Home » National News » Latest News » National » લાંચ નહતી લેતી, અડિયલ હતી ઓફિસર એટલે મારી દીધી ગોળી| Hotel owner Vijay revealing why he killed woman officer

હિમાચલ ગોળી કાંડ: 'લાંચ નહોતી લેતી ઓફિસર એટલે મારી દીધી'- આરોપી

Divyabhaskar.com | Updated - May 04, 2018, 11:34 AM

આરોપીની ધરપકડ વૃંદાવનથી કરવામાં આવી છે. આરોપીએ કહ્યું- મારી માએ શૈલબાલાના પગ પકડીને રાહત માગી હતી

 • લાંચ નહતી લેતી, અડિયલ હતી ઓફિસર એટલે મારી દીધી ગોળી| Hotel owner Vijay revealing why he killed woman officer
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસે વૃંદાવનથી કરી આરોપીની ધરપકડ

  નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કસૌલી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કાર્યવાહી દરમિયાન એક મહિલા ઓફિસરની હત્યાના આરોપી વિજય કુમારની વૃંદાવનથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, પૂછપરછમાં આરોપી હોટલ માલિકે જણાવ્યું કે, તેણે ઓફિસરને લાંચ આપવાનો અને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઓફિસર અડિયલ હતી અને સમજતી નહતી એટલે તેને મારી નાખી. નોંધનીય છે કે, મંગળવારે પહેલી મેના રોજ અહીં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર પદ પર તહેનાત શૈલ બાલા શર્માની એક ગેસ્ટ હાઉસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. 51 વર્ષની આ ઓફિસર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે મંડો મટકંડા વિસ્તારમાં અમુક ગેરકાયદેસર મકાન તોડી પાડવા માટે આવી હતી. પરંતુ તેમની કાર્યવાહી દરમિયાન હોટલ માલિક વિજય ગુસ્સે થઈ ગયો હતો અને ત્યાર પછી તેણે ઓફિસરની હત્યા કરી દીધી હતી.

  પગ પકડીને માએ માગી હતી રાહત


  - આરોપી વિજય સિંહે પોલીસ પૂછપરછમાં જણાવ્યું છે કે, તેની માતા શૈલબાલાએ પગ પકડીને ગેસ્ટ હાઉસ તોડી પાડવા માટે રાહત માગી હતી પરંતુ શૈલબાલા સુપ્રીમ કોર્ટનો આદેશ હોવાની વાત કરીને કાર્યવાહી કરવાની વાત પર અડેલી હતી. તેથી તેણે શૈલબાલાને ગોળી મારી દીધી હતી. હત્યા પછી આરોપી જંગલમાં ભાગી ગયો અને મોડી રાતે તેના ઘરે પાછો આવ્યો હતો. ત્યારપછી તેણે તેના અમુક એટીએમ કાર્ડ અને આધાર કાર્ડની કોપી લીધી અને 2 મેના રોજ વહેલી સવારે પાછો ધરેથી નીકળીને દિલ્હી સરાય કાલે ખા બસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી આરોપી મથુરા અને પછી વૃંદાવન ગયો હતો. તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.

  રિક્શાવાળાએ માહિતી આપતા થઈ પોલીસની ધરપકડ


  - વૃંદાવનથી આરોપીએ એક રિક્શાવાળાના ફોનથી તેના એક સંબંધીને ફોન કર્યો હતો. દિલ્હી પોલીસે સૌથી પહેલાં તે રિક્શાવાળાને પકડ્યો હતો. રિક્શાવાળાએ જણાવ્યું કે, આરોપી આ જ વિસ્તારમાં છે અને ત્યારપછી આરોપીની બાંકે બિહારી મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ જણાવ્યું કે, તે ભગવાનને ફૂછી રહ્યો હતો કે, ભગવાને તેણે તેમના જન્મસ્થળ પર કેમ બોલાવ્યો અને તેના હાથે હત્યા કેમ કરાવી. બીજી બાજુ હિમાચલ પ્રદેશ સરકારે એસપી સોલન મોહિત ચાવલાની ટ્રાન્સફર કરી દીધી હતી. એડિશનલ એસપીને એસપીનો ચાર્જ આપવામાં આવ્યો છે. એક ડીએસપી અને એક એસએચઓની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

  આરોપીએ વેશ બદલી નાખ્યો હતો

  - આરોપીએ ફરાર થયા પછી તેના વાળ, દાઢી અને મૂંછ કઢાવી નાખ્યા હતા. જેથી તેને ઓળખી ન શકાય. પોલીસને તેની રાસેથી 12 એટીએમ કાર્ડ અને અમુક કેશ મળી હતી. ફરાર આરોપીએ તેનો મોબાઈલ ફોન પણ બંધ રાખ્યો હતો. આ દરમિયાન તે બાંકે બિહારી મંદિરના આજુબાજુના રિક્શા ચાલકોના ફોન માગીને તેના સંબંધીઓને ફોન કરતો હતો.

  આરોપીએ પહેલાં કર્યું હતું 2 રાઉન્ડ ફાયરિંગ


  - પોલીસના જણાવ્યા પ્રમાણે જિલ્લા પ્રશાસન અધિકારી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે નારાયણી ગેસ્ટ હાઉસના માલિકે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.
  - તે દરમિયાન એક ગોળી મહિલા ઓફિસરના શૈલબાલાને વાગી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અન્ય એક મજૂરના પેટમાં પણ ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.
  - નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે કસૌલીમાં 13 હોટલો અને રિસોર્ટમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે 17 એપ્રિલે આદેશ આપ્યો હતો.


  વિજયની માતાએ કહ્યું- દીકરાની માનસિક હાલત ઠીક નથી


  - સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજય ઠાકુરે સાઈલેંસર વાળી રિવોલ્વોરથી ફાયરિંગ કર્યું હતું. તેથી ગોળી ચાલી તેનો કોઈ અવાજ પણ આવ્યો નહીં. વિજય ઠાકુર સારા પરિવારનો માનવામાં આવે છે. આ વિસ્તારમાં તેનો ઘણો દબદબો પણ છે. તે વીજવી બોર્ડના ડાયરેક્ટર પ્રોજેક્ટનો પીએ પણ છે. તે પરિવાર સાથે ગેસ્ટ હાઉસમાં જ રહેતો હતો.
  - આ દરમિયાન ગેસ્ટ હાઉસ માલિક વિજયની માતાનું કહેવું છે કે, વિજયની માનસિક સ્થિતિ સારી નથી. કોઈએ તેને પ્રેરિત કર્યો હોવાથી તેણે ગોળી ચલાવી હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • લાંચ નહતી લેતી, અડિયલ હતી ઓફિસર એટલે મારી દીધી ગોળી| Hotel owner Vijay revealing why he killed woman officer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  આરોપી હોટલ માલિકની ધરપકડ
 • લાંચ નહતી લેતી, અડિયલ હતી ઓફિસર એટલે મારી દીધી ગોળી| Hotel owner Vijay revealing why he killed woman officer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આરોપી વિજયે મહિલા ઓફિસરની કરી હત્યા
 • લાંચ નહતી લેતી, અડિયલ હતી ઓફિસર એટલે મારી દીધી ગોળી| Hotel owner Vijay revealing why he killed woman officer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગેરકાયદેસર હોટલ તોડવા આવેલી મહિલા પર હુમલો કરીને કરી હત્યા
 • લાંચ નહતી લેતી, અડિયલ હતી ઓફિસર એટલે મારી દીધી ગોળી| Hotel owner Vijay revealing why he killed woman officer
  આરોપી વિજય
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ