સ્મૃતિ / જયારે પણ સાદગીની વાત આવશે, દેશ કરશે મનોહર પર્રિકરને યાદ... વૈભવની વચ્ચે પણ સાધુ જેવું જીવન

જ્યારે સાદા પરિધાનમાં જ ફાઇવ સ્ટાર હોટેલમાં પહોંચી ગયા અને ચોકીદારે તેને રોક્યાં અને ત્યારબાદ...

Divyabhaskar.com | Updated - Mar 17, 2019, 09:42 PM
goa-cm-manohar-parrikar-dead-he-was-always-known-for-simplicity-life

નેશનલ ડેસ્ક: લાંબા સમયની બીમારી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું 63 વર્ષે રવિવારે નિધન થઇ ગયું. તેમણે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મનોહર પર્રિકરનો દિલ્લી એમ્સમાં બહુ લાંબા સમયથી ઇલાજ ચાલી રહ્યો હતો.

પર્રિકરની સાદગીનું ઉત્તમ ઉદાહરણ
-ગોવાના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા મનોહર પર્રિકરની છબી હંમેશા સાદગીપૂર્ણ રહી. મીડિયામાં મનોહર પર્રિકરે સ્કૂટર પર યાત્રા કરનાર નેતા તરીકે ઓળખવામાં આવે છે.
પર્રિકર પણજીમાં સ્થાનિય બજારમાં ખરીદારી માટે પણ સ્કૂટરનો જ ઉપયોગ કરતાં હતા.

- પર્રિકર અન્ય નેતાઓની જેમ મોંધીદાટ ગાડીઓમાં નહીં પરંતુ સ્કૂટરમાં જ ફરવાનું પસંદ કરતા. તેઓને સાયકલ પણ એટલી જ પ્રિય હતી. તે ફુરસદના સમયમાં સાઈકલ ચલાવતા હતા.

- એક વખત પર્રિકર પૂનામાં એક લગ્ન સમારોહમાં ભોજન માટે લાઈનમાં ઉભેલા પણ જોવા મળ્યાં હતા. આ બધી જ બાબતો ન માત્ર તેમની સાદગી પરંતુ તેમના વ્યક્તિત્વની સહજતા અને સરળતાને પણ રજૂ કરે છે. આ સાથે સ્કૂટર અને સાયકલ પર પણ સફર કરતી તેમની તસવીરો ખૂબ વાયરલ થઇ હતી.

એક યાદગાર પ્રસંગ

-કોઈ પણ કાર્યક્રમમાં પર્રિકરનો પહેરવેશ ખૂબ સાદો રહેતો હતો. પર્રિકરના એક અંગત વ્યક્તિના જણાવ્યા પ્રમાણે એક વાર પર્રિકરને ફાઈવ સ્ટાર હોટેલમાં એક કાર્યક્રમમાં જવાનુ હતું અને બરાબર એ જ સમયે તેમની ગાડી ખરાબ થઈ ગઈ. તેમણે એ સમયે ટેક્સી બોલાવી, સાદો પોષાક અને ચપ્પલ પેહરીને તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા. જેવા પર્રિકર ટેક્સીમાંથી ઉતર્યા ત્યાં હોટેલના ચોકીદારે તેમને રોક્યા. જ્યારે પર્રિકરે દરવાનને કહ્યું કે તેઓ ગોવાના મુખ્યમંત્રી છે ત્યારે તે ખડખડાટ હસી પડ્યો. પછી ચોકીદારે કહ્યું કે, 'જો તુ મુખ્યમંત્રી છે તો હું દેશનો રાષ્ટ્રપતિ છું.' આટલામાં કાર્યક્રમના આયોજકે આવીને વાત સંભાળી લીધી. આવા હતા પર્રિકર. જે સફળતા અને સોહરતની વચ્ચે પણ સાધુ જેવું સરળ અને સહજ જીવન જીવી જાણતા હતા.

goa-cm-manohar-parrikar-dead-he-was-always-known-for-simplicity-life
goa-cm-manohar-parrikar-dead-he-was-always-known-for-simplicity-life
goa-cm-manohar-parrikar-dead-he-was-always-known-for-simplicity-life
goa-cm-manohar-parrikar-dead-he-was-always-known-for-simplicity-life
goa-cm-manohar-parrikar-dead-he-was-always-known-for-simplicity-life
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App