Home » National News » Latest News » National » Karnataka political drama Horse trading word become popular

બહુમત માટે કર્ણાટકમાં થઈ શકે છે 'હોર્સ ટ્રેડિંગ', ક્યારથી ચલણમાં આવ્યો શબ્દ?

Divyabhaskar.com | Updated - May 18, 2018, 02:46 PM

હોર્સ ટ્રેડિંગનો અર્થ શું છે? અને રાજકારણમાં આ શબ્દનો ઉપયોગ કયા કારણસર થાય છે

 • Karnataka political drama Horse trading word become popular
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં જ્યારથી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારથી હોર્સ ટ્રેડિંગ શબ્દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે. બહુમત સાબિત કરવા ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી શકે છે તેવા આક્ષેપ કોંગ્રેસ અને JDSએ કર્યા હતા. રાજકારણમાં ત્રિશંકુ વિધાનસભા કે અન્ય કોઈ રાજકીય હડકંપ સમયે આ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. પરંતુ હોર્સ ટ્રેડિંગનો અર્થ શું છે? અને રાજકારણમાં આ શબ્દનો ઉપયોગ કયા કારણસર થાય છે તે એક સમજવાનો વિષય છે. હોર્સ ટ્રેડિંગ શબ્દ ક્યારથી પ્રચલિત થયો અને રાજકારણમાં તે શબ્દનો કેમ પ્રયોગ કરવામાં આવે તે સમજીએ.

  હોર્સ ટ્રેડિંગનો શું અર્થ થાય છે?


  - સામાન્ય રીતે હોર્સ ટ્રેડિંગ શબ્દનો પ્રયોગ ઘોડાના વેચાણ સાથે કરવામાં આવે છે. અસલમાં આ શબ્દની શરૂઆત કેમ્બ્રિજ ડિક્શનેરીથી થઈ હતી.
  - લગભગ 18મી સદીમાં આ શબ્દનો ઉપયોગ ઘોડાના વેચાણ દરમિયાન વેપારીઓ કરવા લાગ્યાં, પરંતુ સમય જતાં તેની સાથે અનેક કિસ્સાઓ જોડાયાં અને તેના રાજકીય અર્થો પણ નીકળવા લાગ્યા.

  હોર્સ ટ્રેડિંગને શબ્દને લઈને કેટલાંક કિસ્સાઓ


  - વર્ષ 1820માં જ્યારે ઘોડાના વેપારીઓ સારી નસ્લના ઘોડાઓ ખરીદ-વેચાણ કરતા હતા ત્યારે કંઈક સારું મેળવવા માટે કોઈ જુગાડ કે ચાલાકી કરવા જે ટેકનિક અપનાવતા તેને હોર્સ ટ્રેડિંગ કહેવામાં આવતું હતું.
  - આ દરમિયાન વેપારી પોતાના ઘોડાઓને ક્યાંક છુપાવી દેતાં હતા કે ક્યાંક બાંધી દેતા હતા. જે બાદ તેઓ કોઈ સુરક્ષિત ઘોડારમાં પહોંચાડી દેતા હતા.
  - જે બાદ ચાલાકી, પૈસાની લેવડદેવડના જોરે સૌદા કરતા હતા.

  એક માન્યતા આવી પણ....


  - આ ઉપરાંત જૂનાં સમયમાં જ્યારે ભારતના વેપારીઓ પોતાના કર્મચારીઓને આરબ દેશમાં ઘોડા ખરીદવા માટે મોકલતા હતા, ત્યારે પાછા ફરતા સમયે કેટલાંક ઘોડાઓ મરી જતા હતા.
  - જો કે માલિકોને ખુશ કરવા માટે તેઓ ઘોડાઓની પૂંછડી દેખાડીને ગણતરી પૂરી કરાવતા હતા. એટલે કે 100 ઘોડા ખરીદ્યા, તો 90 દેખાડતાં બાકી 10ની પૂંછડી દેખાડીને કહેતાં કે તેઓ મરી ગયા. માલિક વિશ્વાસ કરી લેતા હતા.
  - માલિકનો વિશ્વાસ જોઈ કર્મચારીઓ 100ના પૈસાં લેતાં અને માત્ર 90 જ ઘોડાઓ ખરીદતાં હતા. એટલે કે 10 ઘોડાઓનો ફાયદો ઉઠાવતાં હતા. આવી ચાલાકીને પણ હોર્સ ટ્રેડિંગ કહેવામાં આવતું હતું.

  રાજકારણમાં હોર્સ ટ્રેડિંગ શું છે?


  - આમ તો રાજકારણમાં આ શબ્દને કોઈ લેવાદેવા નથી, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી આ શબ્દનો ઉપયોગ વધ્યો છે.
  - જ્યારે રાજકારણમાં નેતા પક્ષ બદલે છે કે કોઈ ચાલાકીને કારણે કંઈક એવો ખેલ રચાય છે કે બીજી પાર્ટીના નેતા તેમનું સમર્થન આપી દે ત્યારે તેને રાજકારણમાં હોર્સ ટ્રેડિંગ કહેવાય છે.
  - હોર્સ ટ્રેડિંગને પક્ષ પલટો કે પક્ષ પલટૂ પણ કહેવાય છે. આ વાતને લઈને દેશમાં કાયદો પણ છે.

  શું છે એન્ટી ડિફેક્શન લો


  - અનુસૂચીના બીજા પેરેગ્રાફમાં એન્ટી ડિફેક્શન લો અંતર્ગત અયોગ્ય કરાર આપવાનો આધાર સ્પષ્ટ છે.
  - જો કોઈ ધારાસભ્ય સ્વેચ્છાએ પાર્ટીનું સભ્ય પદ ત્યાગી દે.
  - જો તે પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો વિરૂદ્ધ જઈને વોટ આપે કે પછી વોટિંગથી દૂર રહે.
  - અપક્ષ ઉમેદવાર અયોગ્ય કરાર જાહેર થશે જો તેઓ કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થઈ જાય.
  - એક પાર્ટીનું વિલિનીકરણ બીજા પક્ષમાં થઈ શકે છે પરંતુ તે માટે ઓછામાં ઓછું પાર્ટીને બે તૃતિયાંશ ધારાસભ્યોના મતની જરૂર છે.

 • Karnataka political drama Horse trading word become popular
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ