Home » National News » Latest News » National » Goa CM Manohar Parrikar called a cabinet meeting at AIIMS

ગોવાના CMએ AIIMSમાં બોલાવી કેબિનેટ બેઠક, ખાતાઓની ફાળવણી પર ચર્ચાની શક્યતા

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:52 PM

40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં ભાજપના 14 ધારાસભ્યો છે. MGP 3, GFP 3 અને NCP 1ના સમર્થનથી ભાજપે સરકાર બનાવી છે.

  • Goa CM Manohar Parrikar called a cabinet meeting at AIIMS
    પાર્રિકરને પૈન્ક્રિયાટિક સંબંધી બીમારીના ઈલાજ માટે 15 સપ્ટેમ્બેર AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં છે (ફાઈલ)

    નવી દિલ્હીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે શુક્રવારે AIIMSમાં કેબિનેટ બેઠક બોલાવી છે. એવું પહેલી વખત થશે કે જ્યારે AIIMSમાં કેબિનેટ બેઠક થશે. જેમાં ભાજપ સરકારને સમર્થન કરતી બીજી પાર્ટીઓના સભ્યો પણ સામેલ થશે. પાર્રિકરને પૈન્ક્રિયાટિક સંબંધી બીમારીના ઈલાજ માટે 15 સપ્ટેમ્બેર AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં છે.

    સમર્થન આપનારી પાર્ટીઓના ધારાસભ્યોને બોલાવ્યાં


    - સૂત્રો મુજબ પાર્રિકરની બેઠકમાં મંત્રીઓની સાથે સમર્થન આપનારી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીના સભ્યો સાથે પણ ચર્ચા કરશે. આ દરમિયાન વિભાગની વહેંચણીને લઈને પણ ચર્ચા થશે.
    - ભાજપ સૂત્રોએ જણાવ્યું કે MGP નેતા અને લોક નિર્માણ મંત્રી સુદિન ધવલીકર, GPF નેતા અને શહેરી યોજના મંત્રી વિજય સરદેસાઈ, રાજસ્વ મંત્રી રોહન ખાંઉટે, કળા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગવડેને બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત અપક્ષ ધારાસભ્ય પ્રસાદ ગાઓનકર પણ AIIMS પહોંચશે.
    - ગોવિંદ ગાવડેએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે મને બોલાવવામાં આવ્યો છે. બેઠકમાં કોણ કોણ સામેલ થશે તેની જાણકારી મને નથી. બેઠકમાં કયા વિષયો પર ચર્ચા થશે તેની પણ જાણકારી નથી.

    કોંગ્રેસે કરી હતી ફ્લોર ટેસ્ટની માંગ


    - પાર્રિકરની બીમારીને લઈને વિપક્ષી કોંગ્રેસે ગોવા સરકારની સ્થિરતા પર સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસના 15 ધારાસભ્યોએ 19 સપ્ટેમ્બરે રાજ્યપાલ મૃદુલા સિન્હા સાથે મુલાકાત કરી ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. આ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે પાર્રિકર ગોવાના મુખ્યમંત્રી બની રહેશે અને કેબિનેટમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે.
    - 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં ભાજપના 14 ધારાસભ્યો છે. MGP 3, GFP 3 અને NCP 1ના સમર્થનથી ભાજપે સરકાર બનાવી છે. કોંગ્રેસના 16 ધારાસભ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending