72માં સ્વતંત્રતા દિવસે ગૂગલ ડૂડલ બનાવી ભારત સામે થયું નતમસ્તક

ગૂગલે ડુડલ બનાવી સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
ગૂગલે ડુડલ બનાવી સ્વતંત્રતા દિવસ ઉજવ્યો

ભારત આજે પોતાની સ્વાતંત્રતાની 72મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ અવસરે દેશના ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છે. સર્ચ એન્જિન ગૂગલે પણ ડૂડલ બનાવીને ભારતની આઝાદીને સમર્પિત કર્યું છે. ગૂગલ ડૂડલમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો દેખાશે,

divyabhaskar.com

Aug 15, 2018, 09:10 AM IST

નેશનલ ડેસ્કઃ ભારત આજે પોતાની સ્વાતંત્રતાની 72મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ અવસરે દેશના ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છે. સર્ચ એન્જિન ગૂગલે પણ ડૂડલ બનાવીને ભારતની આઝાદીને સમર્પિત કર્યું છે. ગૂગલ ડૂડલમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો દેખાશે, તેની સાથે જ આ તસવીરમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને વાઘ, હાથ પણ જોવા મળી રહ્યા છે. ગૂગલ ડૂડલની નીચે એક લિંક See the lost India's Independence પણ આપી છે, જેની પર ક્લિક કરતાં artsandculture.google.com પર પહોંચાય છે.

આ સાઇટ પર જાણીતા ફોટોગ્રાફર કુલવંત રાય દ્વારા ખેંચવામાં આવેલી કેટલીક ખાસ, દેશની આઝાદીથી જોડાયેલી દેશના મહાપુરુષોની કેટલીક ઐતિહાસિક તસવીરો સામે આવી જાય છે. આ તસવીરોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, અબુલ કલામ આઝાદ વગેરે જોવા મળે છે. આ ઐતિહાસિક તસવીરો દેશની આઝાદીની લડતો કાળમાં લઈ જાય છે.

ગૂગલ ડૂડલમાં દેશની 'ટ્રક આર્ટ'ની ઝલક


ગૂગલે આ ડૂડલને દેશની ટ્રક આર્ટ માટે સમર્પિત કર્યું છે. ગૂગલે આ વિશે કહ્યું કે, 4 મિલિયન સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા રાષ્ટ્રમાં લાંબા સયમથી આ પરંપરા રહી છે, જ્યાં ટ્રક ચલાવનારા લોકો ટ્રકો પર મનમોહક ફોક આર્ટની વચ્ચે રહે છે જેથી મહિનાઓ સુધી પોતાના પરિવારોથી દૂર રહેનારા લોકો પોતાના મનને શાંત રાખી શકે. Kitsch નામથી જાણીતી આ આર્ટ દ્વારા વ્યંગાત્મક રીતે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં આવે છે.

X
ગૂગલે ડુડલ બનાવી સ્વતંત્રતા દિવસ ઉજવ્યોગૂગલે ડુડલ બનાવી સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી