વરરાજા ગયો ટોયલેટ અને... લગ્નના થોડાંક કલાકોમાં વિધવા થઇ દુલ્હન

સૈયાં પોલીસ-સ્ટેશનમાં દુલ્હનને વિદાય કરાવીને ઘરે જઇ રહેલા વરરાજાને ટોયલેટ જવાનું ભારે પડી ગયું

divyabhaskar.com | Updated - Feb 21, 2018, 08:00 AM
લગ્ન પછી દુલ્હનને વિદાય કરાવીને લઇ જઇ રહ્યો હતો વરરાજા વિમલ.
લગ્ન પછી દુલ્હનને વિદાય કરાવીને લઇ જઇ રહ્યો હતો વરરાજા વિમલ.

સૈયાં પોલીસ-સ્ટેશનમાં દુલ્હનને વિદાય કરાવીને ઘરે જઇ રહેલા વરરાજાને ટોયલેટ જવાનું ભારે પડી ગયું. ટોયલેટ પછી પાછા આવતી વખતે ભયંકર સ્પીડમાં આવી રહેલી ટ્રકે વરરાજાને કચડી નાખ્યો. સ્થળ પર જ વરનું મોત થઇ ગયું અને આખા અકસ્માતને નજરોનજર જોયા પછી દુલ્હન બેભાન થઇ ગઇ. ઘટના પછી લગ્નના ઘરોમાં હોબાળો મચી ગયો.

આગ્રા (યુપી): સૈયાં પોલીસ-સ્ટેશનમાં દુલ્હનને વિદાય કરાવીને ઘરે જઇ રહેલા વરરાજાને ટોયલેટ જવાનું ભારે પડી ગયું. ટોયલેટ પછી પાછા આવતી વખતે ભયંકર સ્પીડમાં આવી રહેલી ટ્રકે વરરાજાને કચડી નાખ્યો. સ્થળ પર જ વરનું મોત થઇ ગયું અને આખા અકસ્માતને નજરોનજર જોયા પછી દુલ્હન બેભાન થઇ ગઇ. ઘટના પછી લગ્નના ઘરોમાં હોબાળો મચી ગયો.

ઢાબા પર રોકી ગાડી, ટોયલેટ માટે પાર કરી સડક

- રવિવારે આગ્રાના ઇદગાહ વિસ્તારમાં રહેતા વિમલની જાન સૈયાંના લાખન જાટવના ઘરે આવી હતી.

- લાખનની દીકરી સરિતાના લગ્ન વિમલ સાથે થયા હતા. રાત આખી લગ્નની વિધિઓ પત્યા પછી કન્યાપક્ષે વરપક્ષના લોકોને સોમવારે બપોરે જમાડ્યા અને ત્યારબાદ લગભગ 3 વાગે તેમણે દુલ્હનને વિદાય કરી.

- ટ્રાવેલ્સની કારમાં બેસીને વરરાજા વિમલ અને દુલ્હન સરિતાની સાથે બહેન અને અન્ય ત્રણ લોકો ઘરે જવા માટે નીકળ્યા.
- રસ્તામાં કુરંચીતપુરના વળાંક પાસે દુલ્હનને ગાડીમાં બેસવાથી જીવ અમળાતો હોવાની વાત કરી એટલે તેમણે ગાડી એક ઢાબા પર રોકી.

કચડી નાખતી પસાર થઇ ગઇ ટ્રક, સડક પરથી ભેગા કરવા પડ્યા બોડી પાર્ટ્સ

- ટોયસેટ કરીને પાછા ફરતા સમયે વિમલે રસ્તાની બીજી બાજુ ન જોયું અને પોતાની ધૂનમાં રસ્તો ક્રોસ કરવા લાગ્યો. દરમિયાનમાં ભયંકર સ્પીડમાં આવી રહેલી ટ્રકે વિમલને કચડી નાખ્યો.

- ટક્કર એટલી ભયાનક હતી કે વિમલના શરીરના અનેક ટુકડા થઇ ગયા અને પરિસ્થિતિ એવી થઇ કે પોલીસે તેના શરીરના ટુકડાઓ શોધી શોધીને ભેગા કરવા પડ્યા.
- આખો અકસ્માત જોઇને હેબતાઇ ગયેલી દુલ્હન બેભાન થઇ ગઇ. પરિવારની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઇ છે.

આગળની સ્લાઇડમાં વાંચો સ્થાનિક લોકો આવ્યા પરિવારના સમર્થનમાં

ટોયલેટ માટે રોડ ક્રોસ કરીને ગયો, પાછા આવતી વખતે ટ્રકે કચડી નાખ્યો.
ટોયલેટ માટે રોડ ક્રોસ કરીને ગયો, પાછા આવતી વખતે ટ્રકે કચડી નાખ્યો.

સ્થાનિક લોકો આવ્યા પરિવારના સમર્થનમાં

 

- વિમલ પોતાના ઘરમાં સૌથી મોટો હતો. તેના બે નાના ભાઈ સંજીવ અને અનિલ તેના લગ્નથી ઘણા ખુશ હતા, પરંતુ લગ્નના થોડાંત કલાકો બાદ જ તેની જીવનલીલા સંકેલાઇ ગઇ.  

- અકસ્માત પછીની પરિસ્થિતિ જોઇને સ્થાનિક લોકો વિમલના પરિવારજનોના સમર્થનમાં આવી ગયા અને જામ લગાવીને ટ્રકને પકડવાની માંગ કરવા લાગ્યા. 
- સૈયાં પોલીસે સ્થળ પર પહોંચીને લોકોને સમજાવ્યા અને અજાણ્યા ટ્રક વિરુદ્ધ કેસ નોંધીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું. 
- એસએસપી અમિત પાઠકે જણાવ્યું કે સૈયાંમાં એક દર્દનાક અકસ્માતમાં યુવકનો જીવ ગયો છે. યુવકના લગ્ન તે જ દિવસે થયા હતા. અજાણ્યા વાહન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વાહનની શોધ કરવામાં આવી રહી છે. 

 

આગળની સ્લાઇડમાં જુઓ ઘટનાની અન્ય તસવીરો

અકસ્માત જોઇને બેભાન થઇ ગઇ દુલ્હન, પરિવારવાળાઓની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઇ છે.
અકસ્માત જોઇને બેભાન થઇ ગઇ દુલ્હન, પરિવારવાળાઓની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઇ છે.
અકસ્માત એવો હતો કે બોડીના ચીંથરા ઉડી ગયા.
અકસ્માત એવો હતો કે બોડીના ચીંથરા ઉડી ગયા.
બેશુદ્ધ થઇને સડક પર રડતા રહ્યા પરિવારજનો.
બેશુદ્ધ થઇને સડક પર રડતા રહ્યા પરિવારજનો.
X
લગ્ન પછી દુલ્હનને વિદાય કરાવીને લઇ જઇ રહ્યો હતો વરરાજા વિમલ.લગ્ન પછી દુલ્હનને વિદાય કરાવીને લઇ જઇ રહ્યો હતો વરરાજા વિમલ.
ટોયલેટ માટે રોડ ક્રોસ કરીને ગયો, પાછા આવતી વખતે ટ્રકે કચડી નાખ્યો.ટોયલેટ માટે રોડ ક્રોસ કરીને ગયો, પાછા આવતી વખતે ટ્રકે કચડી નાખ્યો.
અકસ્માત જોઇને બેભાન થઇ ગઇ દુલ્હન, પરિવારવાળાઓની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઇ છે.અકસ્માત જોઇને બેભાન થઇ ગઇ દુલ્હન, પરિવારવાળાઓની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઇ છે.
અકસ્માત એવો હતો કે બોડીના ચીંથરા ઉડી ગયા.અકસ્માત એવો હતો કે બોડીના ચીંથરા ઉડી ગયા.
બેશુદ્ધ થઇને સડક પર રડતા રહ્યા પરિવારજનો.બેશુદ્ધ થઇને સડક પર રડતા રહ્યા પરિવારજનો.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App