1

Divya Bhaskar

Home » National News » Desh » The body of the woman-daughter was soaked with blood in Noida

ચપ્પા મારીને દીકરાએ લીધો મા-બહેનનો જીવ, માથામાં બેટ મારી કરી મોતની ખાતરી

Divyabhaskar.com | Last Modified - Apr 04, 2018, 12:06 PM IST

નોઈડામાં 14માં ફ્લોર પરના એક અપાર્ટમેન્ટમાં મહિલા-દીકરીની લોહિથી લથબથ લાશ મળી હતી

 • The body of the woman-daughter was soaked with blood in Noida
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દીકરાએ કરી મા-બહેનની હત્યા, ફાઈલ ફોટો

  ગ્રેટર નોઈડા: 5 ડિસેમ્બર 2017માં નોઈડામાં 14 ફ્લોરના એક અપાર્ટમેન્ટમાં ડબલ મર્ડર કેસની ઘટના બની હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને ખબર પડી કે કોઈએ નિર્મમ રીતે મા-દીકરીની હત્યા કરી દીધી છે. બધી જ પોલીસ તપાસ પછી શંકાની સોય 15 વર્ષના દીકરા પર આવીને અટકી હતી.

  તો શું દીકરો હતો આ નિર્મમ હત્યાનો કાતિલ?


  - ભાસ્કર.કોમે 'માસુમ ક્રિમિનલ' સીરિઝ અંતર્ગત આજે તમને નોઈડાના ટાઈલ્સ વેપારી સૌમ્ય અગ્રવાલની પત્ની અને દીકરીના મર્ડર વિશે જણાવી રહ્યા છીએ. તેમાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ તેમનો દીકરો જ હતો.
  - ગૌર સિટી-2, 11 એવન્યુના ફ્લેટ નંબર-1446માં સૌમ્ય અગ્રવાલ તેમની પત્ની સાથે રહેતા હતા. પરિવારમાં દાદા-દાદી સિવાય સૌમ્ય, તેની પત્ની અને બે બાળકો પણ રહેતા હતા.
  - જે સમયે ઘરમાં આ ઘટના બની તે સમયે ઘરમાં માત્ર છોકરો તેની માતા અને બહેન જ હતા. પિતા કોઈ બિઝનેસના કામથી સુરત ગયા હતા. જ્યારે દાદા સુરેશ અને દાદી મધુર અગ્રવાલ હરિદ્વાર ગયા હતા.

  સહન ન થઈ માની વઢ અને...


  - સૌમ્યનો દીકરો અભ્યાસમાં ખૂબ નબળો હતો. જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતી મણિકનિકા ભણવામાં ખૂબ હોશિયાર અને સાથે કરાટે સ્પેશિયલ પણ છે.
  - રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મા ઘણી વાર ભણવામાટે દીકરાને લડતી હતી જે તેને પસંદ નહતું. દીકરાને એવુ લાગતું હતું કે, મા ખાલી તેની બહેનને જ પ્રેમ કરે છે.
  - ઘટનાના દિવસે જ્યારે તે સોફા ઉપર બેસીને અભ્યાસ કરતો હતો ત્યારે પણ માતા તેને ખૂબ લઢી હતી. માતાએ તેને ખુરશી પર બેસીને ભણવા કહ્યું હતું. ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો.

  નિર્દય રીતે કરી માની હત્યા, બહેનને પણ ન છોડી


  - રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાતે 11.30 પહેલાં છોકરાએ તેની માતા અને બહેનની હત્યા કરી હતી. દીકરાએ ઉંઘતી માતા અને બહને પર કાતર અને ચપ્પાથી વારંવાર હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.
  - આટલું નહીં, તેના મગજમાં એટલો ગુસ્સો ભરાયેલો હતો કે તેણે તુરંત બેટથી પણ માતા અને બહેનના માથા ઉપર હુમલો કર્યો હતો.

  આ રીતે પકડાઈ ગયો


  - ડબલ મર્ડર પછી છોકરો સોસાયટીથી કેબ કરીને નવી દિલ્હી સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાંથી તે લુધિયાણા ગયો અને પછી યુપીના મુગલસરાય સ્ટેશન પર કોઈના ફોનથી પિતા સાથે વાત કરી હતી. ત્યારપછી બનારસમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

  મોબાઈલ પર રમતો હતો મર્ડર ગેમ


  - પિતાના જણાવ્યા પ્રમાણે તેમનો દિકરો હંમેશા ફોન પર 'ગેંગ્સટર સ્કેપ' નામની ગેમ રમતો હતો. આ ગેમમાં એવુ બતાવવામાં આવતું કે, મર્ડર કેવી રીતે કરવું અને પછી કેવી રીતે ભાગી જવું.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  (Latest Gujarati News | Gujarat Samachar) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચો આજનું રાશિફળ, રાષ્ટ્રીય સમાચાર, આંતરરાષ્ટ્રીય સમાચાર, બોલીવુડ સમાચાર અને રમત સમાચાર બધાથી ઝડપી દિવ્ય ભાસ્કર વેબસાઈટ પર.
  (Read News in Gujarati from Divya Bhaskar)
 • The body of the woman-daughter was soaked with blood in Noida
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  માતા અને બહેન ઉંઘતા હતા ત્યારે જ ચપ્પા મારીને કરી હત્યા, ફાઈલ ફોટો
 • The body of the woman-daughter was soaked with blood in Noida
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  દીકરાને લાગતુ હતું કે, માતા તેની બહેનને જ પ્રેમ કરે છે, ફાઈલ ફોટો
 • The body of the woman-daughter was soaked with blood in Noida
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હત્યા કરીને દીકરો ભાગી ગયો હતો, ફાઈલ ફોટો
 • The body of the woman-daughter was soaked with blood in Noida
  ફાઈલ ફોટો

More From National News

Trending