તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખરાબ હવામાનના કારણે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા પર બ્રેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સતત બે દિવસ વરસાદના કારણે અમરનાથ સ્થગિત કરી દેવામાં આવી હતી. 28 તારીખે શરૂ થયેલી અમરનાથ યાત્રામાં પ્રથમ દિવસે 1007 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતી. પરંતુ વરસાદના કારણે 29 જૂને યાત્રા અટકાવવામાં આવી હતી. 30 જૂને ખરાબ વાતાવરણના કારણે પહેલા શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર જ રોકવામાં આવ્યા હતા પરંતુ બપોરે આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. 

 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઘણી જગ્યાએ ભુસ્ખલનના કારણે કાલી માતા ટ્રેક ખરાબ થઈ ગયો છે. તેના કારણે બાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. 28 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે પરંતુ અહીં પહેલાં જ દિવસથી વરસાદ શરૂ થઈ ગયો છે.

 

પવિત્ર ગુફા સુધીનો 100 મીટર ટ્રેક ધોવાઈ ગયો


સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવિત્ર ગુફા સુધી પહોંચવા માટેનો તેની આગળનો 100 મીટર ટ્રેક ધોવાઈ ગયો છે. આ સિવાય નાના નાના તળાવો પણ છલકાઈ ગયા છે. અમરનાથ શરૂ થઈ તેના પહેલાં દિવસથી વાતાવરણ ખરાબ હોવાથી અહીં શ્રદ્ધાળુઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં પહેલાં દિવસે માત્ર 1007 શ્રદ્ધાળુઓ ગુફા મંદિરમાં બાબા બરફાનીના દર્શન કરી શક્યા છે.

 

હજી થોડા દિવસ વાતાવરણ ખરાબ રહેવાની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ થોડા દિવસ સુધી વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે. જોકે ખરાબ વાતાવરણ અને આતંકીઓનો ડર હોવા છતા ક્ષદ્ધાળુઓ દર્શન કરવા માટે અડગ છે. 60 દિવસની આ યાત્રા માટે અત્યાર સુધી 2 લાખ શ્રદ્ધાળુઓ તેમનું બુકિંગ કરાવી ચૂક્યા છે. આ યાત્રા 26 ઓગસ્ટે પૂરી થશે.

 

અન્ય સમાચારો પણ છે...