જાન પહોંચી નહીં તો દુલ્હન ગઇ પોલીસ સ્ટેશન, ફોન કરવા પર સસરાએ આપ્યો શોકિંગ જવાબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓરૈયા (યુપી): 3 દિવસ પહેલા પોતાની દીકરીને વળાવવાનું સપનું જોઇ રહેલા પિતાની ખુશીઓ લગ્નના દિવસે જ માતમમાં બદલાઇ ગઇ. કલાકોની રાહ જોયા પછી અને અનેક ફોન કર્યા પછી પણ જ્યારે વરપક્ષના લોકો જાન લઇને ન પહોંચ્યા, તો મજબૂર થઇને પિતાએ પોલીસની મદદ માંગવી પડી. પોલીસે જ્યારે તપાસ માટે વરપક્ષને ફોન લગાવ્યો તો તેમણે જે જવાબ આપ્યો તેણે પોલીસ અને દુલ્હન બંનેને ચોંકાવી દીધા. 

 

નહોતો કરવા માંગતો લગ્ન, ટ્રેન નીચે કપાઇને આપી દીધો જીવ

 

- ફફૂંદ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ઓરૈયામાં રહેતા ભૂપસિંહ પોતાની દીકરી રોલી માટે મદદ માંગવા પહોંચ્યા. તેમનો આરોપ હતો કે લગ્નપડો મોકલ્યા પછી પણ લગ્નના દિવસે સાસરીપક્ષના લોકો જાન લઇને પહોંચ્યા નહીં. તેમણે વરના ઘરવાળાઓનો ફોન દ્વારા સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ કોઇ જવાબ મળ્યો નહીં. આ જ કારણથી તેમણે દગાબાજી થયાનો કેસ નોંધાવ્યો. 

- ફરિયાદ મળવા પર જ્યારે ઓરૈયાના એસપી નાગેશ્વર સિંહે ઇટાવામાં રહેતા વરના ઘરે ફોન લગાવ્યો, તો તેમણે ચોંકાવનારા સમાચાર સંભળાવ્યા. વરરાજાના પિતા ચંદ્રભાન પાલે જણાવ્યું કે તેમનો દીકરો લગ્ન કરવા નહોતો માંગતો. આ જ કારણથી તેણે ટ્રેન નીચે કપાઇને આત્મહત્યા કરી લીધી. હવે આ લગ્ન સંભવ નથી. 
- એસપી ઓરૈયાનું કહેવું છે કે વરરાજાના સુસાઇડની વાત ફક્ત ફોન પર જણાવવામાં આવી છે, એટલે તેઓ મામલાની તપાસ કરશે. 

 

ઇટાવામાં નક્કી થયો હતો સંબંધ, ત્રણ દિવસ પહેલા મોકલ્યા હતા લગન

 

- ઓરૈયા નિવાસી ભૂપસિંહે પોતાની દીકરીના લગ્ન ઇટાવાના ચંદ્રભાન પાલના દીકરા હૃદયાંશ ઉર્ફ સોનુ સાથે નક્કી કર્યા હતા. 14 એપ્રિલના રોજ તેઓ દીકરીના લગન લઇને સાસરીપક્ષના ઘરે ગયા હતા. સોમવારે તિલક અને લગ્નની વિધિ થવાની હતી પરંતુ જાન લઇને વરપક્ષ આવ્યો જ નહીં.