવો છે કે પોલીસ તેમની પર 10 લાખ રૂપિયાની લાંચ આપવાનું દબાણ કરી રહ્યા હતા. જ્યારે તેઓએ આપવાની ના પડી દીધી તો તેમની વિરુદ્ધ દહેજનો કેસ બનાવી દીધો.

બે વર્ષ પહેલા થયા હતા લગ્ન

- રતનલાલ નગર નિવાસી પ્રદીપ ત્રિપાઠી એક પ્રાઇવેટ ફેક્ટરીમાં એન્જિનિયરના પદ પર તહેનાત છે. તેમનો મોટો ભાઈ કમલેશ અને માતા રજની સાથે જ રહે છે. કમલેશ ગુરુગ્રામમાં જોબ કરે છે અને દરેક વીકેન્ડમાં કાનપુર આવે છે.

- પ્રદીપની 10 જુલાઈ 2016ના રોજ પનકી નિવાસી અવધેશ શુક્લાની દીકરી પ્રાચી સાથે લગ્ન થયા હતા. બંનેને 8 મહિનાનો દીકરો ધૈર્ય છે.
- મૃતક પ્રાચીના પિતાએ જણાવ્યું કે, લગ્ન સમયે પ્રાચીના સાસરિયા પક્ષ તરફથી અંગૂઠી, ચેન અને કારની ડિમાન્ડ હતી. આ કારણથી તેઓ અનેકવાર મારી દીકરીને હેરાન કરતા હતા.
- પ્રાચીના ભાઈ નવનીતે જણાવ્યું કે, થોડા દિવસો સુધી બધું બરાબર ચાલતું રહ્યું, પરંતુ લગ્નના બે મહિના બાદ તેને જેઠ, પતિ, સસરા અને નણંદ દ્વારા હેરાન કરવામાં આવવા લાગી. તેની સાથે વારંવાર મારપીટ થતી હતી. અનેકવાર અમે લોકોએ જઈને સમજૂતી પણ કરાવી. મારા પિતા પાનની દુકાન ખુમચો ચલાવે છે. તેઓ કેવી રીતે કાર આપી શકે.

આગળની સ્લાઇડમાં વાંચો, શું થયું હતું રવિવારની રાત્રે? પ્રાચીએ મોત પહેલા શું નિવેદન આપ્યું?

પ્રાચી પતિ પ્રદીપ ત્રિપાઠી સાથે.
પ્રાચી પતિ પ્રદીપ ત્રિપાઠી સાથે.

શું થયું હતું રવિવારની રાત્રે? પ્રાચીએ મોત પહેલા શું નિવેદન આપ્યું?

 

- પ્રાચી હૈલેટ હોસ્પિટલમાં સીરિયલ બર્ન ઇન્જરી સાથે એડમિટ થઈ હતી. તેની હાલત જોતા પોલીસે તેનું સ્ટેટમેન્ટ લીધું. તેણે મરતા પહેલા પોલીસને જણાવ્યું, "ગત 8 એપ્રિલ 2018ની રાતે હું મારા રુમની બેડશીટ ઠીક કરી રહી હતી. તે દરમિયાન જેઠ કમલેશે મારા પર કંઈક જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવી દીધી. હું જાતને બચાવવા માટે આમ-તેમ દોડવા લાગી, પરંતુ મને રૂમથી બહાર ન જવા દીધી. પછી મને પાડીને તકિયાથી મારું મોં દબાવી દીધું. મારા સાસુ દરવાજા પર ઊભા હતા, જેના કારણે કોઈ અંદર ન આવી શકે. મારા પતિ સમગ્ર ઘટનામાં સામેલ હતા. જ્યારે પડોશી આવવા લાગ્યા તો સાસુ અને જેઠ ભાગી ગયા. બધાને જોઈ પતિ બૂમો પાડવા લાગ્યો કે તેં આગ કેમ લગાવી દીધી. ત્યારબાદ મને હોસ્પિટલ લઈ જવામાં આવી." 

- મૃતકના ભાઈએ જણાવ્યું કે, પ્રાચીને એડમિટ કરાવ્યા બાદ પતિ પણ ત્યાંથી ભાગી ગયો. તે મને કહેતી રહી કે હું મરવા નથી માગતી. મારા દીકરા માટે જીવવા માંગું છું.
- ગોવિંદ નગર ઇન્સપેક્ટર સંજય મિશ્ર મુજબ, મહિલાનું બળવાના કારણે મોત થયું છે. મૃતક અને તેના પરિજનો પર આરોપ છે કે સાસરિયા પક્ષના લોકોએ સળગાવી છે. પતિ તથા જેઠ પોલીસની કસ્ટડીમાં છે. તેમની પર કેસ નોંધવામાં આવ્યો છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ સળગી ગયેલી મહિલાની તસવીર

મોત પહેલા આવી હતી સળગી ગયેલી પ્રાચીની હાલત.
મોત પહેલા આવી હતી સળગી ગયેલી પ્રાચીની હાલત.
X
મૃતકા પ્રાચી પોતાના 8 મહિનાના દીકરા માટે જીવવા માંગતી હતી.મૃતકા પ્રાચી પોતાના 8 મહિનાના દીકરા માટે જીવવા માંગતી હતી.
પ્રાચી પતિ પ્રદીપ ત્રિપાઠી સાથે.પ્રાચી પતિ પ્રદીપ ત્રિપાઠી સાથે.
મોત પહેલા આવી હતી સળગી ગયેલી પ્રાચીની હાલત.મોત પહેલા આવી હતી સળગી ગયેલી પ્રાચીની હાલત.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App