મધમાખીઓએ વૃદ્ધ પર હુમલો કરી ઉતાર્યાં મોતને ઘાટ, મૃત્યુ પછી પણ નાકથી નીકળતી હતી માખીઓ

60 વર્ષના વૃદ્ધ ઘરની સામે આવેલાં પાર્કની નજીક ઊભા હતા ત્યારે મધમાખીઓના ઝુંડે અચાનક તેના પર હુમલો કર્યો હતો.

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 05:34 PM
મધમાખીઓએ એવો હુમલો કર્યો કે વૃદ્ધના શરીરમાં લાખોની સંખ્યામાં મધમાખીઓ ચોંટી ગઈ હતી
મધમાખીઓએ એવો હુમલો કર્યો કે વૃદ્ધના શરીરમાં લાખોની સંખ્યામાં મધમાખીઓ ચોંટી ગઈ હતી

મધમાખીઓએ વૃદ્ધ પર હુમલો કરી ઉતાર્યાં મોતને ઘાટ, મૃત્યુ પછી પણ નાકથી નીકળતી હતી માખીઓ.ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે મધમાખીઓના કરડવાથી કોઈનું મોત થઈ ગયું હોય. પરંતુ કાનપુરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. મધમાખીઓએ એવો હુમલો કર્યો કે વૃદ્ધના શરીરમાં લાખોની સંખ્યામાં મધમાખીઓ ચોંટી ગઈ. આખું શરીર મધમાખીઓથી ઢંકાઈ ગયું.

કાનપુરઃ ક્યારેય તમે એવું સાંભળ્યું છે કે મધમાખીઓના કરડવાથી કોઈનું મોત થઈ ગયું હોય. પરંતુ કાનપુરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. મધમાખીઓએ એવો હુમલો કર્યો કે વૃદ્ધના શરીરમાં લાખોની સંખ્યામાં મધમાખીઓ ચોંટી ગઈ. આખું શરીર મધમાખીઓથી ઢંકાઈ ગયું. કેટલીક મધમાખીઓ નકની અંદર ઘૂસી ગઈ અને કેટલીક કાનમાં. સ્થાનિક લોકોએ જ્યારે જોયું તો તેઓએ ધુમાડો કર્યો અને ધાબળો ઓઢાડિને વૃદ્ધને મધમાખીઓથી છોડાવ્યાં હતા. આ દરમિયાન વૃદ્ધની પત્ની પણ ઘાયલ થઈ ગઈ હતી. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધે અંતિમ શ્વાસ લીધા હતા.

મોત થયાં પછી પણ મૃતકના નાકમાંથી નીકળી રહી હતી મધમાખીઓ


- ગોવિંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં સતનામ મુંજવાની (60 વર્ષ) સોમવારે બપોરે લગભગ 12 વાગ્યે ઘરની સામે આવેલાં પાર્કની નજીક ઊભા રહ્યાં હતા. ત્યારે મધમાખીઓના ઝુંડે અચાનક તેના પર હુમલો કર્યો હતો.
- બુમો પાડતાં તેઓ ભાગવા લાગ્યા અને આગળ જતાં પડી ગયા હતા. વૃદ્ધનો અવાજ સાંભળીને તેમની પત્ની પણ બહારે આવી અને તેઓએ પતિ પર ધાબળો નાંખવાનો પ્રયાસ કર્યો પરંતુ માખીઓએ તેમને પણ ન છોડ્યાં.
- મૃતક સતનામના પડોસી કુલદીપના જણાવ્યાં મુજબ, "અંકલ સોમવારે બપોરે ક્યાંક જવા માટે નીકળ્યાં હતા. જેવાં જ તેઓ પાર્કની નજીક પહોંચ્યા કે મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કરી દીધો. તેમના આખા શરીર પર મધમાખીઓ ચોંટી ગઈ."
- "એટલી વધુ માખી ચોંટેલી હતી કે તેમનો શર્ટ પણ દેખાતો નહતો. તેઓ દર્દથી બૂમો પાડવા લાગ્યાં તો તેમની પત્ની તેમને બચાવવા માટે આવી, તેમને પણ માખીઓએ ડંખ માર્યા. માખીઓ અંકલના નાક અને ગળામાંથી તેના પેટમાં અંદર ઘૂસી ગઈ હતી."
- "અમે લોકોએ આગ લગાવી અને તેમના પર ધાબળો નાંખીને કોઈપણ રીતે તેમને છોડાવ્યાં. આ દરમિયાન અન્ય લોકોને પણ મધમાખીએ ડંખ માર્યા. તાત્કાલિક અંકલ અને આંટીને હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં અંકલનું મોત થઈ ગયું."
- મૃતકના ભાઈએ જણાવ્યું કે, "એટલી બધી મધમાખીઓએ ડંખ માર્યા કે તેમના મોત પછી પણ નાકમાંથી મધમાખીઓ નીકળી રહી છે."
- હજુ પણ પૂરાં વિસ્તારમાં લોકો ડરેલાં છે. મધમાખીએ પાર્કના એક ઝાડમાં ડેરો જમાવી રાખ્યો છે. બાળકોને પણ બહાર નીકળવાની મનાઈ કરી દીધી છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

મધમાખીએ પાર્કના એક ઝાડમાં ડેરો જમાવી રાખ્યો છે
મધમાખીએ પાર્કના એક ઝાડમાં ડેરો જમાવી રાખ્યો છે
સતનામ મુંજવાનીનું મોત નિપજ્યું જ્યારે તેમના પત્ની ઘાયલ થઈ ગયા હતા
સતનામ મુંજવાનીનું મોત નિપજ્યું જ્યારે તેમના પત્ની ઘાયલ થઈ ગયા હતા
X
મધમાખીઓએ એવો હુમલો કર્યો કે વૃદ્ધના શરીરમાં લાખોની સંખ્યામાં મધમાખીઓ ચોંટી ગઈ હતીમધમાખીઓએ એવો હુમલો કર્યો કે વૃદ્ધના શરીરમાં લાખોની સંખ્યામાં મધમાખીઓ ચોંટી ગઈ હતી
મધમાખીએ પાર્કના એક ઝાડમાં ડેરો જમાવી રાખ્યો છેમધમાખીએ પાર્કના એક ઝાડમાં ડેરો જમાવી રાખ્યો છે
સતનામ મુંજવાનીનું મોત નિપજ્યું જ્યારે તેમના પત્ની ઘાયલ થઈ ગયા હતાસતનામ મુંજવાનીનું મોત નિપજ્યું જ્યારે તેમના પત્ની ઘાયલ થઈ ગયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App