ડીલ/ HCL 12,780 કરોડમાં અમેરિકન કંપની IBMના 7 સોફ્ટવેર ખરીદશે, કંપનીની સૌથી મોટી ડીલ

સિક્યોરીટીથી લઇ અલગ અલગ કામ માટેના સોફ્ટવેર ખરીદશે

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 11:25 AM
HCL Technologies to acquire select 7 IBM software products for 12780 crores

- એચસીએલ ટેક દેશની ત્રીજા નબંરની સૌથી મોટી આઈટી કંપની છે, માર્કેટ કેપ 1.40 લાખ કરોડ

- આઈબીએમ અમેરિકાની મુખ્ય આઈટી કંપની, માર્કેટ કેપ 7.99 લાખ કરોડ રૂપિયા

બેંગલુરુ: આઈટી કંપની એચસીએલ ટેક્નોલોજી 12780 કરોડ રૂપિયામાં અમેરિકન કંપની આઈબીએમની સાત સોફ્ટવેર પ્રોડક્ટ ખરીદશે. એચસીએલ દ્વારા જ આ માહિતી આપવામાં આપી છે. આ એચસીએલની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. આ ડીલ આવતા વર્ષના મધ્ય સુધીમાં પૂરી થવાની આશા છે. તે માટે રેગ્યુલેટર્સની મંજૂરી લેવી પડશે.

HCLનો સોફ્ટવેર સર્વિસ બિઝનેસ ગયા ક્વાર્ટરથી 21% વધ્યો

1. આઈબીએમ જે સાત સોફ્ટવેર વેચી રહ્યા છે તેમાં બિગફિક્સ, યૂનિકા અને કનેક્શંસ સામેલ છે. બિગફિક્સ સિક્યોર ડિવાઈઝ મેનેજમેન્ટ સાથે જોડાયેલું સોફ્ટવેર છે. યૂનિકા માર્કેટિંગ ઓટોમેશન અને કનેક્શંસ વર્કસ્ટ્રીમ કોલેબોપેશન પ્રોડક્ટ છે.


2. એચસીએલનો સોફ્ટવેર સર્વિસ બિઝનેસ જુલાઈ- સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 21 ટકા વધીને 8,711 કરોડ થયો હતો. બીજી બાજુ આઈબીએમના સોફ્ટવેર વેચાણમાં છેલ્લા થોડા મહિનાથી ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી કંપનીની ત્રિમાસિક ગાળાની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.


3. એચસીએલના પ્રેસિડન્ટ અને સીઈઓ સી. વિજયકુમારે કહ્યું કે, કંપનીની સિક્યોરિટી, માર્કેટિંગ અને ફોર્મસ સાથે જોડાયેલા સોફ્ટવેર હસ્તગત કરશે. તેનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને તેમાં એચસીએના સ્ટ્રેટજિક સેગમેન્ટ પણ સામેલ છે.


4. આઈબીએમ પણ અમેરિકન સોફ્ટવેર કંપની રેડ હેટને 34 અબજ ડોલરમાં ખરીદી રહી છે. તેમાં રેડ હેટનું દેવું પણ સામેલ છે. સોદો પૂરો કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

X
HCL Technologies to acquire select 7 IBM software products for 12780 crores
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App