ગુરૂગ્રામ: ફ્લાયઓવર પર ભડભડ સળગતી કારમાંથી યુવક કૂદ્યો, 500 મીટર દોડીને 'બર્નિંગ કારે' રિક્ષાને લીધી હડફેટે

સળગતી કાર લગભગ 500 મીટર સુધી એક્સપ્રેસ-વે પર દોડતી રહી.
સળગતી કાર લગભગ 500 મીટર સુધી એક્સપ્રેસ-વે પર દોડતી રહી.

ગુરૂગ્રામ: દિવાળીની પૂર્વસંધ્યાએ એક યુવક હોંડા સિટી કારમાં ગિફ્ટ્સ વહેંચવા નીકળ્યો હતો. રાજીવચોક ફ્લાયઓવર પર કારમાં જોરદાર ધમાકા સાથે આગ લાગી ગઈ. જીવ બચાવવા માટે યુવક ચાલુ ગાડીમાંથી કૂદી ગયો. સળગતી કાર લગભગ 500 મીટર સુધી એક્સપ્રેસ-વે પર દોડતી રહી.

divyabhaskar.com

Nov 09, 2018, 02:45 PM IST

ગુરૂગ્રામ: દિવાળીની પૂર્વસંધ્યાએ એક યુવક હોંડા સિટી કારમાં ગિફ્ટ્સ વહેંચવા નીકળ્યો હતો. રાજીવચોક ફ્લાયઓવર પર કારમાં જોરદાર ધમાકા સાથે આગ લાગી ગઈ. જીવ બચાવવા માટે યુવક ચાલુ ગાડીમાંથી કૂદી ગયો. સળગતી કાર લગભગ 500 મીટર સુધી એક્સપ્રેસ-વે પર દોડતી રહી.

આ દરમિયાન વાયરલ વીડિયોમાં એક યુવક અન્ય ડ્રાઈવર્સને ચેતવણી આપતો જોવા મળ્યો, પરંતુ આગળ જઇને કારની ટક્કરથી એક રિક્ષા પલટી ગઈ. કાર ડ્રાઈવર રાકેશ બચી ગયો. સૂચના મળતાં ફાયર બ્રિગેડની ગાડીએ કારની આગ પર કાબૂ મેળવ્યો.

મંગળવારે રાતે થયો આ અકસ્માત

- ઘટના મંગળવાર રાતની છે. રાકેશ ચંદેલ નામનો યુવક ત્રણ વર્ષ જૂની હોંડાસિટી કાર લઈને ગિફ્ટ્સ વહેંચવા જઈ રહ્યો હતો. એક્સપ્રેસ-વે પર રાજીવચોકના ફ્લાયઓવર પર અચાનક કારમાં આગ લાગી ગઈ. રાકેશ આગ લાગવાની સાથે જ કારમાંથી કૂદી ગયો, પરંતુ કાર અતિશય સ્પીડમાં એક્સપ્રેસ-વે પર આગળ વધતી ગઈ.

- આ દરમિયાન એક યુવક અન્ય ડ્રાઈવર્સને સામેથી હટવા માટે ચેતવણી આપતો રહ્યો, પરંતુ ઉતાવળમાં કોઈ સમજી જ ન શક્યું કે આખરે થઈ શું રહ્યું છે. કેટલાક યુવકોએ કાર રોકવા માટે કારની આગળ ઇંટ-પથ્થર મૂક્યા, પરંતુ કાર અટકી નહીં અને સામે ઊભેલી રિક્ષામાં કાર અથડાઈ ગઈ જેનાથી રિક્ષા પલટી ખાઈ ગઈ.

X
સળગતી કાર લગભગ 500 મીટર સુધી એક્સપ્રેસ-વે પર દોડતી રહી.સળગતી કાર લગભગ 500 મીટર સુધી એક્સપ્રેસ-વે પર દોડતી રહી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી