Home » National News » Latest News » National » ગોવાના CM મનોહર પારિકરે વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓને સંબોધત કર્યાં | Goa CM Manohar Parrikar post a video message from US hospital said I will return in few weeks

પારિકરે USથી વીડિયો સંદેશો ટ્વીટ કર્યો, કહ્યું- ટૂંક સમયમાં પરત ફરીશ

Divyabhaskar.com | Updated - May 14, 2018, 12:02 PM

મનોહર પારિકરે ભાજપ પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં થયેલાં સંમેલન દરમિયાન ટ્વિટર પર વીડિયો સંદેશો જાહેર કર્યો

 • પારિકર પેક્રિયાટિક કેન્સરના ઈલાજ માટે આ વર્ષે 7 માર્ચે અમેરિકા ગયા હતા (ફાઈલ)

  નવી દિલ્હીઃ ગોવાના CM મનોહર પારિકરે વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓને સંબોધત કર્યાં છે. તેઓએ કહ્યું કે થોડા સમયમાં જ તેઓ પ્રદેશ પરત ફરી શકે છે. સફેદ શર્ટ અને પોતાના ટ્રેડમાર્ક ચશ્મા ગળામાં લટકાવીને પારિકરે કહ્યું કે વડાપ્રધાન મોદી 2019માં પૂર્ણ બહુમતની સાથે બીજી વખત કેન્દ્રમાં સત્તા સંભાળે એટલા માટે જરૂરી છે કે ગોવા બંને ભાજપના સાંસદોને જીતાડીને ફરી લોકસભા મોકલે.

  ટ્વિટર પરથી કર્યો વીડિયો સંદેશ


  - મનોહર પારિકરે ભાજપ પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં થયેલાં સંમેલન દરમિયાન ટ્વિટર પર વીડિયો સંદેશો જાહેર કરી પોતાના સ્વાસ્થયમાં સુધારો હોવાના અને ટૂંક સમયમાં જ ભારત પરત ફરવાની વાત કરી છે.
  - CM પારિકરે કહ્યું કે, "છેલ્લાં 2 માસથી હું તમારી સાથ નથી, કેમકે મારો ઈલાજ ચાલી રહ્યો છે. હું આગામી થોડાંક સપ્તાહમાં ગોવા પરત ફરીશ. સારવારની સારી અસર છે અને મને આશા છે કે આવનારા સમયમાં હું વધુ સ્ફૂર્તિની સાથે તમને લોકોને મળીશ."
  - તેઓએ વધુમાં કહ્યું હતું કે તબિયત નાદૂરસ્ત હોવાને કારણે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.
  - પારિકરે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, "2019ની લોકસભા ચૂંટણી માટે તૈયાર થઈ જાવ. આ દેશને વડાપ્રધાનના પદ પર નરેન્દ્ર મોદીની જરૂર છે, જેને પૂરું કરવા માટે તમામે એકજુટ થવું જરૂરી છે."
  - અમિત શાહે બેઠકમાં પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે બેઠકમાં પહોંચ્યાને થોડાંક સમય પહેલાં તેઓએ ટેલિફોન પર પારિકર સાથે વાત કરી હતી. વાતચીતથી લાગતું હતું કે તેઓ સારી અવસ્થામાં છે અને રાજ્યની રાજનીતિમાં પરત ફરવા ઉત્સુક છે.

  પારિકર હાલ ઈલાજ માટે અમેરિકામાં


  - ગોવાના મુખ્યમંત્રી પારિકર પેક્રિયાટિક કેન્સરના ઈલાજ માટે આ વર્ષે 7 માર્ચે અમેરિકા ગયા હતા.
  - 5મી માર્ચે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતાં ફરી એકવખત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
  - પારિકરની ગેરહાજરીમાં ત્રણ સભ્યની ટીમ પ્રદેશનો કાર્યભાર સંભાળી રહ્યાં છે.
  - ગોવાના કલા તેમજ સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગાવડેએ કહ્યું હતું કે ત્રણ સભ્યવાળી ટીમને પાંચ કરોડ રૂપિયાના કાર્યને મંજૂરી આપવાની શક્તિ છે. જ્યારે પ્રત્યેક મંત્રીની પાસે 50 લાખ રૂપિયાના કાર્યને મંજૂરી આપવાનો અધિકાર હશે.

  - પારિકરે વિદેશમાં ઈલાજ માટે 6 માર્ચે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પણ પત્ર લખ્યો હતો. પત્રમાં તેઓએ ગોવા અને મુંબઈના ડોકટર્સ દ્વારા તેમને વિશેષ ઈલાજ માટે વિદેશ જવાની સલાહ આપવા અંગેની જાણકારી આપી હતી.
  - આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા વીડિયો કોન્ફરન્સ કે સર્ક્યૂલેશનથી કરશે.

 • ગોવાના CM મનોહર પારિકરે વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓને સંબોધત કર્યાં | Goa CM Manohar Parrikar post a video message from US hospital said I will return in few weeks
  ગોવાના CM મનોહર પારિકરે વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓને સંબોધત કર્યાં
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ