ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kerala Love Jihad Hadiya file Affidavit in Supreme Court

  કેરળ લવ જેહાદઃ હાદિયાએ SCમાં કહ્યું- હું શફીનની પત્ની તરીકે જ રહેવા માગું છું

  Divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 06:23 PM IST

  અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ એફિડેવીટ રજૂ કરી કહ્યું છે કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ જ રહેવા માંગે છે.
  • કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા (ફાઈલ)

   નવી દિલ્હીઃ કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ એફિડેવીટ રજૂ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ જ રહેવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે તે શફીન જહાંની પત્ની જ રહેવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. યુવતીના પિતા એમ અશોકને આરોપ લગાવ્યો હતો કે આ લેવ જેહાદનો મામલો છે. તેમની દીકરીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ 22 ફેબ્રુઆરીએ આ મામલામાં સુનાવણી કરશે.

   અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

   - સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચ કરી રહી છે.
   - 23 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે એનઆઈએને હાદિયા અને શફીનના લગ્નની માન્યતાની તપાસ કરવાનો અધિકાર નહીં મળે. હાઈકોર્ટે લગ્નને રદ કરી દીધા હતા.
   - મામલામાં કપિલ સિબ્બલ શફીન તરફથી રજૂઆત કરવા આવ્યા હતા. તેઓએ કેસની તપાસ કોઈ નિવૃત્ત જજથી કરાવવાની માંગ કરી. કેસની સુનાવણી કરી રહેલી પૂર્વ બેન્ચે આવો જ ઓર્ડર આપ્યો હતો.
   - હાદિયાના પિતાના વકીલ એ. રઘુનાથે કહ્યું કે, અમને આશા છે કે એનઆઈએ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કોર્ટે યુવતીને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તે સુરક્ષિત છે, એ ખુશીની વાત છે.

   સુપ્રીમ કોર્ટમાં પહેલાં શું થયું હતું?

   - 27 નવેમ્બરે હાદિયાના પતિ શફીન તરફથી વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, “જ્યારે હાદિયા અહીં હતી તો કોર્ટે NIAની બદલે તેની વાત સાંભળવી જોઈએ. તેને તેના જીવનના નિર્ણયો લેવાનો હક્ક છે.”

   - હાદિયાના પિતાના વકીલે કહ્યું હતું કે, “NIA દ્વારા શરૂઆતી રિપોર્ટ સબમિટ કરાયો છે. તેને જોઈ લેવો જોઈએ અને તે બાદ આગળની વાત જાણવી જોઈએ.”

   - આ પહેલાં NIA દ્વારા સુપ્રીમ કોર્ટમાં 100 પેજની તપાસ રિપોર્ટ પણ સોંપવામાં આવી છે.

   કોર્ટે હાદિયાને પૂછ્યું હતું કે શું તે અભ્યાસ ચાલુ રાખવા માંગે છે?

   - સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ દીપક મિશ્રાએ હાદિયાને પૂછ્યું કે, “શું તમે રાજ્ય સરકારના ખર્ચે તમારો અભ્યાસ યથાવત રાખવા માગો છો?”
   - જવાબમાં હાદિયાએ કહ્યું કે, “હું યથાવત રાખવા માંગુ છું પરંતુ રાજ્યના ખર્ચે નહીં કારણ કે મારા પતિ આ ખર્ચ ઉઠાવી શકે છે.”
   - આ પહેલાં હાદિયાએ કહ્યું હતું કે, “હું એક મુસ્લિમ છું, પતિની પાસે જવા માંગુ છું. કોઈ મારો ધર્મ બદલાવવા માટે દબાણ ન કરી શકે.”
   - સુપ્રીમ કોર્ટે હાદિયાને તેના અભિયાસ માટે તામિલનાડુના સલેમની એક કોલેજ લઈ જવાના આદેશ આપ્યાં હતા. સાથે જ આદેશ આપ્યાં હતા કોલેજે તેને હોસ્ટેલ ફેસિલિટ આપવી જોઈએ. હાદિયા હોમિયોપેથીનો કોર્ષ કરી રહી છે.
   - કોર્ટે તેને સિક્યોરિટી આપવાના પણ આદેશ આપ્યાં હતા. સલેમની હોમિયોપેથિક કોલેજના ડીનને હાદિયાએ કન્વીનર એપોઈન્ટ કર્યા હતા. હાદિયા તે વાતની પણ છૂટ અપાઈ હતી કે કોઈ પરેશાન થાય તો તે તેમનો સંપર્ક કરી શકે છે.

   આગળની સ્લાઈડમાં વાંચો શું છે સમગ્ર કેસ?

  • સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી CJI દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની બેંચ કરી રહી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી CJI દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની બેંચ કરી રહી છે

   નવી દિલ્હીઃ કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ એફિડેવીટ રજૂ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ જ રહેવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે તે શફીન જહાંની પત્ની જ રહેવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર 2016માં લગ્ન કર્યા હતા. યુવતીના પિતા એમ અશોકને આરોપ લગાવ્યો હતો કે આ લેવ જેહાદનો મામલો છે. તેમની દીકરીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ 22 ફેબ્રુઆરીએ આ મામલામાં સુનાવણી કરશે.

   અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

   - સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચ કરી રહી છે.
   - 23 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે એનઆઈએને હાદિયા અને શફીનના લગ્નની માન્યતાની તપાસ કરવાનો અધિકાર નહીં મળે. હાઈકોર્ટે લગ્નને રદ કરી દીધા હતા.
   - મામલામાં કપિલ સિબ્બલ શફીન તરફથી રજૂઆત કરવા આવ્યા હતા. તેઓએ કેસની તપાસ કોઈ નિવૃત્ત જજથી કરાવવાની માંગ કરી. કેસની સુનાવણી કરી રહેલી પૂર્વ બેન્ચે આવો જ ઓર્ડર આપ્યો હતો.
   - હાદિયાના પિતાના વકીલ એ. રઘુનાથે કહ્યું કે, અમને આશા છે કે એનઆઈએ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કોર્ટે યુવતીને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તે સુરક્ષિત છે, એ ખુશીની વાત છે.

   સુપ્રીમ કોર્ટમાં પહેલાં શું થયું હતું?

   - 27 નવેમ્બરે હાદિયાના પતિ શફીન તરફથી વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, “જ્યારે હાદિયા અહીં હતી તો કોર્ટે NIAની બદલે તેની વાત સાંભળવી જોઈએ. તેને તેના જીવનના નિર્ણયો લેવાનો હક્ક છે.”

   - હાદિયાના પિતાના વકીલે કહ્યું હતું કે, “NIA દ્વારા શરૂઆતી રિપોર્ટ સબમિટ કરાયો છે. તેને જોઈ લેવો જોઈએ અને તે બાદ આગળની વાત જાણવી જોઈએ.”

   - આ પહેલાં NIA દ્વારા સુપ્રીમ કોર્ટમાં 100 પેજની તપાસ રિપોર્ટ પણ સોંપવામાં આવી છે.

   કોર્ટે હાદિયાને પૂછ્યું હતું કે શું તે અભ્યાસ ચાલુ રાખવા માંગે છે?

   - સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ દીપક મિશ્રાએ હાદિયાને પૂછ્યું કે, “શું તમે રાજ્ય સરકારના ખર્ચે તમારો અભ્યાસ યથાવત રાખવા માગો છો?”
   - જવાબમાં હાદિયાએ કહ્યું કે, “હું યથાવત રાખવા માંગુ છું પરંતુ રાજ્યના ખર્ચે નહીં કારણ કે મારા પતિ આ ખર્ચ ઉઠાવી શકે છે.”
   - આ પહેલાં હાદિયાએ કહ્યું હતું કે, “હું એક મુસ્લિમ છું, પતિની પાસે જવા માંગુ છું. કોઈ મારો ધર્મ બદલાવવા માટે દબાણ ન કરી શકે.”
   - સુપ્રીમ કોર્ટે હાદિયાને તેના અભિયાસ માટે તામિલનાડુના સલેમની એક કોલેજ લઈ જવાના આદેશ આપ્યાં હતા. સાથે જ આદેશ આપ્યાં હતા કોલેજે તેને હોસ્ટેલ ફેસિલિટ આપવી જોઈએ. હાદિયા હોમિયોપેથીનો કોર્ષ કરી રહી છે.
   - કોર્ટે તેને સિક્યોરિટી આપવાના પણ આદેશ આપ્યાં હતા. સલેમની હોમિયોપેથિક કોલેજના ડીનને હાદિયાએ કન્વીનર એપોઈન્ટ કર્યા હતા. હાદિયા તે વાતની પણ છૂટ અપાઈ હતી કે કોઈ પરેશાન થાય તો તે તેમનો સંપર્ક કરી શકે છે.

   આગળની સ્લાઈડમાં વાંચો શું છે સમગ્ર કેસ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kerala Love Jihad Hadiya file Affidavit in Supreme Court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `