ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Helpless father cried before SSP said my children are not safe at Indore MP

  SSP સામે રડી પડ્યો પિતા- ગુંડાઓને લીધે બાળકોને રાખું છું તાળાબંધ, દીકરીની સ્કૂલ છૂટી

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 12:30 PM IST

  અયોધ્યાપ્રસાદે જણાવ્યું કે, ઘરની બહાર સડક પર 10-12 બદમાશો ઊભા રહી જાય છે અને ખુલ્લેઆમ યુવતીઓની છેડતી કરે છે
  • અયોધ્યાપ્રસાદે જણાવ્યું કે, દીકરાઓને રસ્તામાં અટકાવીને, ચપ્પુ બતાવીને મારી હત્યા કરવાનું કહીને ગાંજો અને દારૂ પીવાનું દબાણ કરે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અયોધ્યાપ્રસાદે જણાવ્યું કે, દીકરાઓને રસ્તામાં અટકાવીને, ચપ્પુ બતાવીને મારી હત્યા કરવાનું કહીને ગાંજો અને દારૂ પીવાનું દબાણ કરે છે.

   ઇંદોર: પશ્ચિમ ઝોન-2ના એએસપી વાહિની સિંહની સામે દ્વારકાપુરી વિસ્તારના પંડિત અયોધ્યા પ્રસાદે પાંડેયે પોતાની વ્યથા કથા વર્ણવી. તેમણે કહ્યું, 'મેડમ હું ક્ષેત્રના ગુંડાઓ અને તેમની ગેંગના 10-12 બદમાશોથી પરેશાન છું. તેમણે પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું છે. જ્યારે પણ ઘરની બહાર નીકળીએ તો બાળકોને ઘરમાં બંધ કરી બહાર તાળું લગાવીને જઇએ છીએ. દીકરીઓનું સ્કૂલે જવાનું બંધ થઇ ગયું છે. ઘરમાં અશ્લીલ પુસ્તકો અને ફોટાઓ ફેંકે છે, પથ્થરો મારે છે અને નાના બાળકોને કાગળમાં ગંદી વાતો લખીને ઘરે પહોંચાડે છે. દીકરીઓ એટલી ડરી ગઇ છે કે ઘરની બહાર જ નથી નીકળતી.'

   દીકરીઓની ખુલ્લેઆમ છેડતી કરે છે

   - અયોધ્યાપ્રસાદે જણાવ્યું કે, ઘરની બહાર સડક પર 10-12 બદમાશો ઊભા રહી જાય છે અને ખુલ્લેઆમ યુવતીઓની છેડતી કરે છે, ભદ્દી કમેન્ટ્સ કરે છે. દીકરીઓનું સ્કૂલે જવું પણ છૂટી ગયું છે.

   - દીકરાઓને રસ્તામાં અટકાવીને, ચપ્પુ બતાવીને મારી હત્યા કરવાનું કહીને ગાંજો અને દારૂ પીવાનું દબાણ કરે છે.
   - અમે ઘરે ન હોઇએ ત્યારે અશ્લીલ ફોટાઓ, પુસ્તકો અને નાના બાળકોના હાથે અશ્લીલ પત્રો ઘરમાં મારી દીકરીઓને મોકલે છે. કહે છે કે પોલીસને ફરિયાદ કરી તો મારી નાખીશું.
   - રાતે સ્પીડમાં ઘરની આસપાસ ગાડીઓમાં ચક્કર લગાવે છે અને શાંતિથી સૂવા પણ નથી દેતા. અમે ફરિયાદ લઇને દ્વારકાપુરી પોલીસ પાસે પણ ગયા, પરંતુ કોઇ સુનાવણી ન થઇ.
   - અયોધ્યાપ્રસાદ ગુંડાઓ (બલ્લુ ધોબી, સુજીત લોધી)થી એટલા ત્રાસી ચૂક્યાં છે કે એએસપી સામે ચોધાર આંસૂએ રડવા લાગ્યા.

   ત્રણ વાર પોલીસને ફરિયાદ કરી

   - અયોધ્યાપ્રસાદે એએસપીને જણાવ્યું, તેમણે ત્રણવાર દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી. એકવાર પહોંચ્યા ત્યારે કહ્યું કે સાહેબ મેચમાં ગયા છે. બીજીવાર ગયા તો બોલ્યા- સાહેબ આખી રાત પેટ્રોલિંગમાં હતા. ફરી ક્યારેક આવજો.

   - ત્રીજીવાર વાહિનીએ તાત્કાલિક દ્વારકાપુરી ટીઆઇ દેવેન્દ્ર કુમારને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે.
   - બીજી બાજુ પાંડેયની પરેશાનીને લઇને સર્વ બ્રાહ્મણ સમાજના પૂર્વ અધ્યક્ષ સંદીપ જોશી તેમજ સાથીઓએ એક વિજ્ઞાપન પોલીસને સોંપ્યું છે. તેમાં માંગ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા ગુંડાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. એક વૃદ્ધ પિતા એકલો 10-12 ગુંડાઓનો સામનો ન કરી શકે. તેમના બાળકોને સુરક્ષા આપો.

   પાંચ આરોપીઓ પર કેસ નોંધાયો, 2ની ધરપકડ

   - એએસપી વાહિની સિંહના નિર્દેશ પર અન્નપૂર્ણમા સીએસપી એકેએસ તોમરે દ્વારકાપુરી પોલીસ સ્ટેશનમાં પંડિતની મોટી દીકરીની ફરિયાદના આધારે બલ્લૂ વર્મા, સુજીત વર્મા, કલ્લુ સોલંકી, પ્રાંજલ શર્મા અને મનીષ પર છેડતી, ધમકી અને પરેશાન કરવાનો કેસ નોંધ્યો છે.

   - બે આરોપીઓ બલ્લૂ અને સુજીતની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તેમના અન્ય સાથીઓની શોધમાં ટીમો લાગી છે.

  • દીકરીઓનું સ્કૂલે જવું પણ છૂટી ગયું છે. (પ્રતીકાત્મક)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીઓનું સ્કૂલે જવું પણ છૂટી ગયું છે. (પ્રતીકાત્મક)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Helpless father cried before SSP said my children are not safe at Indore MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `