Home » National News » Desh » Just a few hours ago a happy family lost the only son and head of the family

પૌત્રની લાશ જોઈને દાદાએ પણ દેહ છોડ્યો, સવારે પિતાએ શેર કર્યો હતો આવો વીડિયો

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:06 AM

પરિવાર આવ્યો ત્યાં સુધી 16 કલાક સુધી વૃદ્ધ માતાને સંભાળતા રહ્યા દીકરાના પિતા

 • Just a few hours ago a happy family lost the only son and head of the family
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  પૌત્રનો મૃતદેહ જોઈને દાદાએ પણ છોડી દીધો દેહ

  જોધપુર: બાઈક પર સ્ટંટ અને સ્પીડના રોમાંચે એક સ્ટંટમેનનો જીવ લઈ લીધો છે. આટણલું જ નહીં પૌત્રની લાશ જોઈને દાદા ડૉ. બીડી રાણાને પણ આઘાત લાગતા તેઓ પણ મૃત્યુ પામ્યા હતા. થોડા જ કલાકોમાં એક ખુશખુશાલ પરિવારે ઘરનો એક માત્ર દીકરો અને પરિવારના વડીલને ગુમાવી દીધા છે. દીકરાની ઘટનાની વાત સાંભળીને 50 વર્ષના પ્રવિણ પિતા ડૉ. બી.ડી રાણા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ખબર પડી કે ખુશવંતનું મૃત્યુ થયું છે.

  આ છે સમગ્ર ઘટના


  - સ્ટંટમેન ખુશવંતની બોડિ એમ્બ્યુલન્સમાં રાખીને દાદા અને પિતા ઘર તરફ રવાના થયા હતા. તેઓ શાસ્ત્રી સર્કલ પહોંચ્યા હતા ત્યારે જ દાદા ડૉ. રાણાની છાતીમાં દુખાવો શરૂ થયો હતો અને તેઓ પડી ગયા હતા.
  - પ્રવીણે રાણાને તુરંત છાતી દબાવી અને મોઢેથી શ્વાસ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એમડીએમએચ ટ્રોમા સેન્ટર પહોંચ્યા તો ડોક્ટર્સે દવા અને ઈન્જેક્શન આપ્યા હતા પરંતુ 15 મિનિટમાં રાણાએ પણ દુનિયા છોડી દીધી હતી. દીકરા પછી પિતાને પણ એમ્બ્યુલન્સમાં લઈને પ્રવીણ સિંહ ઘરે તો પહોંચ્યા પરંતુ વૃદ્ધ અને બીમાર માને કશું જ ન કહી શક્યા.
  - તેમની પત્ની શ્રીનગર દીકરી અને જમાઈ સાથે ગઈ હતી. પ્રવિણ ભાઈએ જોધપુરથી બહાર રહેતા તેમના ભાઈઓને પણ સુચના આપીને બોલાવી લીધા હતા.
  - ત્રણેય ભાઈઓમાં ખુશવંત એક માત્ર દીકરો હતો. ગુરુવારે દાદા-પૌત્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

  આ રીતે થઈ ઘટના


  - ખુશવંત અમુક વર્ષોથી બાઈક સ્ટંટ શીખતો હતો. રાણા ઘણીવાર તેમના મિત્રો સાથે વાત કરતા કહેતા પણ હતા કે, ખુશવંત બાઈક સ્ટંટમાં ક્યારેય બેલેન્સ નથી ગુમાવતો.
  - થોડા મહિના પહેલા લીધેલી કેટીએમ બાઈક પર ખુશંવત કદી સ્ટંટ નહતો કરતો. મિત્રોએ જણાવ્યું કે, રાતે ખુશવંતે મહારાષ્ટ્રના એક મિત્રને ફોન પર કહ્યું હતું કે, બાઈક 160-165ની સ્પીડે દોડાવી હતી.
  - મિત્રોના જણાવ્યા પ્રમાણે તેણે તે દિવસે બે વાર પુલ પર આટલી સ્પીડે બાઈક દોડાવી હતી, પરંતુ ત્રીજી વખતમાં આ ઘટના બની હતી. તેના મિત્રો અને પિતાને શંકા છે કે કોઈ ગાડીએ ખુશંવતના બાઈકને ટક્કર મારી હશે.

  સવારે પિતાએ દીકરાને શેર કર્યો હતો ભાવુક વીડિયો


  - ઘટનાના દિવસે સવારે જ પ્રવિણ રાણાએ સવારે 6.15 વાગે એક વીડિયો દીકરા સાથે શેર કર્યો હતો. આ વીડિયોની અમુક લાઈનો આ પ્રમાણેની છે....બાળકો તમે ભલે ગમે તેટલા જવાન થઈ જાઓ, યાદ રાખોજ આજે જે મુશ્કેલીઓ તમે સહન કરી રહ્યા છો, તે તમારા પેરેન્ટ્સે પણ કરી છે. તેઓ આશા નથી રાખતા કે તમે અમારા માટે કઈંક વધારે કરો, પરંતુ જ્યારે તમે અમને સમય આપો છો ત્યારે અમને ખુબ ખુશી થાય છે. થોડો પેરેન્ટ્સ માટે પણ ટાઈમ કાઢવો જોઈએ. કામ પણ જરૂરી છે. હું એવુ નથી કહેતો કે કામ ન કરો. તમારે સમયને બેલેન્સ કરવો જોઈએ. એક પિતાએ તેમના દીકરા સાથે આ ભાવના શેર કરતી વખતે એવુ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમનો દીકરો તેમને આ રીતે છોડીને જતો રહેશે.

  પિતા સાથે મળીને શરૂ કરવાનો હતો બાઈકની ડિલરશીપ


  - ખુશવંત બે વર્ષથી બીબીએ કર્યા પછી કેટીએમ શો-રૂમમાં સેલ્સ ટીમમાં હતો. પ્રવિણ ભાઈ કંસ્ટ્રક્શન લાઈનમાં હતા. પિતા અને દીકરો સાથે મળીને ટૂ-વ્હીલર ડિલરશીપ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા. આ માટે તે એક વાર મુંબઈ ગયો હતો.
  - ઘટનાના દિવસે જ તે મુંબઈથી પરત આવ્યો હતો. દાદા સાથે વાતો કરીને તે સાંજે તેના મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. ડૉ. રાણા પણ કાજરીમાં સાઈંટિસ્ટ અને વિભાગઅધ્યક્ષના પદથી નિવૃત થયા હતા.
  - રાતે સાડા નવ વાગે ખુશવંતે પિતાને ફોન કરીને કહ્યું પણ હતું કે, તે થોડી વારમાં આવી જશે. મોડી રાતે તેના એક્સિડન્ટની માહિતી મળી હતી.

  આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

 • Just a few hours ago a happy family lost the only son and head of the family
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક ખુશવંત બાઈક સ્ટંટનો શોખીન હતો
 • Just a few hours ago a happy family lost the only son and head of the family
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતક રાણા
 • Just a few hours ago a happy family lost the only son and head of the family
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ધુમ ફિલ્મમાં આમિરના બાઈક સ્ટંટ અલગ રીતે શૂટ કરવામાં આવ્યા હતા
 • Just a few hours ago a happy family lost the only son and head of the family
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જ્હોન અબ્રાહમ હંમેશા બાઈક પહેરીને જ બાઈક સ્ટંટ કરવાની સલાહ આપે છે
 • Just a few hours ago a happy family lost the only son and head of the family
  ધોની પણ બાઈકર્સને હંમેશા સેફ્ટી રાખવાની સલાહ આપે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ