Home » National News » Latest News » National » Heat wave alert in 7 states temprature is high in many cities of many states

9 રાજ્યોમાં દઝાય તેવી ગરમી, અનેક શહેરોમાં પારો 45ને પાર, 7 રાજ્યોમાં લૂ એલર્ટ

Divyabhaskar.com | Updated - May 28, 2018, 11:53 AM

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના મોટાભાગના હિસ્સાઓમાં દાઝી જવાય તેવી ગરમી પડી રહી છે

  • Heat wave alert in 7 states temprature is high in many cities of many states
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમદાવાદમાં રવિવારે પારો 44.8 ડિગ્રી નોંધવામાં આવ્યો.

    ભોપાલ/નવી દિલ્હી: મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના મોટાભાગના હિસ્સાઓમાં દાઝી જવાય તેવી ગરમી પડી રહી છે. આખા ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સાઓ લૂની અસર હેઠળ છે. હવામાન વિભાગ પ્રમાણે, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સાઓમાં આગામી 2-3 દિવસ સુધી લૂની અસર રહેશે. ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઇ ઘટાડો થવાનું અનુમાન નથી. હવામાન વિભાગે લૂનું એલર્ટ જાહેર કર્યું છે.

    મધ્યપ્રદેશના 16 શહેરોમાં પારો 45ને પાર, ખજૂરાહો 47.20, સૌથી ગરમ

    - અતિશય લૂના ત્રીજા દિવસે ભોપાલમાં તાપમાનમાં 0.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો. અહીંયા પારો 45.3 ડિગ્રી પર પહોંચી ગયો.

    - આખા રાજ્યમાં ખજૂરાહો ફરી સૌથી વધુ ગરમ રહ્યું. ત્યાં દિવસનું તાપમાન 47.20 ડિગ્રી નોંધવામાં આવ્યું. જણાવવામાં આવ્યું કે દેશમાં સૌથી ગરમ સ્થળ હતું. જોકે,

    રાજસ્થાનના બૂંદીમાં તહેસીલ કાર્યાલય પ્રમાણે, રવિવારે સૌથી વધુ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ઝાલાવાડ અને બારાંમાં પણ તાપમાન 48 ડિગ્રી જણાવવામાં

    આવ્યું.
    - ભયંકર ગરમીમાં પરિસ્થિતિ એવી છે કે 16 શહેરોમાં પારો 45-46 ડિગ્રી કે તેનાથી પણ વધારે રહ્યો.
    - હવામાન વિભાગ પ્રમાણે, રવિવારે રાજગઢમાં પારો 46 અને રાયસેનમાં 45 ડિગ્રી નજીક પહોંચી ગયો.
    - હવામાન વૈજ્ઞાનિક એસ.કે. નાયકે જણાવ્યું કે મંગળવાર સુધી હવાનું વલણ પૂર્વ તરફનું હોવાનું અનુમાન છે. તેનાથી હવમાનનો મિજાજ બદલાઈ શકે છે અને લોકોને

    ગરમીથી કંઇક રાહત મળી શકે છે.

  • Heat wave alert in 7 states temprature is high in many cities of many states
    ચંદીગઢના લોકોને રવિવારે સાંજે છવાયેલા વાદળાઓથી સામાન્ય રાહત મળી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ