ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Groom went for marriage without shaving brides father denied the marriage

  શેવિંગ કરાવ્યા વગર લગ્ન કરવા પહોંચ્યો વરરાજા, નારાજ સસરાએ મૂકી આ શરત

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 02:33 PM IST

  વરરાજાએ કહ્યું કે તેના પિતાજીને જ્યાં સુધી ફરીથી નહીં મળે ત્યાં સુધી તેણે દાઢી નહીં કરાવવાની માનતા માની છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   ખંડવા (મધ્યપ્રદેશ): જિલ્લા મુખ્યાલયથી લગભગ 18 કિલોમીટર દૂર અજન્ટી ગામમાં જાન આવી હતી, પરંતુ તેમાં આવેલા વરરાજાના લગ્ન તો બીજા દિવસે જ થઇ શક્યા. આમ તો લગ્નની વિધિ રાતે થવાની હતી, પરંતુ વરરાજાની દાઢી હોવાને કારણે કન્યાના પિતાએ વિવાહ કરાવવાનો ઇન્કાર કરી દીધો. તેમણે વરરાજા પાસે શેવિંગ કરીને આવવાની માંગ કરી. વરરાજાએ કહ્યું કે તેના પિતાજીને જ્યાં સુધી ફરીથી નહીં મળે ત્યાં સુધી તેણે દાઢી નહીં કરાવવાની માનતા માની છે. વરરાજાના પિતા ત્રણ વર્ષ પહેલા ક્યાંક ચાલ્યા ગયા હતા, જે પાછા ફર્યા નથી. એટલે વરરાજાએ પણ શેવિંગ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો. તે પછી રાતભરની સમજાવટ પછી બીજા દિવસે લગ્ન સંપન્ન થઇ શક્યા.

   આ હતો આખો મામલો

   - અજન્ટીમાં સોમવારે રાધેશ્યામ જાધવની દીકરી રૂપાલીના લગ્ન હતા. ગામના મનોજ ધીમાને જણાવ્યું કે હરસૂદ બ્લોકના જૂનાપાનીથી મંગલ ચૌહાણ જાન લઇને આવ્યો હતો.

   - સસરા રાધેશ્યામે વરરાજાને દાઢીમાં આવેલો જોયો તો તેમણે તે સામે વાંધો ઉઠાવ્યો. તેમણે શેવિંગ કરાવ્યા વગર લગ્ન કરાવવાની ના પાડી દીધી.
   - વરરાજા બનેલો મંગલ સિંહ પણ શેવિંગ ન કરાવવા પર અડી ગયો. સાંજે છ વાગ્યાનું લગ્નનું મૂહુર્ત જતું રહ્યું. મોડી રાત સુધી જ્યારે બંને પક્ષોમાં આ બાબતે કોઇ સંમતિ ન સધાઇ તો જાન પાછી ફરી ગઇ.
   - જાન ગામની બહાર રસ્તા પર ઊભી રહી. વડીલો અને સગાસંબંધીઓએ મામલો બગડતો જોઇને વરરાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
   - કન્યાપક્ષના લોકો શેવિંગ કરાવ્યા પછી જ લગ્ન થશે એ વાત પર અડી ગયા. ત્યારપછી ગામના લોકોએ 100 ડાયલ કરીને પોલીસ બોલાવી.
   - પોલીસે પહેલા આખો મામલો સમજ્યો અને પછી બંને પક્ષોને સમજાવ્યા. પછી પણ વાત બની નહીં.
   - આગલા દિવસે સવારે છોકરો શેવિંગ કરાવવા માટે તૈયાર થયો અને ત્યારબાદ ફેરા થયા.

   કન્યાપક્ષનું કહેવું છે કે એક મહિના પહેલા વરરાજાને દાઢી ન હતી

   - કન્યાપક્ષના લોકોએ જણાવ્યું કે એક મહિના પહેલા મંગલ ચૌહાણ મળવા આવ્યો ત્યારે તેને દાઢી ન હતી.

   - જાન લઇને આવ્યા તો જોયું કે મંગલ દાઢી લઇને આવ્યો છે. વરરાજા આવો ક્યારેય આવતો નથી. શેવિંગ કરાવવાનું કહ્યું તો ના પાડી દીધી. આ કારણે વિવાદ થયો.

   મંદિરમાં માફી પછી કરાવ્યું શેવિંગ

   - વરરાજાને સમજાવ્યો કે તે મંદિરમાં ક્ષમા માંગીને માનતા ઉતારી લે અને શેવિંગ કરાવી લે.

   - વરપક્ષના લોકોએ જણાવ્યું કે વરરાજા મંગલ ચૌહાણના પિતા રાયસિંહ ત્રણ વર્ષ પહેલા ક્યાંક ચાલ્યા ગયા અને ત્યાંથી પાછા ફર્યા ન હતા.
   - આ કારણે મંગલના પિતાના મળવા સુધી દાઢી ન કરાવવાની માનતા રાખી લીધી હતી. આ કારણે શેવિંગ કરાવ્યું ન હતું. વરરાજા મંગલ અને તેનો ભાઈ શેવિંગ કરાવ્યા વગર જાન લઇને ગયા હતા.

  • પહેલા આ રીતે આવેલો વરરાજા મંગલ ચૌહાણ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પહેલા આ રીતે આવેલો વરરાજા મંગલ ચૌહાણ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Groom went for marriage without shaving brides father denied the marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `