અલવિદા / મનોહર પર્રિકરના જોશ અને મનોબળને સલામ, અંતિમ શ્વાસ સુધી કરી જનતાની સેવા

Divyabhaskar.com

Mar 17, 2019, 07:56 PM IST
goa-cm-manohar-parrikar-passess-away-

નેશનલ ડેસ્ક: ગંભીર બીમારીના કારણે મનોહર પર્રિકરના સ્વાસ્થ્યમાં સતત ચઢાવ ઉતાર આવતા હતા પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરના મનોબળ અને તેમની ઇચ્છાશક્તિને લોકો સલામ કરે છે. તેમણે આવી ગંભીર બીમારીમાં પણ અંતિમ શ્વાસ સુધી કાર્યરત રહીને એ સાબિત કર્યું છે તે મનની શક્તિ મોટી છે. પર્રિકરે યુવાનોમાં જોશ પેદા કરવાવની એક મિશાલ કાયમ કરી છે.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે 63 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની હાલત બેહદ નાજુક હતી. મનોહર પર્રિકરને એડવાન્સ્ડ પૈક્રિયાટિક કેન્સર હતું. ગત વર્ષ ફેબ્રુઆરીમાં બીમારીની જાણ થયા બાદ તેમને ગોવા, મુંબઇ, દિલ્લી અને ન્યૂયોર્કની હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યો હતો. તેઓ આ ગંભીર બીમારી સાથે પણ જિંદાદિલ્લી સાથે જીવ્યા આખરે 17 માર્ચેની સાંજે કેન્સરની સામે જિંદગની જંગ હારી ગયા.

મનોહર પર્રિકરની બહાદુરી અને જોશ અને મનોબળનો અંદાજ એ રીતે લગાવી શકાય કે, જાન્યુઆરીમાં બીમારીની હાલતમાં તેમણે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. તે સમયે આપણે જોયું હતું કે તેના નાકમાં ટ્યુબ નાખેલી હતી. બજેટ રજૂ કરવા દરમિયાન તેમણે જણાવ્યું કે, આજે ફરી એક વખત તે વાયદો કરૂ છું કે. હું અંતિમ શ્વાસ સુધી ઇમાનદારી, નિષ્ઠા અને સમર્પણભાવ સાથે ગોવાની સેવા કરીશ. તેમણે જે જોશ સાથે અને કાર્યનિષ્ઠા સાથે જનતાની સેવા કરવાનો વાયદો કર્યો હતો તેને અંતિમ શ્વાસ સુધી નિભાવ્યો.

આ પહેલા પર અટલ સેતુના ઉદઘાટનના અવસરે તેમણે ઉરી ફિલ્મનો ડાયલોગ How's The Joshથી યુવાઓને પ્રોત્સાહિત કરતા જોશ ભરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં હાઉ ઇઝ ધ જોશ ખૂબ ટ્રેન્ડમાં રહ્યું.

મનોહર પર્રિકરે 14 માર્ચે 2017માં ગોવાના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. આ પહેલા તે 2000થી 2005 સુધી અને પછી 2012થી 2014 સુધી ગોવાના મુખ્યમંત્રી રહ્યાં.

X
goa-cm-manohar-parrikar-passess-away-
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી