ગૂગલનો CBSE સાથે કરાર, લાઇવ રિઝલ્ટ જોવું હવે બનશે સરળ

ગૂગલ સાથે કરાર પછી પહેલું રિઝલ્ટ સોમવારે જેઇઇ મેઇન્સ પેપર-1નું જાહેર કરવામાં આવ્યું. (પ્રતીકાત્મક)
ગૂગલ સાથે કરાર પછી પહેલું રિઝલ્ટ સોમવારે જેઇઇ મેઇન્સ પેપર-1નું જાહેર કરવામાં આવ્યું. (પ્રતીકાત્મક)
ગૂગલનું કહેવું છે કે તે સુરક્ષિત અને સટીક રીતે જાણકારી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. (પ્રતીકાત્મક)
ગૂગલનું કહેવું છે કે તે સુરક્ષિત અને સટીક રીતે જાણકારી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. (પ્રતીકાત્મક)

ગૂગલનો CBSE સાથે કરાર, લાઇવ રિઝલ્ટ જોવું હવે બનશે સરળ.રિઝલ્ટ અને પરીક્ષા સંબંધી જાણકારીઓ માટે ગૂગલે સીબીએસઇ સાથે કરાર કર્યો છે. તે હેઠળ કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓના પરિણામો હવે ગૂગલ સર્ચ પેજ પર ઝડપછી અને સુરક્ષિત રીતે જોવા મળી શકશે. સોમવારે આવેલા જેઇઇ મેઇન્સ પરીક્ષાના પરિણામોની સાથે તેની શરૂઆત થઇ ચૂકી છે.

divyabhaskar.com

May 01, 2018, 01:17 PM IST

નવી દિલ્હી: રિઝલ્ટ અને પરીક્ષા સંબંધી જાણકારીઓ માટે ગૂગલે સીબીએસઇ સાથે કરાર કર્યો છે. તે હેઠળ કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓના પરિણામો હવે ગૂગલ સર્ચ પેજ પર ઝડપછી અને સુરક્ષિત રીતે જોવા મળી શકશે. સોમવારે આવેલા જેઇઇ મેઇન્સ પરીક્ષાના પરિણામોની સાથે તેની શરૂઆત થઇ ચૂકી છે.

સિક્યોરિટી પર સંપૂર્ણ ફોકસ

- ગૂગલનું કહેવું છે કે, તેણે સીબીએસઇ સાથે મળીને આ પ્લાન પર કામ કર્યું. તેમાં ડેટા સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

- ગૂગલની સર્ચ પ્રોડક્ટ મેનેજર શિલ્પા અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, કરોડો સ્ટુડન્ટ્સ માટે એ અતિશય મહત્વનું હોય છે કે તેમને એજ્યુકેશન સાથે જોડાયેલી વિશ્વસનીય, સરળ અને સુરક્ષિત જાણકારીઓ મળી શકે.

રિઝલ્ટ ઉપરાંત આ જાણકારીઓ પણ મળશે

- ગૂગલ પ્લેટફોર્મ દ્વારા સ્ટુડન્ટ્સ પરીક્ષાની તારીખ, રજિસ્ટ્રેશન અને બીજી જરૂરી જાણકારીઓ પણ જોઇ શકશે. આ માટે ગૂગલે એક નવું ફીચર જોડ્યું છે, જેનાથી સર્ચ દરમિયાન સરળતા રહેશે.

જેઇઇ મેઇન્સના પરિણામો જાહેર

- જેઇઇ મેઇન્સના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે આંધ્ર પ્રદેશના સૂરજ કૃષ્ણ ભોગીએ ટોપ કર્યું છે.

- સૂરજ ઉપરાંત આંધ્રના જ અન્ય એક ઉમેદવાર કેવીઆર હેમંત કુમારે પણ ઓલ ઇન્ડિયામાં બીજો રેન્ક મેળવ્યો છે. રાજસ્થાનના પાર્થ લતૂરિયાને 350 માર્ક્સ સાથે ત્રીજો રેન્ક હાંસલ થયો છે.

મંગળવારે આવી શકે છે પેપર-2ના પરિણામો

- સીબીએસઇએ સોમવારે સાંજે લગભગ 6.30 વાગે પેપર-1ના પરિણામો જાહેર કર્યા. ત્યારબાદ હવે પેપર-2નું રિઝલ્ટ મંગળવારે આવી શકે છે. જેઇઇ મેઇન્સના સ્કોરના આધારે સ્ટુડન્ટ્સને એનઆઇટી, ટ્રિપલ આઇટી અને જીએફટીઆઇ સાથે રાજ્યોના એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન આપવામાં આવશે.

X
ગૂગલ સાથે કરાર પછી પહેલું રિઝલ્ટ સોમવારે જેઇઇ મેઇન્સ પેપર-1નું જાહેર કરવામાં આવ્યું. (પ્રતીકાત્મક)ગૂગલ સાથે કરાર પછી પહેલું રિઝલ્ટ સોમવારે જેઇઇ મેઇન્સ પેપર-1નું જાહેર કરવામાં આવ્યું. (પ્રતીકાત્મક)
ગૂગલનું કહેવું છે કે તે સુરક્ષિત અને સટીક રીતે જાણકારી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. (પ્રતીકાત્મક)ગૂગલનું કહેવું છે કે તે સુરક્ષિત અને સટીક રીતે જાણકારી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. (પ્રતીકાત્મક)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી