તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજ માટે વરરાજાએ દુલ્હનના માતા-પિતાને માર્યા, બચાવવા દોડી તો મારી ગોળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્વાલિયર: શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિએ એક લગ્ન સમારોહ દરમિયાન દહેજની માંગને લઇને વરરાજા અને તેના પરિવારજનોએ દુલ્હનના માતા-પિતા પર હુમલો કરી દીધો. પોતાના માતા-પિતાને માર ખાતા જોયા તો દુલ્હન બચાવવા માટે વચ્ચે દોડી. તે જોઇને વરરાજાના ભાઈએ તેને ધક્કો મારીને પાડી નાખી, તે બેભાન થઇ ગઇ. 

 
દુલ્હન પર કર્યું ફાયરિંગ
 
- વરરાજાના પોતે એક સૈનિક છે. તેના સૈનિક સાથીઓએ ડર ફેલાવવા માટે એક પછી એક પાંચ ગોળીઓ ચલાવી.
- ઘટના પછી પોલીસ પહોંચી અને વરરાજા સહિત ત્યાં હાજર અન્ય પરિવારજનોને પોલીસ સ્ટેશન લઇ ગઇ. 
- દુલ્હનના પિતાની ફરિયાદ પર દહેજ ઍક્ટનો મામલો નોંધવામાં આવ્યો છે. 
 
વરરાજાએ માંગી બુલેટ, ના પાડી તો કર્યું ફાયર
 
- મુલ્લુપ્રસાદ શિવહરે આર્મીમાંથી રિટાયર્ડ થયા છે. તેમણે દીકરી નેહા ઉર્ફ શિલ્પીના લગ્ન સપ્ટેમ્બરમાં સુમિત શિવહરે સાથે નક્કી કર્યા સુમિત ભારતીય સેનામાં જવાન છે અને તેનું પોસ્ટિંગ અમૃતસરમાં છે. 
- લગ્નમાં 8 લાખ રૂપિયા રોકડ અને એક બાઇક આપવાનું તેમણે વચન આપ્યું હતું. 7મેના રોજ પડાની વિધિ હતી, જેમાં વરપક્ષે માંગ વધારી દેતાં તેમણે 11.35 લાખ રૂપિ યા રોકડા, સોનાની ચેન અને વીંટી આપી. 
- શુક્રવારે ભિંડ રોડ સ્થિત દ્વારકા ગાર્ડનમાં લગ્ન કર્યા હતા. જયમાળા થયા પછી રાતે 3 વાગે ફેરાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે વરરાજા અને તેના પરિવારજનો એસી અને બુલેટ માટે 2 લાખ રૂપિયા રોકડાની માંગ પર અડી ગયા. 
- માંગ પૂરી ન થઇ તો ફેરાથી ઇન્કાર કરી દીધો. કન્યાની માતા રામકુમારી અને પિતાએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો વરરાજાના ભાઈ અમિત ઉર્ફ જીતેન્દ્રએ મારપીટ શરૂ કરી દીધી. 
- આ લોકો દારૂના નશામાં ધૂત હતા. નેહાના જીજાજી અરવિંદને પણ માર્યો. નેહાને પણ ધક્કો મારીને પાડી નાખી. વરરાજાના સાથી સતેન્દ્ર સિકરવારે 315 બોરની લાયસન્સવાળી બંદૂકથી પાંચ ફાયર કર્યા. 
 
પ્લોટ વેચીને કરી રહ્યો હતો લગ્ન, તમામ પૈસા હડપી જવા માંગે છે
 
- કન્યાના પિતા મુલ્લુપ્રસાદે કહ્યું કે, "હું સેનામાંથી રિટાયર્ડ છું. દીકરીના લગ્ન માટે પ્લોટ વેચ્યો હતો. પહેલા 8 લાખમાં લગ્ન નક્કી થયા. પછી લગ્નમાં માંગ વધારી તો 11.35 લાખ રોકડા આપી દીધા. પછી ફરી માંગ વધારી દીધી."
- "આ લોકો પ્લોટના તમામ પૈસા હડપી જવા માંગે છે. સુમિતે લગ્નના બીજા જ દિવસે મારી સાથે ફોન પર અભદ્ર વર્તન કર્યું અને ધમકાવ્યો હતો કે 11મેના રોજ હોબાળો કરશે."