ભાઈઓએ પકડ્યા હાથ-પગ ને કાકાએ ગળું દબાવીને કરી હત્યા, પિતાએ સળગાવી લાશ

સામાજિક બદનામીના કારણે તણાવમાં આવેલા એક પિતાએ પરિવાર સાથે મળીને દીકરીને પહેલા મારી પછી કરી હત્યા

divyabhaskar.com | Updated - May 31, 2018, 07:15 AM
પરિવારજનોએ રાતે જ રેનૂને તળાવ પાસે ઝાડીઓમાં સળગાવી દીધી.
પરિવારજનોએ રાતે જ રેનૂને તળાવ પાસે ઝાડીઓમાં સળગાવી દીધી.

સામાજિક બદનામીના કારણે તણાવમાં આવેલા એક પિતાએ પરિવાર સાથે મળીને દીકરીને પહેલા લાતો-ઘૂંસા અને ડંડાથી મારી. ત્યારબાદ દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. હત્યાના પુરાવા પોલીસ સુધી ન પહોંચે એટલા માટે પરિવારજનોએ રાતે જ રેનૂને તળાવ પાસે ઝાડીઓમાં સળગાવી દીધી.

મુરૈના (એમપી): સામાજિક બદનામીના કારણે તણાવમાં આવેલા એક પિતાએ પરિવાર સાથે મળીને દીકરીને પહેલા લાતો-ઘૂંસા અને ડંડાથી મારી. ત્યારબાદ દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. હત્યાના પુરાવા પોલીસ સુધી ન પહોંચે એટલા માટે પરિવારજનોએ રાતે જ રેનૂને તળાવ પાસે ઝાડીઓમાં સળગાવી દીધી.

- આ તમામ બાબતો પોલીસની તપાસમાં મંગળવારે સાબિત થઇ ગઇ ત્યારબાદ પરિવારના 8 લોકો વિરુદ્ધ દીકરીની હત્યા અને પુરાવાઓ છુપાવવાને લઇને મામલો નોંધવામાં આવ્યો.

- નોંધાયેલા કેસમાં એ લોકોના નામ પણ ઉમેરવામાં આવશે, જેમણે હત્યાકાંડને અંજામ આપવાનો નિર્ણય પંચાયતમાં લીધો હતો.

પિતા-ભાઈએ હત્યા કરીને ઝાડીઓમાં ફેંકી લાશ

- પોલીસની તપાસમાં જાણ થઇ છે કે 24મી મેની રાતે મુરૈનાના ચૌખૂટી ગામમાં રહેતા લક્ષ્મણસિંહ ગુર્જરે પોતાની દીકરી રેનૂ (20)ને મોત આપતા પહેલા, પરિવારના લોકો સાથે લાતો-ઘૂંસાઓ અને ડંડાથી તેની મારપીટ કરી હતી.

- દીકરી જ્યારે બેભાન થઇને જમીન પર પડી ગઇ તો ભાઈ નીરજ ગુર્જર તેમજ કાકાના દીકરા પિંકીએ બહેનના બંને હાથ પકડ્યા, જ્યારે ઘરમાં હાજર અનિલ અને પંકજે દીકરીના પગ પકડ્યા.
- પિતા લક્ષ્મણ સિંહ ગુર્જરે દીકરીના શરીરને જોરથી દબાવ્યું. દીકરીની હત્યા માટે કાકા જસ્સો ઉર્ફ જશરથ ગુર્જર રેનૂનું ગળું દબાવી દીધું.
- 20થી 25 મિનિટના આ આખા ખેલમાં દીકરીની હત્યાને અંજાણ આપ્યા પછી પરિવારના લોકો તેના શબને કપડામાં લપેટીને ઘરથી થોડેક દૂર લઇ ગયા અને શબને સળગાવી નાખ્યું.
- શબ જલ્દી આગ પકડે તે માટે કેરોસિનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસે સ્થળ પરથી કેરોસિનનો ડબ્બો પણ જપ્ત કર્યો છે. આ તમામ લોકોને પોલીસે હત્યા તેમજ પુરાવાઓ ખતમ કરવા માટે આરોપી બનાવ્યા છે.

પ્રેમ પ્રકરણના કારણે દીકરીને આપી આટલી મોટી સજા

- લક્ષ્ણસિંહ ગુર્જરની દીકરી રેનૂ એક પ્રેમ પ્રકરણમાં 21મેના રોજ ગામના સોનૂ સાથે ક્યાંક ચાલી ગઇ હતી.

- દીકરીને પાછી બોલાવવા માટે લક્ષ્મણસિંહે સમાજના લોકોની પંચાયત બોલાવી. સોનૂના પરિવારજનો પર એ વાતનું દબાણ કરવામાં આવ્યું કે તેમની દીકરીને ઘરે પાછી મોકલી દેવામાં આવે.
- 23મેના રોજ રેનૂ પોતાના ઘરે પાછી આવી ગઇ. રેનૂના પાછા ફર્યા બાદ પરિવારના લોકોએ ફરી પંચાયત બોલાવી અને તેમાં દીકરીનું કામ તમામ કરી નાખવાનો નિર્ણ લેવામાં આવ્યો.
- આ પહેલા થયેલી પંચાયતમાં એવી કસમ ખાવામાં આવી હતી કે બંને પક્ષોમાંથી કોઇપણ પક્ષ કોઇના પણ વિરુદ્ધ એક્શન નહીં લે.

ઘરમાં જ પંચાયત કરીને લીધો હતો હત્યાનો નિર્ણય

- ઓનર કિલિંગના સનસનાટીભર્યા મામલામાં પોલીસ તે લોકોને પણ આરોપી બનાવશે, જેમણે પંચાયતમાં રેનૂની હત્યા કરવાનો સર્વસંમત ફેંસલો લીધો હતો.
- તપાસમાં સામે આવ્યું છે કે લક્ષ્મણસિંહ ગુર્જરનું કહેવું હતું કે દીકરીએ જે પગલું ઉઠાવ્યું છે તેના કારણે તેમની સામાજિક બદનામી થઇ છે. એટલે હવે તેને જીવતી રાખવાનો કોઇ અર્થ નથી.
- પંચાયતના નિર્ણય પર અમલ કરીને 8 લોકોએ મળીને દીકરીની તેના જ ઘરમાં હત્યા કરી નાખી. હત્યા દરમિયાન પરિવારની મહિલાઓ રડી રહી હતી પરંતુ પુરુષોએ તેમને વઢીને ચૂપ કરાવી દીધી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
X
પરિવારજનોએ રાતે જ રેનૂને તળાવ પાસે ઝાડીઓમાં સળગાવી દીધી.પરિવારજનોએ રાતે જ રેનૂને તળાવ પાસે ઝાડીઓમાં સળગાવી દીધી.
પ્રતીકાત્મક તસવીરપ્રતીકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App