ગૂગલે ડુડલ બનાવી ટ્રેજડી ક્વિન મીના કુમારીને 85મી જન્મજયંતીએ આપી શ્રદ્ધાંજલિ

ગૂગલે બનાવ્યુ મીના કુમારીનું ડૂડલ
ગૂગલે બનાવ્યુ મીના કુમારીનું ડૂડલ

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મીના કુમારીની 85મી જન્મજયંતિ પર ગૂગલે ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ આપી છે. 60-70ના દાયકામાં સૌથી પ્રચલિત અભિનેત્રીઓ પૈકીની એક મીના કુમારીનું અસલી નામ મહજબીન બાનો હતું પરંતુ ફિલ્મોમાં ઓળખ તેમને મીના કુમારી અને ટ્રેજેડી ક્વીનના નામથી મળી.

divyabhaskar.com

Aug 01, 2018, 01:05 PM IST

નેશનલ ડેસ્કઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી મીના કુમારીની 85મી જન્મજયંતિ પર ગૂગલે ડૂડલ બનાવી શ્રદ્ધાંજલિ આપી છે. 60-70ના દાયકામાં સૌથી પ્રચલિત અભિનેત્રીઓ પૈકીની એક મીના કુમારીનું અસલી નામ મહજબીન બાનો હતું પરંતુ ફિલ્મોમાં ઓળખ તેમને મીના કુમારી અને ટ્રેજેડી ક્વીનના નામથી મળી.

જે પ્રકારે શ્રીદેવી હિન્દી ફિલ્મોની લેડી અમિતાભ બચ્ચનના નામથી ફેમસ હતા, તે જ રીતે મીના કુમારીને પણ હિન્દી ફિલ્મોમાં મહિલા ગુરુ દત્ત કહેવામાં આવતા હતા. 1 ઓગસ્ટ 1932ના રોજ જન્મેલા મીના કુમારીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક યાદગાર ફિલ્મો આપી જેને આજે પણ ટીવી પર બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો પણ પસંદ કરવામાં આવે છે. પોતાના ઉત્તમ અભિનયથી મીના કુમારી સૌની આંખોમાં આંસુ લાવી દેતા હતા.

મીના કુમારીએ એક હી ભૂલ, પાકીઝા, ગોમતી કે કિનારે, પરિણીતા, ફૂલ ઔર પથ્થર અને સાહિબ બીવી ઔર ગુલામ જેવી ક્લાસિકલ ફિલ્મો આપી. ફિલ્મોમાં મીના કુમારી અનેકવાર લાચાર અને ગંભીર પાત્રોમાં જ જોવા મળ્યા જેના કારણે તેમને ટ્રેજેડી ક્વીનનું નામ આપવામાં આવ્યું. તેમની પર્સનલ લાઇફ પણ કોઈ ફિલ્મ સ્ટોરીની ઓછી નહોતી.

વર્ષ 1962માં આવેલી તેમની ફિલ્મ સાહિબ બીવી ઔર ગુલામમાં ભજવેલા છોટી બહૂના પાત્રની જેમ જ મીના કુમારીએ વાસ્તવિક જિંદગીમાં પણ ઘણો વધુ દારૂનું વ્યસન શરૂ કરી દીધું. લગ્ન જીવનમાં તણાવ અને પોતાના પિતા સાથે મતભેદોના કારણે વધુ દારૂ પીવા લાગ્યા અને તેમની તબિયત પર તેનો ખરાબ અસર પડી. 31 માર્ચ 1972ના રોજ લીવર સિરોસિસના કારણે મીના કુમારીએ ફિલ્મી અને અસલી જિંદગીને અલવિદા કહી દીધું.

X
ગૂગલે બનાવ્યુ મીના કુમારીનું ડૂડલગૂગલે બનાવ્યુ મીના કુમારીનું ડૂડલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી