• Home
  • National News
  • Desh
  • હિમાચલ પ્રદેશ સ્કૂલ બસ અકસ્માત | Himachal Pradesh School bus accident 23 children died

23 બાળકોના મોત: કોઇને ખોળામાં-કોઇને ખભા પર લઇ જઇને બચાવ્યા, દર્દનાક ફોટાઓ

નૂરપુરના વજીર રામસિંહ પઠાણિયા હાઇ પબ્લિક સ્કૂલની બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી 27 લોકોના મોત થઇ ગયા

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 10:49 AM
ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે કોઇએ કોઇની રાહ જોયા વગર તેમને ઇલાજ માટે હોસ્પિટલની અંદર જ લઇ જવાનું યોગ્ય સમજ્યું હતું.
ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે કોઇએ કોઇની રાહ જોયા વગર તેમને ઇલાજ માટે હોસ્પિટલની અંદર જ લઇ જવાનું યોગ્ય સમજ્યું હતું.

નૂરપુરના વજીર રામસિંહ પઠાણિયા હાઇ પબ્લિક સ્કૂલની બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી 27 લોકોના મોત થઇ ગયા. તેમાં 23 બાળકો (13 છોકરાઓ, 10 છોકરીઓ), બે ટીચર્સ, એક ડ્રાઇવર અને એક મહિલા સામેલ છે જેણે બસમાં લિફ્ટ લીધી હતી. બસમાં કુલ 37 લોકો હતા. સોમવારે લગભગ 4.30 વાગે સ્કૂલ છૂટી ગયા પછી ખાનગી સ્કૂલની બસ બાળકોને ઘરે મૂકવા માટે જઇ રહી હતી. ચેલી ગામની નજીત સાંકડા રસ્તામાં એક મોટરસાયકલ વાળાને સાઇડ આપતી વખતે બસ અનિયંત્રિત થઇ ગઇ અને 200 ફૂટ ઊંડી ખાઇમાં જઇને પડી. અકસ્માતમાં બસ ડ્રાઇવર સેવાનિવૃત્ત સૈનિક મદનસિંહ સહિત 22 લોકોના સ્થળ પર જ મોત થઇ ગયા, જ્યારે બાકીના લોકોને ગંભીર હાલતમાં નૂરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

નૂરપુર (કાંગડા/પઠાણકોટ): નૂરપુરના વજીર રામસિંહ પઠાણિયા હાઇ પબ્લિક સ્કૂલની બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી 30 લોકોના મોત થઇ ગયા. તેમાં 27 બાળકો, બે ટીચર્સ, એક ડ્રાઇવર અને એક મહિલા સામેલ છે જેણે બસમાં લિફ્ટ લીધી હતી. બસમાં કુલ 37 લોકો હતા. સોમવારે લગભગ 4.30 વાગે સ્કૂલ છૂટી ગયા પછી ખાનગી સ્કૂલની બસ બાળકોને ઘરે મૂકવા માટે જઇ રહી હતી. ચેલી ગામની નજીત સાંકડા રસ્તામાં એક મોટરસાયકલ વાળાને સાઇડ આપતી વખતે બસ અનિયંત્રિત થઇ ગઇ અને 200 ફૂટ ઊંડી ખાઇમાં જઇને પડી. અકસ્માતમાં બસ ડ્રાઇવર સેવાનિવૃત્ત સૈનિક મદનસિંહ સહિત 22 લોકોના સ્થળ પર જ મોત થઇ ગયા, જ્યારે બાકીના લોકોને ગંભીર હાલતમાં નૂરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આ રીતે કાઢ્યા બાળકોને

- ગંભીર રીતે ઘાયલ 6 બાળકોનો ઇલાજ પઠાણકોટની અમનદીપ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યારે ચાર ઘાયલ વિદ્યાર્થીઓનો ઇલાત નૂરપુરની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. કુલ 10 બાળકોને પઠાણકોટ મોકલવામાં આવ્યા હતા, જેમાં ઇલાજ દરમિયાન 3ના મોત થઇ ગયા હતા.

- ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે બસ ખાઈમાં પડી તે દરમિયાન એક છોકરો તેમાંથી ઉછળીને બહાર પડી ગયો. તે જેમ-તેમ કરીને ઉપર પહોંચ્યો અને તેણે બૂમો પાડીને લોકોને ભેગા કર્યા.
- ત્યારબાદ સ્થાનિક લોકોએ ખાઇમાં ઉતરીને બાકીના બાળકોને બહાર કાઢ્યા.
- રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દુર્ઘટના પર દુઃખ દર્શાવીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ, ટીચર્સ અને ડ્રાઇવરના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની રાહત આપવાની પણ જાહેરાત કરી છે.

આગળની સ્લાઇડમાં વાંચો, એડમિશન લીધા પછી ઘણા બાળકો પહેલા જ દિવસે ગયા હતા સ્કૂલ, ઘણા ખુશ હતા

દરેક ખભો મદદ માટે તૈયાર.
દરેક ખભો મદદ માટે તૈયાર.

એડમિશન લીધા પછી ઘણા બાળકો પહેલા જ દિવસે ગયા હતા સ્કૂલ, ઘણા ખુશ હતા

 

- મળતી માહિતી પ્રમાણે, મોટાભાગના બાળકો એડમિશન લીધા પછી સોમવારે પહેલીવાર જ સ્કૂલે ગયા હતા. સ્કૂલેથી પાછા ફરતા તેઓ ઘણા ખુશ હતા, પરંતુ એક અકસ્માતે તેમની જિંદગી અને પરિવારની ખુશીઓ છીનવી લીધી. 

- અકસ્માતની જાણ થતાં જ બાળકોના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. ગામોમાં ચીસો અને શોરબકોર થઇ ગયો. ચારેબાજુ અંધાધૂંધીનો માહોલ હતો. 
- હોસ્પિટલમાં પણ ચારેબાજુ બાળકોની લાશો રાખી હતી અને ઘરવાળાઓ ચોધાર આંસૂએ રડી રહ્યા હતા. 
- ક્વાડા ગામના બે ભાઈઓના ચાર બાળકો આ અકસ્માતમાં માર્યા ગયા છે. બંને ભાઈઓને એક-એક દીકરી અને એક-એક દીકરો હતા. અકસ્માતની ખબર સાંભળીને તમામ બાળકોના માતા-પિતા તેમજ ગામનાલોકો સ્થળ પર પહોંચી ગયા.
- ક્વાડા ગામની બાળકી પલકના પિતા રાજેશ અને માની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઇ હતી. પોસ્ટમોર્ટમ હાઉસની બહાર પણ ગામલોકો અને પરિવારજનોની ભીડ જમા થઇ હતી. 

 

આગળની સ્લાઇડમાં વાંચો, 2015 મોડલની હતી સ્કૂલબસ 

અકસ્માત પછી આસપાસના લોકો બાળકોને બસની બહાર કાઢવા માટે પહોંચી ગયા, પરંતુ ઘાયલ બાળકો અને ટીચર્સને ઉલટી પડેલી બસમાંથી કાઢવામાં ઘણી જહેમત કરવી પડી.
અકસ્માત પછી આસપાસના લોકો બાળકોને બસની બહાર કાઢવા માટે પહોંચી ગયા, પરંતુ ઘાયલ બાળકો અને ટીચર્સને ઉલટી પડેલી બસમાંથી કાઢવામાં ઘણી જહેમત કરવી પડી.

2015 મોડલની હતી સ્કૂલબસ 

 

- ખાનગી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનના મેનેજર બિટ્ટુએ જણાવ્યું કે બસનું મોડલ 2015નું હતું, જેનું પાસિંગ 30 એપ્રિલ સુધી વેલિડ હતું. બસનું ઇન્શ્યોરન્સ માર્ચ 2018માં જ કરાવવામાં આવ્યું હતું.

- બસ ડ્રાઇવર મદન સિંહ (60) 13 વર્ષોથી સ્કૂલબસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે સેવાનિવૃત્ત થઇને ઘરે આવ્યો હતો. ઘરે આવતા જ તેમણે સ્કૂલબસ ચલાવવાની નોકરી શરૂ કરી હતી. 
- 35 વિદ્યાર્થીઓ ચક્કી દરિયાના કુઠેડા, સંગોતા, ક્યોડા તેમજ ઠેહડા ગામના હતા, જેમાંથી મોટાભાગના સોમવારે પહેલી જ વાર સ્કૂલે ગયા હતા. 

 

આગળની સ્લાઇડમાં વાંચો, બાઇકને સાઇડ આપી અને ત્યાંથી જ લથડી બસ

દુઃખી પરિવારજનો.
દુઃખી પરિવારજનો.

બાઇકને સાઇડ આપી અને ત્યાંથી જ લથડી બસ

 

- હોસ્પિટલમાં દાખલ થયેલા વિદ્યાર્થી રણવીરે જણાવ્યું કે, "બસ જ્યારે ચેલી પાસે પહોંચી તો એક બાઇક સવાર આવી રહ્યો હતો. બસે તેને સાઇડ આપી અને ત્યારબાદ બસ ઢાંકથી નીચે તરફ લથડી ગઇ. બસનો દરવાજો ખુલ્લો હોવાનો કારણે હું બહાર પડી ગયો. ત્યારબાદ લાકડીનો આધાર લઇને ઉપર પહોંચ્યો."

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ અકસ્માતની અન્ય તસવીરો

નૂરપુર હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલી 7મા ધોરણની વિદ્યાર્થિની કનિકા જેની બીજી બહેન નેહાનું મોત થઇ ગયું.
નૂરપુર હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલી 7મા ધોરણની વિદ્યાર્થિની કનિકા જેની બીજી બહેન નેહાનું મોત થઇ ગયું.
35 વિદ્યાર્થીઓ ચક્કી દરિયાના કુઠેડા, સંગોતા, ક્યોડા તેમજ ઠેહડા ગામના હતા, જેમાંથી મોટાભાગના સોમવારે પહેલી જ વાર સ્કૂલે ગયા હતા.
35 વિદ્યાર્થીઓ ચક્કી દરિયાના કુઠેડા, સંગોતા, ક્યોડા તેમજ ઠેહડા ગામના હતા, જેમાંથી મોટાભાગના સોમવારે પહેલી જ વાર સ્કૂલે ગયા હતા.
આ બંને બહેનો સોમવારે ઘરેથી સાથે આવી હતી અને સ્કૂલમાંથી પણ બસમાં સાથે બેઠી હતી.
આ બંને બહેનો સોમવારે ઘરેથી સાથે આવી હતી અને સ્કૂલમાંથી પણ બસમાં સાથે બેઠી હતી.
અકસ્માત પછી બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. એવું લાગી રહ્યું હતું જાણે કોઇ ટીનની ચાદર પડી છે.
અકસ્માત પછી બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. એવું લાગી રહ્યું હતું જાણે કોઇ ટીનની ચાદર પડી છે.
X
ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે કોઇએ કોઇની રાહ જોયા વગર તેમને ઇલાજ માટે હોસ્પિટલની અંદર જ લઇ જવાનું યોગ્ય સમજ્યું હતું.ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા ત્યારે કોઇએ કોઇની રાહ જોયા વગર તેમને ઇલાજ માટે હોસ્પિટલની અંદર જ લઇ જવાનું યોગ્ય સમજ્યું હતું.
દરેક ખભો મદદ માટે તૈયાર.દરેક ખભો મદદ માટે તૈયાર.
અકસ્માત પછી આસપાસના લોકો બાળકોને બસની બહાર કાઢવા માટે પહોંચી ગયા, પરંતુ ઘાયલ બાળકો અને ટીચર્સને ઉલટી પડેલી બસમાંથી કાઢવામાં ઘણી જહેમત કરવી પડી.અકસ્માત પછી આસપાસના લોકો બાળકોને બસની બહાર કાઢવા માટે પહોંચી ગયા, પરંતુ ઘાયલ બાળકો અને ટીચર્સને ઉલટી પડેલી બસમાંથી કાઢવામાં ઘણી જહેમત કરવી પડી.
દુઃખી પરિવારજનો.દુઃખી પરિવારજનો.
નૂરપુર હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલી 7મા ધોરણની વિદ્યાર્થિની કનિકા જેની બીજી બહેન નેહાનું મોત થઇ ગયું.નૂરપુર હોસ્પિટલમાં ઇલાજ કરાવી રહેલી 7મા ધોરણની વિદ્યાર્થિની કનિકા જેની બીજી બહેન નેહાનું મોત થઇ ગયું.
35 વિદ્યાર્થીઓ ચક્કી દરિયાના કુઠેડા, સંગોતા, ક્યોડા તેમજ ઠેહડા ગામના હતા, જેમાંથી મોટાભાગના સોમવારે પહેલી જ વાર સ્કૂલે ગયા હતા.35 વિદ્યાર્થીઓ ચક્કી દરિયાના કુઠેડા, સંગોતા, ક્યોડા તેમજ ઠેહડા ગામના હતા, જેમાંથી મોટાભાગના સોમવારે પહેલી જ વાર સ્કૂલે ગયા હતા.
આ બંને બહેનો સોમવારે ઘરેથી સાથે આવી હતી અને સ્કૂલમાંથી પણ બસમાં સાથે બેઠી હતી.આ બંને બહેનો સોમવારે ઘરેથી સાથે આવી હતી અને સ્કૂલમાંથી પણ બસમાં સાથે બેઠી હતી.
અકસ્માત પછી બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. એવું લાગી રહ્યું હતું જાણે કોઇ ટીનની ચાદર પડી છે.અકસ્માત પછી બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ. એવું લાગી રહ્યું હતું જાણે કોઇ ટીનની ચાદર પડી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App