ગુડગાંવ/ શિક્ષિકાએ બાળકોને શાંત કરવા માટે મોં પર બાંધી પટ્ટી, સસ્પેન્ડ

Divyabhaskar

Dec 09, 2018, 10:17 AM IST
Gurgaon Teacher tapes mouths of 2 primary students

ઘટનાનો વિડીયો સોશયલ મિડીયા પર વાઈરલ  


ગુડગાંવઃ એક શિક્ષિકાને બાળકોના મોં પર ટેપ બાંધવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવી છે. આ શિક્ષિકાએ LKGના બે બાળકોને શાંત રાખવા માટે મોં પર ટેપ લગાવી દીધી હતી. આ ઘટના ઓક્ટોબર મહિનાની હોવાનું સામે આવ્યુ છે. જેનો વિડીયો પણ સોશયલ મિડીયા પર વાઈરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિક્ષિકા 4 વર્ષના બાળકોના મોં પર ટેપ લગાવી રહી છે.


આખા વર્ગને હેરાન કરી રહ્યા હતા બાળકોઃ શિક્ષિકા

બાળકોના પરિવારજનોની ફરિયાદને આધારે શાળાના તંત્રએ શિક્ષિકાને સસ્પેન્ડ કરી છે. શિક્ષિકાના કહ્યા પ્રમાણે, આ બાળકો આખા વર્ગને હેરાન કરવાની સાથે ખોટી ભાષાનો ઉપયોગ પણ કરી રહ્યા હતાં.

X
Gurgaon Teacher tapes mouths of 2 primary students
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી