ચૂંટણી / EVMની વિશ્વસનિયતા ચકાસવા માટેની વિપક્ષોની ટીમમાં હરિપ્રસાદનું નામ જોઈ ચૂંટણી પંચ ભડક્યું

વર્ષ 2010માં મહારાષ્ટ્રથી ઇવીએમ ચોરી કરવાના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. (ફાઇલ)
વર્ષ 2010માં મહારાષ્ટ્રથી ઇવીએમ ચોરી કરવાના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. (ફાઇલ)
X
વર્ષ 2010માં મહારાષ્ટ્રથી ઇવીએમ ચોરી કરવાના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. (ફાઇલ)વર્ષ 2010માં મહારાષ્ટ્રથી ઇવીએમ ચોરી કરવાના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. (ફાઇલ)

  • 2010માં મહારાષ્ટ્રમાંથી EVM ચોરવાના આરોપ અંગે હરિપ્રસાદની ધરપકડ થઈ હતી
  • નેટ ઈન્ડિયાના MD આંધ્ર સરકારના ટેક્નિકલ એડવાઈઝર પણ છે

divyabhaskar.com

Apr 17, 2019, 07:01 PM IST
નવી દિલ્હીઃ EVMની વિશ્વસનિયતા ચકાસવા સંબંધિત વિપક્ષોની સમિતિમાં આંધ્રપ્રદેશ સરકારના ટેક્નિકલ એડવાઈઝર હરિપ્રસાદના નામ સામે ચૂંટણીપંચે ચોકડી મારી દીધી છે. કારણ કે હરિપ્રસાદ પર અગાઉ EVM ચોરવાનો આરોપ લાગેલો છે. જોકે, ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીના આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ગણાતાં હરિપ્રસાદ EVMને હજુ પણ ફૂલપ્રૂફ માનતાં નથી અને તેની સાથે ચેડાં થવાનું શક્ય હોવાનું દ્રઢતાપૂર્વક કહેતાં રહે છે. ચૂંટણીપંચે તેમના નામ સામે વાંધો લેવાથી હરિપ્રસાદ ફરીથી ચર્ચામાં આવ્યા છે. 
1. 2009માં ઇવીએમ હેક કરવા માટે આમંત્રણ
હરિપ્રસાદ  કહે છે કે, કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે ચેડાં શક્ય છે, પરંતુ આ માટે એક રસીદ હોવી જોઇએ. રસીદના આધારે જ આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે, તેનો દુરૂપયોગ નથી થયો. હરિપ્રસાદ  2009માં ઇવીએમના મુદ્દે સક્રિય છે. તેઓ ઇલેક્શન વૉચના કોઓર્ડિનેટર વીવી.રાવને ટેક્નિકલ સહાયતા પણ આપી ચૂક્યા છે. રાવે ઇવીએમ મુદ્દે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 
ચૂંટણી પંચે સપ્ટેમ્બર, 2009માં પોતાની સામે હરિપ્રસાદને ઇવીએમ હેક કરવા આમંત્રિત કર્યા હતા. પરંતુ ચૂંટણી પંચે હરિપ્રસાદ ની ટીમને પોતાનું કામ પુરૂં કરે તે અગાઉ જ અટકાવી દીધા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે કહ્યું કે, તેમની ટીમ ઇવીએમ હેક નથી કરી શકી. 
હરિપ્રસાદે દલીલ કરી હતી કે, પંચે તેઓને કામ પૂર્ણ કરવા જ નથી દીધું. તેઓએ આ આખી ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ જાહેર કરવાની પણ અપીલ કરી હતી. વીવી રાવે કહ્યું હતું કે, અમારાં કામમાં અવરોધ ઉભા કરવા માટે ભારતનું ચૂંટણી પંચ પોકળ દલીલો લઇને આવ્યું હતું કે, ઇવીએમ ખોલવાથી ઇસીઆઇએલની પેટન્ટનું ઉલ્લંઘન થશે. 
4. વર્ષ 2010માં હરિપ્રસાદની ધરપકડ
વર્ષ 2010માં મહારાષ્ટ્રથી ઇવીએમ ચોરી કરવાના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. હરિપ્રસાદ  29 એપ્રિલ 2010ના રોજ એક તેલગુ ચેનલ પર લાઇવ દર્શાવી રહ્યા હતા કે કેવી રીતે એક ઇવીએમ હેક કરી શકાય છે. જે ઇવીએમ પર હરિપ્રસાદ ડેમો આપી રહ્યા હતા, તેનો ઉપયોગ મહારાષ્ટ્ર ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. 
12 મે, 2010ના રોજ મહારાષ્ટ્રના રાજ્ય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પોલીસને આ અંગે ફરિયાદ કરી, ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો અને તેમની ધરપકડ થઇ. આ આખી ઘટનાને યાદ કરતા રાવે કહ્યું કે, 2009માં અમે ઇવીએમ સાથે સંબંધિત 50 સવાલોની સાથે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. તેમની તરફથી કોઇ જવાબ નહીં મળવાથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ઇવીએમ પર પર પહેલી અરજી દરમિયાન હરિપ્રસાદે અમને ટેક્નિકલ સહાયતા આપી હતી. 
કેટલાંક વિદેશી નિષ્ણાતોએ હરિપ્રસાદની સાથે કામ કર્યુ છે. અમે એક તેલગુ ચેનલ પર ઇવીએમને કેવી રીતે હેક કરી શકાય છે, તેનું લાઇવ કરી રહ્યા હતા. આ ઇવીએમ મહારાષ્ટ્રના એક વ્યક્તિએ અમને આપ્યુ હતું. આ મામલે બાદમાં હરિપ્રસાદની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેઓએ તેલગુ દેશમ પાર્ટી સાથે નિકટતા વધારી હતી. 
7. EVM સાથે ચેડાં શક્ય છે જઃ હરિપ્રસાદ
હરિપ્રસાદને 2010માં આ મુદ્દે સાન ફ્રાન્સિસ્કોની સંસ્થા ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશને તેઓને પાયનિયર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. મિશિગન યુનિવર્સિટીના ત્રણ પ્રતિનિધિઓ, હરિપ્રસાદ નેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચાર પ્રતિનિધિઓ અને નેધરલેન્ડના એક પ્રતિનિધિને આ પુરસ્કાર આપવામાં આવ્યો. 2010માં તેઓએ અમેરિકામાં આયોજિત કમ્પ્યૂટિંગ મશીનરી સમારંભના 17માં એસોસિએશનમાં 'ભારતના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના સુરક્ષા વિશ્લેષણ' પર એક પેપર પ્રકાશિત કર્યુ હતું. હરિપ્રસાદે પોતાના લિંક્ડઇન એકાઉન્ટ પર ઇવીએમના મુદ્દે પોતાનો બચાવ કર્યો હતો. 
પેપરમાં હરિપ્રસાદે લખ્યું, મેં સુરક્ષાના હેતુથી ઇવીએમનું પ્રથમ સ્વતંત્ર ઓડિટ કર્યુ છે. મને આ માટે જેલ મોકલવામાં આવ્યો, મારી વિરૂદ્ધ તપાસ કરવામાં આવી, મેં આ બધું જ એકલા સહન કરી લીધું જેથી જે લોકો મારી સાથે છે તેઓ બચી શકે. ઇવીએમના મુદ્દે એક વર્ષ સુધી ચૂંટણી પંચ પાસે મદદ માંગ્યા છતાં પણ કોઇ પરિણામ નથી મળ્યું. બાકી હું સાબિત કરી શકું તેમ છું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ચેડાં કરવાનું શક્ય છે. 
વર્તમાનમાં હરિપ્રસાદ આંધ્ર પ્રદેશ સરકારની વિભિન્ન ટેક્નિકલ પાસાઓ પર સક્રિય રીતે કામ કરી રહ્યા છે. તેઓ આંધ્ર પ્રદેશ ઇ-ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હતા અને આંધ્ર પ્રદેશની રિયલ-ટાઇમ ગવર્નન્સ કમિટીના ટેક્નિકલ એડવાઇઝર તરીકે કામ  કરી ચૂક્યા છે. હવે તેઓ એપી ફાઇબર ગ્રિડ પ્રોજેક્ટના ઇન-ચાર્જ છે અને ફાઇબર ગ્રિડની સાથે આંધ્ર પ્રદેશમાં કનેક્ટિવિટીના કામની દેખરેખ કરે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી