ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Groom reached one day late so bride and her father denied the marriage

  વરરાજા જાન લઇને એક દિવસ મોડો પહોંચ્યો, દુલ્હને કરી લીધો લગ્નનો ઇન્કાર

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 09:50 AM IST

  થાકી-હારીને વરરાજા તેમજ જાનૈયાઓ પોલીસચોકી પહોંચ્યા, પરંતુ ત્યાં પણ નિરાશા જ હાથ આવી
  • ઘરે આવેલા મહેમાનો પણ પાછા જઇ ચૂક્યા હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરે આવેલા મહેમાનો પણ પાછા જઇ ચૂક્યા હતા.

   પિટોલ (ઝાબુઆ): 24 કલાક પછી જાન લઇને પહોંચવા પર વરરાજાને દુલ્હન વગર જ પાછા ફરી જવું પડ્યું. દુલ્હનના પિતાની જીદ આગળ ગામલોકોની એક ન ચાલી. સરપંચની વાત પણ તેમણે કાને ન ધરી. આખરે થાકી-હારીને વરરાજા તેમજ જાનૈયાઓ પોલીસચોકી પહોંચ્યા, પરંતુ ત્યાં પણ નિરાશા જ હાથ આવી. પોલીસે તપાસ કરીને કહ્યું કે કન્યા પણ લગ્ન કરવાની ના પાડે છે, માટે ઘરે પાછા જાઓ.

   નારાજ થયા દુલ્હનના પિતા

   - દુલ્હનના ઘરે જાન એક દિવસ મોડી પહોંચી અને આ જ વાતથી નારાજ દુલ્હનના પિતાએ લગ્ન કરાવવાની ના પાડી દીધી. કન્યા પણ લગ્ન માટે રાજી ન થઇ, કારણકે ઘરે આવેલા મહેમાનો પણ પાછા જઇ ચૂક્યા હતા અને આ જ વાતથી ગુસ્સે થયેલા કન્યાના પિતાએ આવો નિર્ણય કર્યો હતો.

   - - મામલો પિટોલ નજીક આવેલા ખેડી ગામનો છે. ઝાબુઆની પાસે આવેલા ચારોલીપાડાના નરેન્દ્ર સાથે ખેડીની રેશમાના સોમવારે લગ્ન થવાના હતા, પરંતુ વરરાજાનો પરિવાર 30-35 લોકો સાથે છેક મંગળવારે તેના ગામ પહોંચ્યો.
   - પરિણામે કન્યાના પિતાએ લગ્ન માટે ઇન્કાર કરી દીધો. ગામલોકોના સમજાવ્યા પછી પણ વાત ન બની.

   વરરાજાના ઘરે થઇ ગયું હતું મોત

   - બુધવારે સાંજે લગભગ 5 વાગે પોલીસચોકી પર ઘટનાક્રમનો રિપોર્ટ કરવા પહોંચેલા પરિવારજનોએ જણાવ્યું કે જાન સોમવારે પહોંચવાની હતી, પરંતુ તેમના પરિવારમાં વરરાજાના મોટાકાકાનું અવસાન થઇ જવાને કારણે જાન એક દિવસ મોડી મંગળવારે પહોંચી.

   - આની જાણ તેમણે કન્યાના પિતાને કરી હતી. કન્યાને લગ્નમાં આપવાની 1 કિલો ચાંદી અને 50 હજાર રૂપિયા પણ કન્યાના પિતાને આપી દીધા હતા. તેમણે ઝાબુઆથી ખરીદેલી ચાંદીને નકલી ગણાવીને પાછી આપી દીધી.
   - તેમણે તાત્કાલિક પિટોલથી બીજા ચાંદીના ઘરેણા લાવીને આપ્યા. 80 હજાર રૂપિયા બીજા આપવાના હતા. તે છતાંપણ દુલ્હનનો પિતા ન માન્યો અને વરરાજા તેમજ જાનૈયાને ખાલી હાથે પાછા કાઢ્યા.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Groom reached one day late so bride and her father denied the marriage
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top