Home » National News » Desh » રોડ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત | Husband dies in Accident and Wife Injured in Haryana Ambala

પત્નીની સામે પતિનું થયું દર્દનાક મોત, તે ચીસો અને બૂમો પાડતી રહી પણ તે કંઈજ ન કરી શકી

Divyabhaskar.com | Updated - May 27, 2018, 02:11 PM

રાજેશ પોતાની પત્ની પ્રિયંકાને કોચિંગ સેન્ટર પર છોડવા આવ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી એક કારે ટક્કર મારી.

  • રોડ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત | Husband dies in Accident and Wife Injured in Haryana Ambala
    ટક્કર વાગતાં જ પ્રિયંકા ઉછળીને રસ્તા પર પડી અને કાર રાજેશની ઉપરથી પસાર થઈ ગઈ

    હરિયાણા: લાડવા-રાદૌર રોડ પર શુક્રવારે કાર-બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થઈ ગયું. મૃતકની ઓળખ રાજેશ કુમાર તરીકે થઈ. રાજેશ પોતાની પત્ની પ્રિયંકાને કોચિંગ સેન્ટર પર છોડવા આવ્યો હતો. જેઓ તે વળાંક પાસે પહોંચ્યો ત્યારે સામેથી આવી રહેલી એક કારે તેની બાઇકને ટક્કર મારી દીધી.

    પ્રિયંકા ઉછળીને દૂર પડી, પણ કાર રાજેશ ઉપરથી પસાર થઈ


    - ટક્કર વાગતાં જ પ્રિયંકા ઉછળીને રસ્તા પર પડી અને કાર રાજેશની ઉપરથી પસાર થઈ ગઈ. જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું.
    - આ ઘટનામાં પ્રિયંકા પણ ઘાયલ થઈ. રસ્તે જનારાઓની મદદથી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. માહિતી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. દુર્ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

    તેના પપ્પા ગુજરી ગયા તેવું મારા અંશને જણાવતા નહીં


    - પ્રિયંકાને જ્યારે ખબર પડી કે રાજેશ જીવિત નથી રહ્યો તો તે બેભાન થઈ ગઈ. ભાનમાં આવતા બૂમો પડીને કહેવા લાગી કે મારા દીકરા અંશને ન કહેતા કે તેના પપ્પાની સાથે આવું થઈ ગયું છે.
    - નહીં તો મારો અંશ સાઇકલ લઈને તેના પપ્પાને જોવા આવી જશે. પ્રિયંકાની આ સ્થિતિ જોઈ હાજર દરેકની આંખો ભરાઈ આવી.
    - પ્રિયંકાનું કહેવું છે કે રાજેશ એક મહિનાથી તેને રોડ લાડવા છોડવા આવતો હતો. કારણ કે લગભગ એક મહિના પહેલા લાડવા આવતા તે બસમાંથી પડીને ઘાયલ થઈ ગઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ