ગુર્જર આંદોલન / રાજસ્થાનઃ ધૌલપુરમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોમાં આગ ચાંપી ફાયરિંગ કર્યુ, કલમ 144 લાગુ

Divyabhaskar | Updated - Feb 10, 2019, 11:53 PM
Gujjar agitation : Gujjar block highways in Asind and Nainwa
X
Gujjar agitation : Gujjar block highways in Asind and Nainwa

  • હાઈવે-રેલવે ટ્રેક પર પ્રદર્શનકર્તા, પોલીસે ટીયર ગેસનાં ગોળા ફેકવા પડ્યા 
  • આંદોલનકારીઓનું એલાન-સોમવારે દુધનું સપ્લાઈ બંધ કરી દેશે

જયપુરઃ રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગને લઈને ધોલપુરમાં પ્રદર્શન કરી રહેલા ગુર્જર સમુદાયનું આંદોલન રવિવારે હિંસક બન્યું હતું. અહીં પ્રદર્શનકારીઓએ પોલીસ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો અને એસએસપી રાજેન્દ્ર વર્મા સહિત ત્રણ પોલીસ વાહનને આગચંપી કરી હતી. આ દરમિયાન 12 પોલીસ જવાન ઘાયલ થયા હતા અને પોલીસે એંશી રાઉન્ડ ફાયરિંગ અને અશ્રુવાયુ છોડીને ટોળાને કાબૂમાં લેવાની ફરજ પડી હતી. 

હાઈવે અને રેલવે ટ્રેક પર જામ
1.આંદોલનનાં ત્રીજા રવિવારે આંદોલનકર્તાઓએ નેશનલ હાઈવે 148 ડીનાં બૂંદી, ભીલવાડા, ગુલાબપુરાને જામ કરી દીધા હતા. સોમવારે પ્રદર્શનકર્તા સિંકદરામાં હાઈવે પર જામ લગાવી શકે છે. સવાઈ માધૌપુરનાં મલારના ડુંગરમાં આંદોલનકર્તા રેલવેનાં પાટા પર બેસી ગયા છે. શનિવારે સરકાર તરફથી પર્યટન મંત્રી વિશ્વેંદ્ર સિંહ અને કોઓપરેટિવ રજિસ્ટ્રાર નીરજ પવન પણ ગુર્જરોને મનાવવા માટે મલારના ટ્રેક પહોંચ્યા હતા,પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. ગુર્જર અનામત સંઘર્ષ સિમિતીનાં જિલ્લા અધ્યક્ષ રાધાકૃષ્ણ પોસવાલે જણાવ્યું કે સોમવારથી જિલ્લામાં ગુર્જર સમાજ દુધનો સપ્લાઈ બંધ કરશે. 
વાત અહીં ટ્રેક પર જ થશેઃ બૈસલા
2.ગુર્જર નેતા કિરોડીસિંહ બૈસલાએ રવિવારે ફરી કહ્યું કે સરકાર સાથે વાત ટ્રેક પર જ થશે. આ પહેલાં તેઓએ કહ્યું હતું કે સરકાર કોઈ પણ ડ્રાફ્ટ વગર વાતચીત માટે આવી હતી. જ્યાં સુધી 5 ટકા અનામત, ક્રીમીલેયરની સીમ 8 લાખ રૂપિયા કરવા તેમજ ગત ભરતીના બેકલોગથી ભરવાની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે ટૂંક સમયમાં જ સમાધાનની વાત કરી છે.
ગુર્જર સમાજની માગ
3.ગુર્જર સમાજની માગ છે કે સરકાર તમામ પ્રક્રિયા પૂરી કરીને પાંચ ટકા અનામત બેકલોગની સાથે આપે. આ પહેલાં 24 સપ્ટેમ્બર, 2015નાં રોજ વિધાનસભામાં એસબીસી ખરડો પસાર થયો હતો. રાજ્ય સરકારે 16 ઓક્ટોબર, 2016ને નોટિફિકેશન આપતાં તેને લાગુ કર્યું. જે 14 મહિના ચાલ્યું અને 9 ડિસેમ્બર, 2016નાં હાઈકોર્ટે પૂર્ણ કરાવ્યું. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે. 
ગુર્જર આંદોલન પર એક નજર
4.
  • 2006: ગુર્જરોને એસટીમાં સામેલ કરવાની માગ પર પહેલી વખત આંદોલન થયું. હિંડૌનમાં પાટાઓ ઉખેડવામાં આવ્યાં.
  • 21 મે, 2007: પીપલખેડા પાટોલીમાં રાજમાર્ગ ચક્કાજામ. 28 લોકોનાં મોત. પરિણામ: ભાજપ સરકાર સાથે સમજૂતી. ચોપડા કમિટી બની. કમિટીએ ગુર્જરને એસટી અનામતને યોગ્ય ન માન્યાં.
  • 23 મે, 2008: પીલુકાપુરા ટ્રેક પર બયાનામાં રેલ રોકી. 7 લોકોનાં મોત. બીજા દિવસે સિંકદરામાં હાઈવે જામ, 23 લોકોનાં મોત.પરિણામ: ભાજપ સરકારમાં 5% એસબીસી અનામત પર સહમતિ. હાઈકોર્ટમાં અટક્યું.
  • 24 ડિસેમ્બર, 2010: પીલુકાપુરમાં રેલ રોકવામાં આવી. પરિણામ: કોંગ્રેસ સરકારે 5% અનામત પર સમજૂતી કરી. મામલો કોર્ટમાં હતો, એવામાં 1% અનામત અપાયું, તેનાથી વધુ અનામત 50%થી વધુ થતું હતું.
  • 21 મે, 2015: પીલુકાપુર બયાનામાં આંદોલન. પરિણામઃ ભાજપ સરકારે ગુર્જર સહિત 5 જાતિઓને 5% એસીબીસી અનામત આપ્યું. કુલ અનામત 54% થયું. હાઈકોર્ટે અટકાવ્યું. હવે 1% અનામત મળી રહ્યું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App