મહાદેવના દાઝે છે પગ... એટલે જ ગામમાં નથી કરાતું હોલિકા દહન

સહારનપુરમાં એક એક એવું ગામ છે જ્યાં હોલિકા દહન નથી કરવામાં આવતું

divyabhaskar.com | Updated - Mar 01, 2018, 02:22 PM
Holika Dahan not performed in this village due to Lord Shiva

એક તરફ જ્યાં સમગ્ર દેશમાં હોલિકા દહન બાદ લોકો રંગ-ગુલાલના રંગોમાં રંગાઈને ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે જ સહારનપુરનું એક એવું ગામ છે, જ્યાં હોલિકા દહન નથી કરવામાં આવતું. ત્યાં સુધી કે આસપાસના ગામોમાં પણ હોલિકા દહન નથી કરવામાં આવતું. આ ગામના લોકોનું માનવું છે કે હોલિકા દહન કરવાથી તેમના ઈષ્ટ દેવ શંકરના પગ બળે છે, તેના કારણે અહીં હોલિકા દહન નથી કરવામાં આવતું.સહારનપુરના કસબા તીતરાની પાસે સ્થિત ગામ બરસીમાં ભગવાન શંકરનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. કહેવામાં આવે છે કે આ મંદિર મહાભારત સમયનું છે, જેને દૂર્યોધને બનાવ્યું હતું પરંતુ ભીમે પોતાની ગદાથી મંદિરના પ્રવેશદ્વારને ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ કરી દીધું હતું. મહાશિવરાત્રિ પર અહીં ત્રણ દિવસના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુ આવીને ગોળ અને કોળુ ચઢાવે છે.

સહારનપુરઃ એક તરફ જ્યાં સમગ્ર દેશમાં હોલિકા દહન બાદ લોકો રંગ-ગુલાલના રંગોમાં રંગાઈને ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે જ સહારનપુરનું એક એવું ગામ છે, જ્યાં હોલિકા દહન નથી કરવામાં આવતું. ત્યાં સુધી કે આસપાસના ગામોમાં પણ હોલિકા દહન નથી કરવામાં આવતું. આ ગામના લોકોનું માનવું છે કે હોલિકા દહન કરવાથી તેમના ઈષ્ટ દેવ શંકરના પગ દાઝી જાય છે, તેના કારણે અહીં હોલિકા દહન નથી કરવામાં આવતું.

મહાભારત કાળથી છે શિવ મંદિર


સહારનપુરના કસબા તીતરાની પાસે સ્થિત ગામ બરસીમાં ભગવાન શંકરનું પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. કહેવામાં આવે છે કે આ મંદિર મહાભારત સમયનું છે, જેને દૂર્યોધને બનાવ્યું હતું પરંતુ ભીમે પોતાની ગદાથી મંદિરના પ્રવેશદ્વારને ઉત્તરથી પશ્ચિમ દિશા તરફ કરી દીધું હતું. મહાશિવરાત્રિ પર અહીં ત્રણ દિવસના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુ આવીને ગોળ અને કોળુ ચઢાવે છે.

ત્રણ ગામોમાં નથી થતું હોલિકા દહન


અહીં બરસી ગામ ઉપરાંત પાસેના ગામ ઠોલ્લા અને બહલોલપુરના લોકોએ પણ પ્રાચીન કાળથી હોલિકા દહન કરવાનું બંધ કરી દીધું છે. આ ત્રણ ગામોમાં હોલિકા દહનનો પર્વ નથી ઉજવાતો. તેનું કારણ ગામથી જોડાયેલું ઐતિહાસિક શિવ મંદિરથી ગ્રામીણોની આસ્થા માનવામાં આવે છે.

ભગવાન શંકરના દાઝે છે પગ


ગ્રામીણોની માન્યતા છે કે જ્યારે હોલિકા દહન કરવામાં આવે છે તો જમીન ગરમ હોય છે અને જો શિવ મંદિરમાં બિરાજમાન ભગવાન શંકરને જમીન પર પગ મૂકવા પડે તો તેમના પગ દાઝી જશે, જેના કારણે ભગવાન શંકરને કષ્ટ પડશે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, હોલિકા દહન કર્યું તો પાક થઈ ગયો હતો બરબાદ..પરિણીત દીકરીઓ બીજા ગામમાં કરે છે હોળી પૂજન..

Holika Dahan not performed in this village due to Lord Shiva

હોલિકા દહન કર્યું તો પાક થઈ ગયો હતો બરબાદ

 

ગામ ઠોલ્લાના એક વૃદ્ધે જણાવ્યું કે ગામમાં એક વાર હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેના કારતણે ગામના ખેતરોમાં ઊભો પાક બળીને નષ્ટ થઈ ગયો હતો અને ગ્રામીણોને એક-એક દાણા માટે મથવું પડ્યું હતું. ગ્રામીણોએ તેને શિવનો ક્રોધ માની લીધો હતો અને ત્યારબાદ હોળી નથી ઉજવવામાં આવી.

 

આગળની સ્લાઇડમાં વાંચો, પરિણીત દીકરીઓ બીજા ગામમાં કરે છે હોળી પૂજન

Holika Dahan not performed in this village due to Lord Shiva

પરિણીત દીકરીઓ બીજા ગામમાં કરે છે હોળી પૂજન


બરસી ગામના ડો. યોગેશ યોગીએ જણાવ્યું કે ગામની જો પરિણીત દીકરી હોળી પર ગામમાં આવે છે અને હોળી પૂજન કરે છે તો તે બાજુના ગામ ટિકરોલીમાં જઈને હોલિકા પૂજન કરે છે. ગામના લોકો માને છે કે ગામ બરસીમાં કણે-કણમાં ભગવાન શંકરનો વાસ છે. ગામ વરસીમાં હોલિકા દહન ન કરવું એ દર્શાવે છે કે આ ગામના લોકોનો ભગવાન શંકર પ્રતિ અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. 

X
Holika Dahan not performed in this village due to Lord Shiva
Holika Dahan not performed in this village due to Lord Shiva
Holika Dahan not performed in this village due to Lord Shiva
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App