ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Husband and Inlaws harassed newly married woman tried to kill her at Bhilai Chhattisgarh

    પત્નીના પૈસે પૂરા કરવા માંગતો હતો GFના શોખ, બોલ્યો- ફક્ત પૈસા માટે કર્યા લગ્ન

    divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 01:19 PM IST

    નવપરિણિતાએ પતિ, સાસુ અને બે નણંદો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ આપવાનો કેસ નોંધાવ્યો
    • પતિએ કહ્યું- પૈસા માટે જ તારી સાથે કર્યા હતા લગ્ન.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પતિએ કહ્યું- પૈસા માટે જ તારી સાથે કર્યા હતા લગ્ન.

      ભિલાઈ: પિતાની ભૂલ ફક્ત એટલી હતી કે તેમણે આંખો મીંચીને દીકરી અમૃતાના લગ્ન સતેન્દ્ર સાથે કરી દીધા. લગ્નના થોડાક દિવસો પછી જ નવપરિણિતાની સાસુ (માલતી સિંહ), મોટી નણંદ (દીપિકા સિંહ) અને નાની નણંદ (રૂબી) મળીને દહેજ માટે અમૃતાને ટોણા મારવા લાગી. આ દરમિયાન પતિના અન્ય મહિલા સાથે ગેરકાયદે સંબંધો પણ બહાર આવ્યા. જ્યારે નવપરિણિતાએ તેનો વિરોધ શરૂ કર્યો તો સાસુ અને પતિએ તેને મારવાનો ત્રણ વખત પ્લાન બનાવ્યો. નવપરિણિતાએ 4 જૂનના રોજ પતિ, સાસુ અને બે નણંદો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ માટે ત્રાસ આપવાનો કેસ નોંધાવ્યો છે.

      બીજી મહિલા સાથે સંબંધ

      - મામલો ભિલાઈના રામેશ્વરનગર રોડ, ભનપુરનો છે. અહીં રહેતા કમલા સિંહે દીકરી અમૃતાના લગ્ન 18 જૂન, 2017ના રોજ કરાવ્યા હતા.

      - અમૃતાના ભાઈ સંતોષે જણાવ્યું કે પપ્પા સાથે દગો થઈ ગયો. તેમને સંબંધ સારો લાગ્યો એટલે આંખ મીંચીને બહેનના લગ્ન તે ઘરમાં કરાવી દીધા.
      - અમે લગ્નમાં 5 લાખ દહેજ, એક બુલેટ, ફ્રિજ, કૂલર સહિત તમામ સામાન આપ્યો હતો. પરંતુ, લગ્નના બીજા દિવસે જ સામાનને લઇને સાસરીવાળા બહેનને હેરાન કરવા લાગ્યા.
      - અમૃતાએ જણાવ્યું કે સાસુ અને નણંદ આખો દિવસ તેને સ્વિફ્ટ ડિઝાયર કાર અને 10 લાખ રૂપિયા રોકડા લાવવા માટે માનસિક ત્રાસ આપતા હતા.
      - પતિ સતેન્દ્ર સિંહને ફરિયાદ કરી તો તેણે પણ તેના પરિવારવાળાઓનો જ સાથ આપ્યો. લગ્નના થોડાક દિવસ પછીથી જ એક મહિલા પતિને મળવા માટે ઘરે આવવા લાગી.
      - જ્યારે નણંદ દીપિકાને પૂછ્યું તો તેણે તેને ભાઈની ગર્લફ્રેન્ડ જણાવી અને કહ્યું- આ સંબંધે ઘરવાળાઓને બધી જાણ છે.

      ગર્લફ્રેન્ડ સામે પતિ બોલ્યો- પૈસા માટે કર્યા હતા લગ્ન

      - નવપરિણિતાનું કહેવું હતું, મેં પતિ સાથે તેની પ્રેમિકા વિશે વાત કરી તો તે મને હેરાન કરવા લાગ્યો.

      - ઘણીવાર મને મારવાની કોશિશ કરી. એકવાર કેરોસિન છાંટીને આગલ લગાવવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન સાસરીવાળાઓએ તેને બચાવી હતી.
      - આખરે સહન ન થયું ત્યારે તમામ વાત મારા મા-બાપને જણાવી.
      - 12 ફેબ્રુઆરી, 2018ના રોજ સતેન્દ્ર મને જબરદસ્તી પોતાની ગર્લફ્રેન્ડને મળાવવા માટે ભિલાઇ સ્ટેશન લઇ ગયો, જ્યાં તેણે સ્વીકાર્યું કે તેણે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેણે ટ્રેન સામે ધક્કો મારવાની કોશિશ કરી. મેં ચીસો પાડી ત્યારે ત્યાં ઊભેલા લોકોએ મને બચાવી.

      મહિલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ પછી નોંધાયો કેસ

      મહિલા પોલીસ સ્ટેશન ટીઆઇ સી. તિર્કીએ જણાવ્યું, અમૃતા સિંહે દહેજ અને બીજી મહિલા માટે થઇને ત્રાસ આપવાનો કેસ નોંધાવ્યો હતો. આ સંબંધે મેં બંને પક્ષોને બોલાવીને મહિનાઓ સુધી કાઉન્સેલિંગ કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીની પણ તપાસ કરાવવામાં આવી હતી. કાઉન્સેલિંગમાં આરોપ સાચો જણાતા 4 જૂનના રોજ સતેન્દ્ર સિંહ, માલતી સિંહ, દીપિકા સિંહ (મોટી નણંદ) અને રૂબી સિંહ (નાની નણંદ) વિરુદ્ધ દહેજની માંગ કરીને શારીરિક રીતે ત્રાસ આપવાનો મામલો નોંધવામાં આવ્યો છે.

    • પ્રતીકાત્મક તસવીર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રતીકાત્મક તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Husband and Inlaws harassed newly married woman tried to kill her at Bhilai Chhattisgarh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `