ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નાના છોકરાના યૌન શોષણ પર પણ સખત સજા કરવા સરકારનો પ્રસ્તાવ | Government propose to make POSCO Act gender neutral

  નાના છોકરાના યૌન શોષણ પર પણ સખત સજા કરવા સરકારનો પ્રસ્તાવ

  DainikBhaskar | Last Modified - Apr 28, 2018, 08:42 PM IST

  જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો નાની ઉંમરના છોકરાઓના યૌન શોષણ કરનારા લોકોને પણ સખત સજા થઇ શકે છે.
  • કેબિનેટ મંત્રી મેનકા ગાંધીએ લખ્યું હતું કે ટૂંકસમયમાં જ યૌન શોષણના શિકાર બનતા છોકરાઓ પર અભ્યાસ કરાવાશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેબિનેટ મંત્રી મેનકા ગાંધીએ લખ્યું હતું કે ટૂંકસમયમાં જ યૌન શોષણના શિકાર બનતા છોકરાઓ પર અભ્યાસ કરાવાશે.

   નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોક્સો એક્ટને જેન્ડર ન્યુટ્રલ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો નાની ઉંમરના છોકરાઓનું યૌન શોષણ કરનારા લોકોને પણ સખત સજા થઇ શકે છે. હાલ આ એક્ટમાં માત્ર સગીર છોકરીઓના જાતીય શોષણ કરનારાને ગંભીર સજાની જોગવાઇ છે. કેન્દ્રએ ગયા સપ્તાહમાં જ વટહૂકમ કરીને આ એક્ટમાં ફેરફાર કર્યો હતો. તે અનુસાર હવે 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના જાતીય શોષણ કરનારાઓને મોતની સજાની જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ મહત્તમ સજા આજીવન કેદની હતી.

   મંત્રાલયે ટવીટર પર આપી જાણકારી

   - મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ટવીટર હેન્ડલ મારફત આ પોસ્ટ મૂકી છે. તેમાં લખ્યું છે કે, `સરકારની કોશિશ હંમેશા જેન્ડર ન્યુટ્રલ (લિંગભેદ અંગે તટસ્થ વલણ) કાયદો બનાવવાની રહી છે. સરકારે પોક્સો એક્ટમાં એક સુધારાના પ્રસ્તાવ કર્યો છે, જેથી યૌન શોષણ જેવી ઘટનાઓમાં પીડિત બાળકોને ન્યાય અપાવી શકાય.'

   મેનકા ગાંધીએ પણ આપ્યું સમર્થન

   - તાજેતરમાં ફિલ્મ-મેકર અને એક્ટિવિસ્ટ ઇન્સિયા દરીવાલાએ બાળકો સાથે થતા યૌન દુર્વ્યવહારના મુદ્દે change.org પર અભિયાન ચલાવ્યું હતું. તેમાં કહ્યું હતું કે ભારતમાં નાના છોકરાઓ સાથે યૌન શોષણ એક સચ્ચાઇ છે પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવે છે.
   - કેબિનેટ મંત્રી મેનકા ગાંધીએ આ અભિયાનને સમર્થન આપતા લખ્યું હતું કે ટૂંકસમયમાં જ યૌન શોષણના શિકાર બનતા છોકરાઓ પર અભ્યાસ કરાવાશે. કેમ્પેન પર કોમ્પેટમાં મેનકાએ લખ્યું હતું કે, `બાળકો સાથે યૌન શોષણના કિસ્સામાં તેનો ભોગ બનેલા છોકરાને સૌથી વધુ નજરઅંદાજ કરાય છે, જ્યારે આ જેન્ડર ન્યુટ્રલ છે. યૌન શોષણનો ભોગ બનેલા નાના છોકરા આખી જિંદગી ચૂપચાપ વિતાવી દે છે કારણ કે આ છાપ ખરાબ થવાનો અને શરમને લગતો મુદ્દો છે. આ એક ગંભીર પરેશાની છે અને તેના પર ઘ્યાન આપવાની જરૂર છે.'

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોકસો એક્ટમાં મોતની સજાના વટહૂકમને મંજૂરી આપી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોકસો એક્ટમાં મોતની સજાના વટહૂકમને મંજૂરી આપી હતી.

   નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોક્સો એક્ટને જેન્ડર ન્યુટ્રલ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો નાની ઉંમરના છોકરાઓનું યૌન શોષણ કરનારા લોકોને પણ સખત સજા થઇ શકે છે. હાલ આ એક્ટમાં માત્ર સગીર છોકરીઓના જાતીય શોષણ કરનારાને ગંભીર સજાની જોગવાઇ છે. કેન્દ્રએ ગયા સપ્તાહમાં જ વટહૂકમ કરીને આ એક્ટમાં ફેરફાર કર્યો હતો. તે અનુસાર હવે 12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના જાતીય શોષણ કરનારાઓને મોતની સજાની જોગવાઇ કરવામાં આવી છે. અગાઉ મહત્તમ સજા આજીવન કેદની હતી.

   મંત્રાલયે ટવીટર પર આપી જાણકારી

   - મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ટવીટર હેન્ડલ મારફત આ પોસ્ટ મૂકી છે. તેમાં લખ્યું છે કે, `સરકારની કોશિશ હંમેશા જેન્ડર ન્યુટ્રલ (લિંગભેદ અંગે તટસ્થ વલણ) કાયદો બનાવવાની રહી છે. સરકારે પોક્સો એક્ટમાં એક સુધારાના પ્રસ્તાવ કર્યો છે, જેથી યૌન શોષણ જેવી ઘટનાઓમાં પીડિત બાળકોને ન્યાય અપાવી શકાય.'

   મેનકા ગાંધીએ પણ આપ્યું સમર્થન

   - તાજેતરમાં ફિલ્મ-મેકર અને એક્ટિવિસ્ટ ઇન્સિયા દરીવાલાએ બાળકો સાથે થતા યૌન દુર્વ્યવહારના મુદ્દે change.org પર અભિયાન ચલાવ્યું હતું. તેમાં કહ્યું હતું કે ભારતમાં નાના છોકરાઓ સાથે યૌન શોષણ એક સચ્ચાઇ છે પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવે છે.
   - કેબિનેટ મંત્રી મેનકા ગાંધીએ આ અભિયાનને સમર્થન આપતા લખ્યું હતું કે ટૂંકસમયમાં જ યૌન શોષણના શિકાર બનતા છોકરાઓ પર અભ્યાસ કરાવાશે. કેમ્પેન પર કોમ્પેટમાં મેનકાએ લખ્યું હતું કે, `બાળકો સાથે યૌન શોષણના કિસ્સામાં તેનો ભોગ બનેલા છોકરાને સૌથી વધુ નજરઅંદાજ કરાય છે, જ્યારે આ જેન્ડર ન્યુટ્રલ છે. યૌન શોષણનો ભોગ બનેલા નાના છોકરા આખી જિંદગી ચૂપચાપ વિતાવી દે છે કારણ કે આ છાપ ખરાબ થવાનો અને શરમને લગતો મુદ્દો છે. આ એક ગંભીર પરેશાની છે અને તેના પર ઘ્યાન આપવાની જરૂર છે.'

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નાના છોકરાના યૌન શોષણ પર પણ સખત સજા કરવા સરકારનો પ્રસ્તાવ | Government propose to make POSCO Act gender neutral
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top