હરિયાણામાં 5 દિવસમાં 6 દુષ્કર્મની ઘટના, ADGએ કહ્યું- આ તો સમાજનો ભાગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હરિયાણા: લાગે છે કે, હરિયાણા સરકારને દીકરીઓની સુરક્ષા વિશે કોઈ ચિંતા જ નથી. અહીં એક પછી એક એમ પાંચ દિવસમાં છ રેપની ઘટના બની છે. ગઈ કાલે હરિયાણા સરકાર જ્યારે પદ્માવત પર બેન કરવાની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે જ ફેતહબાદમાંથી 20 વર્ષની યુવતી સાથે રેપની ઘટના સામે આવી છે. આ દરમિયાન હરિયાણાના  ADGPએ એક શરમજનક નિવેદન આપી દીધું છે. 

 

શું કહ્યું હરિયાના ADGPએ?

 

આ દરમિયાન હરિયાણામાં થયેલી રેપની ઘટનાઓ પર ADGPએ એક શરમજનક નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, રેપ તો સમાજનો હિસ્સો છે. આવી ઘટનાઓ આજથી નહીં પરંતુ ઘણાં સમયથી થતી આવી છે. આ નિવેદનથી હોબાળો થયા પછી તેમણે ખુલાસો પણ કરવો પડ્યો હતો. 

 

ઘરમાં ઘુસીને 20 વર્ષની યુવતી સાથે કર્યો રેપ


અહીં થતી એક પછી એક રેપની ઘટના બાદ તેમાં હવે ફતેહબાદનું નામ પણ જોડાઈ ગયું છે. 20 વર્ષની એક યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેના ઘરમાં ઘુસીને ગામના બે યુવકોએ તેની સાથે રેપ કર્યો છે. ઘટના સમયે પીડિતા ઘરે એકલી જ હતી તેનો લાભ લઈને ગામના યુવકોએ આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીને પકડવા માટે બે ખાસ ટીમ બનાવવામાં આવી છે પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. 

 

સાડા વર્ષની બાળકી સાથે 15 વર્ષના સગીરે કર્યો રેપ


અહીં એક રૂવાંડા ઊભી કરી દે તેવી પણ ઘટના સામે આવી છે. આરોપ છે કે, અહીં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે તેના પડોશમાં રહેતા 15 વર્ષના સગીરે રેપ કર્યો છે. બાળકીના માતા-પિતા મજૂર છે અને ઘટના સમયે તેઓ કામ પર ગયા હતા. તેમણે જ્યારે આવીને જોયુ ત્યારે તેમની બાળકી લોહી લૂહાણ હતી. માતા-પિતાએ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે ત્યાં પણ મેડિકલ રિપોર્ટના આધારે ખુલાસો થયો કે, તેમની દીકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે.  

આ દરમિયાન સ્થાનિક લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો છે. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં આરોપીને રજૂ કરીને તેને સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો છે. 

 

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત તસવીરો

અન્ય સમાચારો પણ છે...