Home » National News » Desh » Husband and wife committed suicide in Kishanganj in Patna of Bihar

2 વર્ષનું અફેર, 18 દિવસ પહેલા થયા લવમેરેજ, યુવકની સાસરીમાં મળી બંનેની લાશ

Divyabhaskar.com | Updated - May 06, 2018, 07:00 AM

પરિવારજનોના મોબાઇલ પર મેસેજ આવ્યો કે તેમનો દીકરો અને વહુ બેભાન હાલતમાં બંગાળના ગામમાં પડ્યા છે

 • Husband and wife committed suicide in Kishanganj in Patna of Bihar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘરના વરંડામાં રાખ્યા નવદંપત્તીના શબ.

  કિશનગંજ (પટના): બુધવારની મોડી સાંજે નવવિવાહિત દંપત્તી બેભાન હાલતમાં મળી આવ્યું. પરિવાર જ્યાં સુધી તેને હોસ્પિટલ લઇ જાય, તે પહેલા રસ્તામાં બંનેના મોત થઇ ગયા. મામલો પોઠિયા પ્રખંડનો છે. મૃતક દંપત્તીના નામ મુકેશ કુમાર સિંહ (22) અને રાખીકુમારી (18) છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, મુકેશ અષ્ટયામ જોવાની વાત કહીને પોતાના ઘરેથી પત્ની સાથે નીકળ્યો હતો.

  આ હતો મામલો

  સાંજે લગભગ આઠ વાગે મૃતકના પરિવારજનોના મોબાઇલ પર મેસેજ આવ્યો કે તેમનો દીકરો અને વહુ બેભાન હાલતમાં બંગાળના ગામમાં પડ્યા છે. પરિવારવાળા ગાડી લઇને દોડતા ત્યાં પહોંચ્યા પરંતુ, ત્યાં સુધી બંનેના શ્વાસ ચાલી રહ્યા હતા. બંનેને લઇને હોસ્પિટલ તરફ ભાગ્યા, પરંતુ બંનેએ રસ્તામાં જ દમ તોડી નાખ્યો. ત્યારબાદ મોડી રાતે ઘટનાની સૂચના પોલીસને આપવામાં આવી. સૂચના મળતાં જ પોઠિયા પોલીસ સ્ટેશન અધિકારી સુભાષ કુમાર મંડલ પોલીસદળ સાથે મૃતકના ઘરે પહોંચ્યા અને બંને શબ કબ્જે કર્યા. ગુરુવારની સવારે બંને શબોને પોસ્ટમોર્ટમ માટે મુખ્ય હોસ્પિટલ કિશનગંજ મોકલવામાં આવ્યા. ઘટનાની જાણકારી મળતા જ ગામમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. જ્યાં બંને પતિ-પત્ની અચેત પડ્યા હતા, ત્યાંથી પરિવારજનોને મોનોસેલ નામની જંતુનાશક દવાની બોટલ મળી છે. આત્મહત્યાના કારણની જાણ થઇ શકી નથી.

  18 દિવસ પહેલા થયા હતા લગ્ન

  ગામલોકોએ જણાવ્યું કે મુકેશકુમાર સિંહનો રાખીકુમારી સાથે છેલ્લા બે વર્ષોથી પ્રેમપ્રસંગ ચાલી રહ્યો હતો. 14 એપ્રિલના રોજ મુકેશ દલુઆ ગયો હતો. ત્યાં ગામલોકો અને રાખીના પરિવારજનોએ બંનેને એકસાથે જોઇને બંનેના લગ્ન મંદિરમાં જ કરાવી દીધા હતા. ત્યારબાદ વરરાજા મુકેશ પોતાની પત્નીની વિદાય કરાવીને ઘરે આવી ગયો.

  એસપીએ કહ્યું- ઘરેલૂ ક્લેશની ઘટના નકારી શકાય નહીં

  - નવદંપત્તીના મોતના કારણોની જાણ થઇ શકી નથી. માત્ર એક અઠવાડિયામાં જ એવું શું થઇ ગયું કે જેનાથી બંનેએ મોતને ગળે લગાડવી યોગ્ય સમજ્યું. બંને પાસેથી હાલ કોઇ સુસાઇડ નોટ પણ મળી નથી. પોઠિયા પોલીસ જ્યાં પ્રથમ દ્રષ્ટિએ આ મામલાને આત્મહત્યા માની રહી છે, ત્યાં બીજી બાજુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓની જાણમાં મામલો આવતા જ તેની વ્યાપક તપાસ શરૂ થઇ ગઇ છે. પૂછવા પર એસપી કુમાર આશિષે કહ્યું કે પારિવારિક ક્લેશની વાત સામે આવી રહી છે. પોલીસ આ પોઇન્ટથી પણ તપાસ કરશે.

  મંદિરમાં લગ્ન પછી પરિવારજનોએ કરાવ્યા હતા પદ્ધતિસર લગ્ન

  મૃતક મુકેશકુમાર સિંહ અને તેની પત્ની રાખીકુમારી સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. બંનેની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે ગામલોકોએ જણાવ્યું કે બંનેના પરિવારજનો સામાન્ય નાના ખેડૂતો છે અને ખેતીવાડી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. બંને પરિવારોએ આ સંબંધનો સ્વીકાર પર કરી લીધો હતો તેમજ આ જ કારણ હતું કે મંદિરમાં લગ્ન કરાવ્યા પછી મૃતકના પરિવારજનોએ સામાજિક રીતે પણ ધૂમધામથી લગ્ન કરાવ્યા હતા.

 • Husband and wife committed suicide in Kishanganj in Patna of Bihar
  પોઠિયામાં નવદંપત્તીની આત્મહત્યા પછી ઘરમાં આસપડોસના લોકોની ભીડ જમા થઇ ગઇ હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ