Home » National News » Desh » High profile school killer becam a leading don in Haryana

હાઈ પ્રોફાઈલ સ્કૂલ કિલર કઈ રીતે બન્યો હરિયાણાનો ડોન?- ભારતના ટીનેજર્સમાં વધી રહ્યું છે ગુનાહિત માનસ

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 01:52 PM

11 નવેમ્બર, 2007નાં રોજ ગુડગાંવના રીયલ એસ્ટેટ ડીલરના 14 વર્ષના દીકરા આકાશે સ્કૂલમાં પોતાના ક્લાસમેટને ગોળી મારી હતી

 • High profile school killer becam a leading don in Haryana
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  11 નવેમ્બર, 2007નાં રોજ ગુડગાંવના રીયલ એસ્ટેટ ડીલરના 14 વર્ષના દીકરા આકાશ યાદવે પોતાના પિતાની 0.32 પોઈન્ટની ઈમ્પોર્ટેડ હેરીસન પિસ્તોલ લઈને સ્કૂલે ગયો હતો

  ગુડગાંવઃ 11 નવેમ્બર, 2007નાં રોજ ગુડગાંવના રીયલ એસ્ટેટ ડીલરના 14 વર્ષના દીકરા આકાશ યાદવે પોતાના પિતાની 0.32 પોઈન્ટની ઈમ્પોર્ટેડ હેરીસન પિસ્તોલ લઈને સ્કૂલે ગયો હતો. અને પોતાના ક્લાસમેટને ગોળી મારી દીધી હતી. જે બાદ જુવેનાઈલ કોર્ટે આકશને 3 વર્ષ માટે ઓબ્ઝર્વેશન હોમમાં રાખવાની સજા આપી હતી. આ ઘટનાને એક દશકો થઈ ગયો છે, ત્યારે 24 વર્ષનો આકાશ ક્રિમિનલ ગેંગનો લીડર બની ગયો છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં 2 વખત જેલ યાત્રા પણ કરી ચુક્યો છે.

  કિશોરવસ્થામાં વધતું જતું ગુનાકીય માનસ

  - 2007માં થયેલાં સ્કૂલ કૌભાંડનું પુનરાવર્તન 8 નવેમ્બર 2017નાં રોજ જોવા મળ્યું. જેમાં CBIએ તપાસ કરી 16 વર્ષના કિશોરને વિરૂદ્ધ ગુડગાંવની અન્ય એક ઈન્ટરનેશનલ સ્કૂલના 8 વર્ષના બાળકનું ગળું કાપવાનો દોષિ ગણ્યો છે.

  - સાડા ત્રણ માસથી આરોપી ફરીદાબાદના જુવેનાઈલ ઓબ્ઝર્વેશન હોમમાં છે.

  - આ પ્રકારની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થાય છે કે- કથિત હત્યા માટે નાની ઉંમરે કોણ પ્રેરણા આપે છે? કે તેની માનસિક હાલત જવાબદાર હોય છે?

  - જો કે 16 વર્ષની ઉંમરે કોઈ કિશોર હત્યાનો દોષિત જાહેર થાય તો તેના ભવિષ્યનું શું? આવો સવાલ કોઈજ પૂછતું નથી. જો કે આ માટે એક કારણ જ જવાબદાર હોય છે તે છે ભૂલ.

  આગળ વાંચો આકાશની ગુનાકિય સફર અંગે

 • High profile school killer becam a leading don in Haryana
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આકાશે સ્કૂલમાં પોતાના ક્લાસમેટને ગોળી મારી હતી (ફાઈલ)

  એક ભૂલથી અપરાધી સુધીની સફર

   

  - 11 નવેમ્બર, 2007નાં રોજ 9-45 કલાકે પ્રોપર્ટી ડીલર આઝાદસિંહ યાદવ મોર્નિગ વોક કરી પોતાના ઘરે પરત ફરે છે, અને ટીવી ટેબલનું ખાનું ખોલે છે જ્યાંથી પોતાની ગન ગુમ થયેલી હોવાનો ખ્યાલ આવે છે.

  - આઝાદસિંહે ગત સપ્તાહે જ ઈમ્પોર્ટેડ પિસ્તોલ એક ડીલર પાસેથી લીધી હોય છે, જેને પાંચ કાર્ટિજ સાથે લોડેડ જ રાખવામાં આવે છે.

  - ત્રણ વર્ષ પહેલાં જ યાદવે ભામરોલીમાંથી પોતાની પારિવારીક જમીન વેંચી પરિવાર સાથે ગુડગાંવ સેટલ થયાં હતા. જ્યાં તેમના 14 અને 11 વર્ષના બે દીકરાઓને ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા મુક્યા હતા. જેમાં આકાશ મોટો ભાઈ હતો.

  - આઝાદ સિંહે પોતાની પિસ્તોલ ગુમ થયાં હોવાની જાણ થયાં બાદ સૌથી પહેલાં તેને સ્કૂલમાં ફોન કર્યો હતો અને પોતાના પુત્રો સાથે વાત કરી હતી.

  - બંને પુત્રોએ ગુમ થયેલી પિસ્તોલ અંગે કોઈ જ ખ્યાલ ન હોવાનુ જણાવ્યું હતું.

  - આ ઘટના બાદ યાદવે વધુ તપાસ કરવાના બદલે જ્યોતિષનો સહારો લીધો હતો. જ્યાં જયોતિષે પોતાની ગુમ થયેલી વસ્તુ તેની જગ્યાએ આવી જશે તેમ જણાવ્યું હતું.

  - જે બાદ આકાશના પિતા સ્કૂલે ગયા હતા જ્યાં આકાશે તેના એક ક્લાસમેટને ગોળી મારી દીધી હતી.

   

  આગળ વાંચો પરિવારની છાવરવાની નીતિ અંગે

 • High profile school killer becam a leading don in Haryana
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આકાશ યાદવ

  ઠપકો આપવા બદલે બચાવવાની ખાતરી આપી

   

  - આકાશે, અભિષેક ત્યાગી નામના પોતાના ક્લાસમેટને બે ગોળી મારી હતી.

  - મૃતક અભિષેક ત્યાગીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેના પુત્રને માત્ર એટલાં માટે ગોળી મારી કારણ કે તે આકાશ કરતાં સ્પોર્ટસમાં સારો હતો.

  - જ્યારે કે આકાશની માતાએ કમલેશ યાદવે કહ્યું હતું કે અભિષેક તેના પુત્રની ગર્લફ્રેન્ડ સાથે બદમાશી કરી હતી.

  - આકાશના નાના ભાઈ સુમિતે જણાવ્યું કે આ ઘટના બાદ પિતા ચિંતામાં આવી ગયા હતા પરંતુ તેઓ આકાશને ઠપકો આપ્યો ન હતો પરંતુ તેને બચાવવાની ખાતરી આપી હતી.

   

  આગળ વાંચો શું ગેંગ્સ ઓફ ગુડગાંવ?

 • High profile school killer becam a leading don in Haryana
  સિમ્બોલિક ઈમેજ

  ગેંગ્સ ઓફ ગુડગાંવ

   

  - હરિયાણામાં હાલ 380 કેદીઓ ફરીદાબાદ જુવેનાઈલ ઓબર્ઝેવેશન હોમમાં છે. આ કેદીઓ અલગ અલગ ગુનામાં સંડોવાયેલાં છે.

  - વર્ષ 2012થી વાત કરીએ તો 290 ટીનેજર્સ મર્ડરના ગુનામાં, 150 હત્યાના પ્રયાસના ગુનામાં, 180 રેપ માટે, 176 નુકસાન પહોંચાડવા બદલ અને 120 લૂંટ કરવાના પ્રયાસમાં ગુનેગાર ઠરી ઓબર્ઝેવશન હોમમાં છે.

  - દેશમાં ફરીદાબાદ વર્ષ 2012થી ટોપ પર છે જ્યાંથી 860 ગુનેગારો ઓબર્ઝવેશન હોમમાં છે જ્યારે આ યાદીમાં 710 ગુનેગારને લઈને ગુડગાંવ બીજા નંબરે છે.

  - નાની ઉંમરે વધતી ગુનાકિય પ્રવૃતિ માટે સાયકોલોજીસ્ટ ડો. જોગેન્દર સિંહે કહ્યું કે, "મેં નોટિસ કર્યું છે કે જે બાળકો મોટા ભાગે એકલવાયા હોય છે, જેઓને પરિવાર તરફથી પૂરતી હુંફ કે સમય નથી મોટા ભાગના તેવાં બાળકોમાં ગુનાહિત માનસ વિકસે છે."

  - તો હરિયાણાના ચાઈલ્ડ પ્રોટેકશન ઓફિસર નિશા સૈનીએ જણાવ્યું કે, "બાળકોના ગુનાહિત માનસ માટે આજુબાજુનું વાતાવરણ પણ જવાબદાર હોય છે. જેવી કે ખરાબ કંપની, દારૂ અને ડ્રગ્સનું સેવન કરવું."

  - નિશાએ કહ્યું કે કેટલાંક બાળકોનું કાઉન્સેલિંગ કર્યું હતું જેમાંથી મોટા ભાગનાએ પોતે ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ