Home » National News » Latest News » National » 13 રાજ્યોમાં 3 દિવસ સુધી તોફાની વરસાદનો ખતરો | Heavy Rain And Dusty Storm Alert After Forecast

રાજસ્થાનમાં ફરી આંધી: 13 રાજ્યોમાં 3 દિવસ સુધી આંધી-વરસાદનો ખતરો

Divyabhaskar.com | Updated - May 08, 2018, 10:01 AM

હવામાન વિભાગે આ ફેરફાર પાછળ પશ્ચિમી ડિસ્ટર્બન્સની વધતી અસર અને સામાન્ય કરતા વધારે તાપમાનને કારણભૂત ગણાવ્યા છે.

 • 13 રાજ્યોમાં 3 દિવસ સુધી તોફાની વરસાદનો ખતરો | Heavy Rain And Dusty Storm Alert After Forecast
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હી: 13 રાજ્યોમાં 3 દિવસ સુધી જોરદાર વરસાદ અને તોફાની વાવાઝોડાના એલર્ટ વચ્ચે સોમવારે સાંજે રાજસ્થાનના બિકાનેરમાં ફરી ધૂળ સાથે આંધી આવી હતી. દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટે હવામાન વિભાગને ભલામણ કરી છે કે હવામાનમાં ફેરફારની ચેતવણી 3 કલાક પહેલા આપવામાં આવે. હવામાન વિભાગે આ ફેરફાર પાછળ પશ્ચિમી ડિસ્ટર્બન્સની વધતી અસર અને સામાન્ય કરતા વધારે તાપમાનને કારણભૂત ગણાવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે હરિયાણાની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 7 અને 8 મેના રોજ રજા જાહેર કરી દેવામાં આવી છે. 2 મેના રોજ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત લગભગ 14 રાજ્યોમાં તીવ્ર આંધી તૂફાનથી 125 લોકો માર્યા ગયા હતા. જ્યારે 300 લોકોને ઇજા પહોંચી હતી. હવામાનમાં આવતા ઝડપી બદલાવ પર DainikBhaskar.comએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો કે સતીદેવી સાથે વાતચીત કરી હતી.

  પ્રશ્નઃ વાતાવરણમાં આ ફેરફાર કેમ થઇ રહ્યો છે?


  જવાબઃ ગરમીની મોસમાં આવો ફેરફાર થાય છે. પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધી છે. હરિયાણાની ઉપર હવાનું દબાણ બન્યું છે. સંબંધિત વિસ્તારોમાં તાપમાન પણ સામાન્ય કરતા વધારે છે. અહીં ઉપરી હવામાં ભેજ પણ પૂરતો છે. તેથી આ હાલત પેદા થઇ છે.

  પ્રશ્નઃ આગળ ક્યાં સુધી આવી શક્યતા રહેશે?


  જવાબઃ અમે દર ત્રણ દિવસ માટે વોર્નિંગ જાહેર કરીએ છીએ. આજે (સોમવાર)થી આ વોર્નિંગ આવતા 3 દિવસ માટે છે. મંગળવારે તેની સમીક્ષા થશે. કોઇ ફેરફાર જણાશે તો ફરી આગલા ત્રણ દિવસ માટે લંબાવવામાં આવશે.

  પ્રશ્નઃ મોસમમાં આવેલા ફેરફારથી ચોમાસા પર અસર થશે?


  જવાબઃ ના, આનો ચોમાસા સાથે કોઇ સંબંધ નથી. આવો ફેરફાર આ સીઝનમાં થતો હોય છે.

  આ પહેલા ગૃહમંત્રાલય દ્વારા 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવામાન વિભાગની આગાહીઓના આધારે એલર્ટ રજૂ કર્યું છે. એલર્ટના આધારે હરિયાણામાં 7 અને 8મેના રોજ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

  આગળ વાંચો... આગાહી મુજબ ક્યાં પડી શકે છે વરસાદ અને કરા...

 • 13 રાજ્યોમાં 3 દિવસ સુધી તોફાની વરસાદનો ખતરો | Heavy Rain And Dusty Storm Alert After Forecast

  અહીં પડી શકે છે વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા


  - જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પણ બરફના કરા પડવાની આગાહી કરવામાં આવી છે.
  - દિલ્હી અને ચંદીગઢમાં પણ વાવઝોડું આવવાની શક્યતા છે. 

   

  ડિઝાસ્ટર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી એડ્વાઈઝરી


  - એલર્ટ રહો પરંતુ અફવાઓ પર ધ્યાન ન આપો
  - ચુલો અને અન્ય કોઈ જગ્યાએ આગ સળગતી હોય તો તે ઓલવી દો
  - સાંજે જલદી ઘરે પહોંચી જવું
  - ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના પ્લગ કાઢી દેવા. છત પર ભારે સામાન ન રાખવો.
  - ઝાડ અને થાંભલાથી દૂર રહેવું

   

  ભારતમાં આવી શકે છે સુનામી


  - આગામી સમયમાં ભારતમાં સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસ (આઈએનસીઓઆઈએસ)એ આ વિશે એક મોડલ ડેવલપ કર્યું છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયછી સંબદ્ધ આઈએનસીઓઆઈએસના ડિરેક્ટર એસએસસી શેનોયે આ વિશે માહિતી આપી છે. 
  - 26 ડિસેમ્બર 2004માં આવેલા સુનામી પછી ભારતમાં લેવલ-3ના સુનામીની ચેતવણી સિસ્ટમ લગાવવામાં આવ્યું હતું. આ સિસ્ટમથી પહેલાંથી જ લોકોને સુનામી આવવાની ચેતવણી આપી શકાય છે.જેથી લોકો એલર્ટ થઈ જાય.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ