Divya Bhaskar

Home » National News » Latest News » National » સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update

સરકારી વકીલે સલમાનને કહ્યો'તો રીઢો ગુનેગાર, મળી 5 વર્ષની જેલ

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 02:23 PM

સલમાન પર આ પહેલાં પણ હિટ એન્ડ રનનો આરોપ હતો, સરકારી વકીલે 6 વર્ષની જેલની સજાની કરી માગણી

  • સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    જોધપુર: જોધપુર કોર્ટે કાળિયાર કેસમાં સલમાન ખાનને દોષિત જાહેર કરને પાંચ વર્ષની જેલની સજા આપી દીધી છે. જ્યારે તેની સાથેના અન્ય સ્ટાર્સ સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્ને નિર્દોષ જાહેર કર્યા છે. જોધપુર કોર્ટમાં સલમાન ખાનની સજાની સુનાવણી ચાલી રહી હતી ત્યારે સરકારી વકીલ દ્વારા એક ચોંકાવનારું નિવેદન કરવામાં આવ્યું છે. સરકારી વકીલે સનાની સુનાવણી વખતે દલીલ કરી હતી કે, સલમાન એક રીઢો ગુનેગાર છે અને તેને કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારી વકીલે જજ સમક્ષ સલમાનને ઓછામાં ઓછી છ વર્ષની સજા આપવાની અપીલ કરી છે.

    સરકારી વકીલે કેમ સલમાનને કહ્યો રીઢો ગુનેગાર


    - સરકારી વકીલે સજાની સુનાવણી વખતે દલીલમાં સલમાનને રીઢો ગુનેગાર કહ્યો હતો. નોંધનીય છે કે, સલમાન ખાન પર આ પહેલાં ફૂટપાથ પર ગાડી ચડાવીને ત્રણ લોકોને મોતના ઘાટ ઉતારવાનો પણ આરોપ હતો. જોકે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ઉપરાંત સલમાન ખાને ઘણી વખત મીડિયા સાથે ર્દુવ્યવહાર કર્યો હોય તેવી પણ ઘટના બની છે. પરિણામે સલમાનની આ છબીના કારણે સરકારી વકીલે તેને રીઢો ગુનેગાર ગણાવ્યો છે.

    સલમાન ખાન પર કેટલા કેસ, કેટલી કાર્યવાહી

    ઘોડા ફાર્મ હાઉસ કેસ

    - 28 સપ્ટેમ્બર 1998: આરોપ મુજબ સલમાન ખાન અને તેના સાથીઓએ ઘોડા ફાર્મ હાઉસની પાસે કાળિયારનો શિકાર કર્યો.
    - 10 એપ્રિલ 2006: લાંબી સુનાવણી બાદ સીજેએમ કોર્ટે સલમાન ખાનને 5 વર્ષ જેલની સજા સંભળાવી.

    - 25 જુલાઈ 2016: રાજસ્થાન હાઈકોર્ટે પુરાવાના અભાવે સલમાન ખાનને મુક્ત કરી દીધો.

    ભવાદગામ કેસ

    - 26 સપ્ટેમ્બર 1998: આરોપ પ્રમાણે જોધપુરના ભવાદ પાસે સલમાન ખાન અને તેમના બે સાથિઓએ 2 ચિંકારાના શિકાર કર્યા હતા.
    - 17 ફેબ્રુઆરી 2006: સીજેએમ કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને 1 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
    - 25 જુલાઈ 2016: રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે સલમાન ખાનને નિર્દોષ જાહેર કરી દીધો હતો.

    આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ
    - 18 જાન્યુઆરી, 2017: નીચલી કોર્ટે આ કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરી દીધો છે. રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી છે.

    કાળિયાર કેસમાં આજે થશે સજાની સુનાવણી

    20 વર્ષમાં સલમાને 18 દિવસ કાઢ્યા જેલમાં


    - હિરણ શિકારના 3 કેસમાં સલમાન પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 18 દિવસ જેલમાં રહ્યા હતા.
    - 6 દિવસ- વન વિભાગે 12 ઓક્ટોબર 1998માં અટકાયત કરવામાં આવી હતી. તેઓ 17 ઓક્ટોબર સુધી જેલમાં રહ્યા હતા.
    - 6 દિવસ- ઘોડા ફાર્મ મામલે 10 એપ્રિલ 2006એ સલમાનને લોઅર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. 15 એપ્રિલ સુધી તેઓ જેલમાં રહ્યા હતા.
    - 6 દિવસ- સેશન કોર્ટે આ સજાને મંજૂરી આપી હતી. ત્યારે 26થી 31 ઓગસ્ટ 2007 સુધી સલમાન ખાન જેલમાં રહ્યા હતા.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સરકારી વકીલ, ભવાની સિંહ
  • સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કાળિયાર મામલે સલમાન પર 3 કેસ નોંધાયેલા છે.
  • સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન પર આર્મ્સ એક્ટ ગુનો પણ દાખલ છે
  • સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કાળિયાર કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો
  • સરકારી વકીલે સલમાનને ગણાવ્યો રિઢો ગુનેગાર| Salman Khan verdict Update
    જોધપુર કોર્ટમાં એન્ટર થતી વખતે સલમાન ખાન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending