ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» હરદોઇમાં યોગીનું આગમન, ટોઇલેટની સફેદ ટાઇલ્સ પણ ભગવા રંગે રંગાઇ | Hardoi is colored with saffron even a toilet is not spared ahead of visit of Yogi

  હરદોઇમાં યોગીનું આગમન, ટોઇલેટની સફેદ ટાઇલ્સ પણ ભગવા રંગે રંગાઇ

  Divyabhaskar News | Last Modified - Jun 02, 2018, 03:54 PM IST

  આજે યોગી આદિત્યનાથ હરદોઇમાં આઠ કલાક મુલાકાત લેવાના છે. તેના માટે કાર્યક્રમના સ્થળ ઉપરાંત ટોઇલેટને પણ ભગવો રંગ લાગી ગયો.
  • આદિત્યનાથની હરદોઇ મુલાકાત પહેલા કાર્યક્રમના સ્થળ અને ટોઇલેટ સુદ્ધાં ભગવા રંગે રગાયા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આદિત્યનાથની હરદોઇ મુલાકાત પહેલા કાર્યક્રમના સ્થળ અને ટોઇલેટ સુદ્ધાં ભગવા રંગે રગાયા.

   નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુશ કરવા માટે અધિકારીઓ તેમની દરેક પસંદ અને નાપસંદનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. બિલ્ડિંગ, સોફા, ખુરશીઓ અને સ્કૂલ પછી એક પગલું આગળ વધીને અધિકારી હવે ટોયલેટ સુધી પહોંચી ગયા છે. આજે યોગી આદિત્યનાથ હરદોઇમાં આઠ કલાક મુલાકાત લેવાના છે. તેના માટે કાર્યક્રમના સ્થળ પર તો ભગવા પડદા લાગી ગયા છે, પરંતુ ટોઇલેટમાં લાગેલી ટાઇલ્સને પણ ભગવા રંગે રંગી નાખવામાં આવી છે.

   યોગીના કાર્યક્રમમાં ઊણપ ન રહે તે માટે તંત્રની જોરદાર તૈયારી

   શનિવારે હરદોઇમાં યોગીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટીતંત્ર જોરશોરથી દિવસ-રાત તૈયારીઓમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લગભગ આઠ કલાક જેટલો લાંબો સમય હરદોઇમાં વીતાવશે. તેથી કોઇ ઊણપ ન રહી જાય તે માટે વહિવટીતંત્રના અધિકારીઓ કોઇ કસર રાખવા નથી માગતા.

   ક્રાયક્રમ સ્થળે ભગવા પડદાં, ટોઇલેટની ટાઇલ્સો પણ ભગવી થઇ

   કાર્યક્રમના સ્થળને ભગવા કલરના પડદા લગાડવાની સાથે વહિવટીતંત્ર આયોજન સ્થળની સાફ-સફાઇ અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં લાગ્યું છે. આખા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પસંદગી અને નાપસંદગીનો ખાસ ખ્યાલ પ્રશાસનને છે, તેથી ટોઇલેટમાં લાગેલી સફેદ ટાઇલ્સને દૂર કરીને ફરી ભગવા રંગની ટાઇલ્સ લગાવી દેવામાં આવી છે.

   રાજ્યની સરકારી સ્કૂલોને પણ ભગવો લગાવ્યો હતો

   ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકાર બદલાઇ ત્યારથી જ લખનૌમાં સચિવાલયની સાથે સાથે તમામ સરકારી ઇમારતોને ભગવા રંગથી રંગી નાખવામાં આવી છે. સરકારી સ્કૂલોને પણ નથી છોડવામાં આવી. તેમને પણ ભગવા રંગ લગાવ્યો છે. તેના કારણે વિરોધપક્ષોએ યોગી સરકારની ટીકા પણ કરી હતી. જોકે, પછીથી ભૂલ સ્વીકારીને વહિવટીતંત્રે તેમને ફરી મૂળ રંગ લગાવ્યો.

  • યુપીના સીએમ યોગી આદિત્યનાથની હરદોઇમાં 8 કલાકની વિઝિટ..ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીના સીએમ યોગી આદિત્યનાથની હરદોઇમાં 8 કલાકની વિઝિટ..ફાઇલ ફોટો

   નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુશ કરવા માટે અધિકારીઓ તેમની દરેક પસંદ અને નાપસંદનું ખૂબ ધ્યાન રાખી રહ્યા છે. બિલ્ડિંગ, સોફા, ખુરશીઓ અને સ્કૂલ પછી એક પગલું આગળ વધીને અધિકારી હવે ટોયલેટ સુધી પહોંચી ગયા છે. આજે યોગી આદિત્યનાથ હરદોઇમાં આઠ કલાક મુલાકાત લેવાના છે. તેના માટે કાર્યક્રમના સ્થળ પર તો ભગવા પડદા લાગી ગયા છે, પરંતુ ટોઇલેટમાં લાગેલી ટાઇલ્સને પણ ભગવા રંગે રંગી નાખવામાં આવી છે.

   યોગીના કાર્યક્રમમાં ઊણપ ન રહે તે માટે તંત્રની જોરદાર તૈયારી

   શનિવારે હરદોઇમાં યોગીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટીતંત્ર જોરશોરથી દિવસ-રાત તૈયારીઓમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લગભગ આઠ કલાક જેટલો લાંબો સમય હરદોઇમાં વીતાવશે. તેથી કોઇ ઊણપ ન રહી જાય તે માટે વહિવટીતંત્રના અધિકારીઓ કોઇ કસર રાખવા નથી માગતા.

   ક્રાયક્રમ સ્થળે ભગવા પડદાં, ટોઇલેટની ટાઇલ્સો પણ ભગવી થઇ

   કાર્યક્રમના સ્થળને ભગવા કલરના પડદા લગાડવાની સાથે વહિવટીતંત્ર આયોજન સ્થળની સાફ-સફાઇ અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં લાગ્યું છે. આખા કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પસંદગી અને નાપસંદગીનો ખાસ ખ્યાલ પ્રશાસનને છે, તેથી ટોઇલેટમાં લાગેલી સફેદ ટાઇલ્સને દૂર કરીને ફરી ભગવા રંગની ટાઇલ્સ લગાવી દેવામાં આવી છે.

   રાજ્યની સરકારી સ્કૂલોને પણ ભગવો લગાવ્યો હતો

   ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકાર બદલાઇ ત્યારથી જ લખનૌમાં સચિવાલયની સાથે સાથે તમામ સરકારી ઇમારતોને ભગવા રંગથી રંગી નાખવામાં આવી છે. સરકારી સ્કૂલોને પણ નથી છોડવામાં આવી. તેમને પણ ભગવા રંગ લગાવ્યો છે. તેના કારણે વિરોધપક્ષોએ યોગી સરકારની ટીકા પણ કરી હતી. જોકે, પછીથી ભૂલ સ્વીકારીને વહિવટીતંત્રે તેમને ફરી મૂળ રંગ લગાવ્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હરદોઇમાં યોગીનું આગમન, ટોઇલેટની સફેદ ટાઇલ્સ પણ ભગવા રંગે રંગાઇ | Hardoi is colored with saffron even a toilet is not spared ahead of visit of Yogi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `