• Home
  • National News
  • Desh
  • હિસ્ટ્રીશીટરે વરઘોડામાં ચલાવી ધડાધડ ગોળીઓ| Harsh Firing In Victory Procession Of HistorySheeter BAHUBALI

હિસ્ટ્રીશીટરે UP પોલીસને આપી ઓપન ચેલેન્જ, વરઘોડામાં ચાલી ધડાધડ ગોળીઓ

અલાહાબાદનો આ વીડિયો યુપીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વર્ણવી રહ્યો છે

divyabhaskar.com | Updated - Jun 01, 2018, 03:25 PM
બાહુબલી અભિષેક સિંહ સોનૂ જેલમાંથી મુક્ત થયા બાદ આયોજીત કરવામાં આવેલા સરઘસે પોલીસને કપરી સ્થિતિમાં મૂકી દીધી
બાહુબલી અભિષેક સિંહ સોનૂ જેલમાંથી મુક્ત થયા બાદ આયોજીત કરવામાં આવેલા સરઘસે પોલીસને કપરી સ્થિતિમાં મૂકી દીધી

ઉત્તર પ્રદેશની અલાહાબાદ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ નેતા બાહુબલી અભિષેક સિંહ સોનૂ જેલમાંથી મુક્ત થયા બાદ આયોજીત કરવામાં આવેલા સરઘસે પોલીસને કપરી સ્થિતિમાં મૂકી દીધી છે. એક તરફ પોલીસ એન્કાઉન્ટર કરીને ક્રિમિનલ્સમાં ડર ઊભો કરવાનો દાવો કરી રહી છે,

અલાહાબાદઃ ઉત્તર પ્રદેશની અલાહાબાદ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ નેતા બાહુબલી અભિષેક સિંહ સોનૂ જેલમાંથી મુક્ત થયા બાદ આયોજીત કરવામાં આવેલા સરઘસે પોલીસને કપરી સ્થિતિમાં મૂકી દીધી છે. એક તરફ પોલીસ એન્કાઉન્ટર કરીને ક્રિમિનલ્સમાં ડર ઊભો કરવાનો દાવો કરી રહી છે, બીજી તરફ આ બાહુબલીના સરઘસમાં જૌનપુરથી અલાહાબાદ સુધી તાબડતોબ ફાયરિંગે લોકોમાં ડર ઊભો કરી દીધો છે.

યુનિવર્સિટી કેમ્પસ આસપાસ કર્યું શક્તિ પ્રદર્શન

- આ વીડિયો યુપીમાં કાયદો અને વ્યવસ્થાની હકીકત રજૂ કરે છે. યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટ પર જીવલેણ હુમલાનો આરોપી અભિષેક સિંહ સોનૂ લાંબા સમયથી જેલમાં બંધ હતો. સોમવારે તેને જામીન મળ્યા.
- જૌનપુર જેલથી અલાહાબાદ સુધી તેને સરઘસના રૂપમાં લઈ જવામાં આવ્યો. તેના કાફલામાં 100થી વધુ ગાડીઓ હતી. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસની આસપાસ તેણે શક્તિ પ્રદર્શન કર્યું.
- આ મામલાનો વીડિયો સામે આવ્યા બાદ પોતાની હાંસી થતી જોઈને પોલીસે ફાયરિંગનો મામલો નોંધ્યો છે. પોલીસે સરઘસમાં સામેલ ગાડી માલિકોની વિરુદ્ધ પણ એક્શન લેવાની વાત કહી છે. પોલીસ અનુસાર, સરઘસ મંજૂરી વગર કાઢવામાં આવ્યું હતું.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

જાહેરમાં કર્યું ફાયરિંગ
જાહેરમાં કર્યું ફાયરિંગ
અલાહાબાદનો આ વીડિયો થયો વાયરલ
અલાહાબાદનો આ વીડિયો થયો વાયરલ
અલાહાબાદનો આ વીડિયો યુપીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વર્ણવી રહ્યો છે
અલાહાબાદનો આ વીડિયો યુપીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વર્ણવી રહ્યો છે
X
બાહુબલી અભિષેક સિંહ સોનૂ જેલમાંથી મુક્ત થયા બાદ આયોજીત કરવામાં આવેલા સરઘસે પોલીસને કપરી સ્થિતિમાં મૂકી દીધીબાહુબલી અભિષેક સિંહ સોનૂ જેલમાંથી મુક્ત થયા બાદ આયોજીત કરવામાં આવેલા સરઘસે પોલીસને કપરી સ્થિતિમાં મૂકી દીધી
જાહેરમાં કર્યું ફાયરિંગજાહેરમાં કર્યું ફાયરિંગ
અલાહાબાદનો આ વીડિયો થયો વાયરલઅલાહાબાદનો આ વીડિયો થયો વાયરલ
અલાહાબાદનો આ વીડિયો યુપીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વર્ણવી રહ્યો છેઅલાહાબાદનો આ વીડિયો યુપીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ વર્ણવી રહ્યો છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App