તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Helpline Number To Get Rid Of Addiction To Be Printed On Tobacco Items Alongwith Warning

તમાકુ ઉત્પાદનો પર ચેતવણી સાથે નશામુક્તિ હેલ્પલાઇન નંબર પણ છાપવો પડશે, આગામી મહિનાથી નવો નિયમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે તમાકુ ઉત્પાદનોમાં છપાતી ચેતવણી માટે ગાઇડલાઇન્સ જાહેર કરી. તેમના જણાવ્યા પ્રમાણે, તમાકુ ઉત્પાદનો પર ચેતવણીની સાથે-સાથે નશામુક્તિ હેલ્પલાઇન નંબર પણ છાપવો પડશે. નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. તમાકુ છોડવાની કોશિશ કરી રહેલા લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર છાપવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. 

 

'તમાકુ અત્યારે જ છોડો, કોલ કરો 1800-11-2356' ની ચેતવણી પણ છાપવી પડશે

 

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે- તમાકુ ઉત્પાદનો પર 'તમાકુથી કેન્સર થાય છે' અને 'તમાકુ દર્દનાક મોતનું કારણ બને છે' , આ ચેતવણી છાપવાની રહેશે. આ ઉપરાંત, 'તમાકુ અત્યારે જ છોડો, કોલ કરો 1800-11-2356' ની ચેતવણી પણ તસવીર સાથે છાપવાની રહેશે. ચેતવણીના બે સેટ જાહેર કરવામાં આવ્યા છે. પહેલો સેટ 12 મહિના માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારબાદ સપ્ટેમ્બર 2019થી બીજા સેટની તસવીરોનો ઉપયોગ કરવામાં આવશે. 

 

તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે 46 ટકા અભણ લોકો

 

- સરકારે 2014માં તમાકુ ઉત્પાદનોના પેકેટના 85% હિસ્સા પર ચેતવણી છાપવાનો નિયમ બનાવ્યો હતો. ત્યારબાદ કર્ણાટક હાઇકોર્ટે તમાકુ ઉત્પાદનોના 40% હિસ્સા પર ચેતવણી છાપવાનો આદેશ આપ્યો. આ ફેંસલા વિરુદ્ધ દાખલ થયેલા અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં 85% હિસ્સા પર કાયદાકીય ચેતવણી જાહેર કરવાનો આદેશ આપ્યો. 

અન્ય સમાચારો પણ છે...