ગુર્જર આંદોલન / ગુર્જર સહિત 5 જાતિઓને 5% અનામત, બિલ વિધાનસભામાં પસાર

Divyabhaskar | Updated - Feb 13, 2019, 04:42 PM
Gurjar Andolan in Rajasthan: Gujjar Aarakshan Andolan Fourth Day News Update in Rajasthan
X
Gurjar Andolan in Rajasthan: Gujjar Aarakshan Andolan Fourth Day News Update in Rajasthan

  • બિલ અંતર્ગત સરકારી નોકરીઓ અને શૈક્ષેણિક સંસ્થાનોમાં અનામત આપવાની જોગવાઈ
  • ગુર્જર નેતા બૈંસલાએ કહ્યું- પસાર થયેલો ખરડાનું અધ્યયન કર્યાં બાદ જ આંદોલન ખતમ કરવાનો નિર્ણય
  • સતત છઠ્ઠા દિવસે આંદોલન યથાવત, વાહનોની અવરજવર અનેક જગ્યાએ રોકાઈ

જયપુરઃ રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને 5 ટકા અનામત આપવા અંગેનો ખરડો બુધવારે વિધાનસભામાં પાસ થઈ ગયો. જેમાં સરકારી નોકરીઓની સાથે જ શૈક્ષેણિક સંસ્થાઓમાં અલગથી અનામત આપવાની જોગવાઈ છે. ગત છ દિવસોથી ગુર્જર સમાજ અનામત માટે આંદોલન કરી રહ્યાં છે. બુધવારે પણ સીકરમાં રોડ જામ કરી રહેલાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ કરી લોકોને ભગાડ્યાં. જેની સાથે જ હિંડોન, મલરાના સહિત અનેક જગ્યાઓએ પ્રદર્શનકારીઓએ રેલ અને રસ્તાઓ બંધ કર્યા હતા. 

 

વિધાનસભામાં કેબિનેટ મંત્રી બીડી કલ્લાએ બિલ પ્રોજેક્ટ કર્યુ હતુ. જેમાં બંજારા, ગાડિયા લુહાર, રબારી , ગડતરિયા જાતિઓને અનામત આપવાનો ઉલ્લેખ કરાયો છે. ગુર્જર નેતા બૈંસલાએ જણાવ્યુ કે, બિલનો અભ્યાસ કર્યા પછી જ આંદોલન ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવશે. બિલમાં શું શું છે? હાલમાં આ અંગેની કોઈ જાણકારી નથી, બિલ એવુ હોવુ જોઈએ જે કોર્ટમાં અટકી શકે નહિ. 

 

કેબિનેટ બેઠકની ચર્ચા 2 કલાક સુધી ચાલી
1.અગાઉ મંગળવારે ગુર્જર અનામતનાં મુદ્દે  ચર્ચા માટે દિવસભર મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો. બપોરે મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. સાંજે કેબિનેટની બેઠક બેઠક બોલાવાઈ હતી. જેમાં ગુર્જર અને સવર્ણ અનામતનાં મુદ્દે આશરે 2 કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી. સંસદનાં કાર્યમંત્રી શાંતિ ધરીવાલે જણાવ્યુ કે, સરકારે તેમના મેનીફેસ્ટોમાં સ્પષ્ટ લખ્યુ છે કે કાયદો બનાવી ગુર્જરોને 5%અનામત આપવાનું કામ કરાશે. આ મુદ્દે આઈએએસ નીરજ સવાઈમાધોપુરમાં ગુર્જર અનામત સંઘર્ષ સમિતીનાં સંયોજક કર્નવૃલ કિરોડી સિંહ બૈંસલાને મળી મોડી રાત સુધી મંથન કર્યુ હતુ.
આંદોલનને કારણે વાહનવ્યવહાર ઠપ
2.આંદોલનનાં કારણે બે દિવસથી ચાર રસ્તાઓનાં રોડવેઝની 240થી બસોનું સંચાલન ઠપ થયુ હતુ. આશરે 40 લાખનું નુકસાન થયુ છે. બસોનું સંચાલન 60 હજાર કિમી ઓછું થઈ ગયુ હતુ. 4 લાખથી વધુ લોકો પર તેની અસર વર્તાઈ છે. કોટપૂતલીથી નીમકાથાના, હિંડૌનથી કરોલી, સવાઈમાધોપુર થી ધૌલપુર તથા દૌસાથી આગરાનાં હાઈવે પર બસો બંધ રહી હતી. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App