Home » National News » Desh » Health of Bride spoiled due to high heat groom took her hospital on his shoulder

ગરમીથી દુલ્હનની તબિયત થઇ ખરાબ, ખભા પર લાદીને હોસ્પિટલ પહોંચ્યો વરરાજા

Divyabhaskar.com | Updated - May 15, 2018, 10:32 AM

એક નવપરિણીત દુલ્હન સાસરે પહોંચે તે પહેલાં જ હોસ્પિટલ પહોંચી ગઇ

 • Health of Bride spoiled due to high heat groom took her hospital on his shoulder
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ચક્કર આવતા બેભાન થઇ ગઇ દુલ્હન.

  કરૌલી (જયપુર): એક નવપરિણીત દુલ્હન સાસરે પહોંચે તે પહેલાં જ હોસ્પિટલ પહોંચી ગઇ. ગામલોકોએ જણાવ્યું કે શિવસિંહ મીણા શુક્રવારે જાન લઇને દુલ્હનના ગામ આવ્યો હતો. રાજીખુશી લગ્ન સંપન્ન થવા પર તે પોતાના સાસરેથી દુલ્હનને વિદાય કરાવીને શનિવારે પોતાને ગામ પાછો આવી રહ્યો હતો. આ દરમિયાન દુલ્હનની તબિયત ખરાબ થવા પર તેને નવી હોસ્પિટલ લાવવામાં આવી. ત્યારે તે દુલ્હનને પોતાના ખભા પર ઉઠાવીને હોસ્પિટલની અંદર સુધી લાવ્યો અને તેને ત્યાં દાખલ કરી. ડોક્ટરોએ તેની તપાસ કરીને જણાવ્યું કે ગરમીના કારણે તેની તબિયત ખરાબ થઇ છે.

  રાતે થયા હતા લગ્ન, સવારે થઇ વિદાય

  - રાજૌર ગામથી શિવસિંહની જાન આવી હતી. ગઇ રાતે લગ્નની તમામ વિધિઓ પૂરી થયા પછી દુલ્હન ગુડ્ડીને વિદાય કરવામાં આવી. શિવસિંહ સ્વિફ્ટ કારમાં બેસીને પોતાના ઘરે જવા રવાના થયો હતો.

  - રસ્તામાં ગરમીના કારણે દુલ્હનને ચક્કર આવી ગયા. તેણે ગાડી રોકી અને હોસ્પિટલની બહાર પહોંચ્યો, સ્ટ્રેચર વગેરે નહીં હોવાથી તે દુલ્હનને પોતાના ખભા પર ઉંચકીને હોસ્પિટલની અંદર લઇ ગયો.

  ડોક્ટર હતા નહીં, કમ્પાઉન્ડરોએ કર્યો ઇલાજ

  - શિવસિંહ જ્યારે દુલ્હનને લઇને હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં ડોક્ટર ન હતા. તેને થોડીવાર રાહ જોવી પડી. ત્યારબાદ કમ્પાઉન્ડર અશોકકુમાર મીણા તેમજ મનોજ શર્માએ દુલ્હન ગુડ્ડીને તપાસી.

  - તેમણે જણાવ્યું કે અતિશય ગરમીના કારમે તેની તબિયત બગડી છે. દવા આપીને થોડીવાર આરામ કરાવ્યો. ત્યારબાદ તેને રજા આપી દેવામાં આવી. પછી શિવસિંહ દુલ્હનને લઇને પોતાને ગામ જવા રવાના થયો.
  - હવામાન વિભાગના આંકડા પ્રમાણે, બે દિવસ ગરમી પછી વાદળા છવાશે અને વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાના આસાર છે.

 • Health of Bride spoiled due to high heat groom took her hospital on his shoulder
  પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ