ગોવા / મનોહર પર્રિકરની સાંજે 4 વાગે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય, દેશમાં આજે રાષ્ટ્રીય શોક

Divyabhaskar | Updated - Mar 18, 2019, 08:37 AM

  • ગત મોડી સાંજે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું હતું
  • આઈઆઈટી પાસઆઉટ રહેલા પર્રિકરને પૅંક્રિઍટિક કેન્સર હતું
  • 4 વખત ગોવાના મુખ્યમંત્રી રહી ચુક્યા હતા અને એક વખત દેશના રક્ષામંત્રી

પણજીઃ ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરનું રવિવારે મોડી નિધન થયું છે. આજે સાંજે 5 વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય થશે. કેન્દ્રએ સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓ પેંક્રિયાટિક કેન્સર (અગ્નાશય)થી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. પર્રિકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી .24 ઓક્ટોબર 2000ના પહેલી વખત ગોવાના મુખ્યમંત્રી પદ સંભાળતા જ તેમણે એક જ દિવસમાં પેટ્રોલના ભાવ 11 રૂપિયા લિટર ઓછા કરી દીધા હતા.

પર્રિકરના કાર્યકાળ દરમિયાન પીઓકેમાં સર્જિકલ થઈ: પર્રિકરે 2014થી 2017 સુધી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના જ કાર્યકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પર્રિકરના રક્ષામંત્રી રહેતા જ વન રેન્ક- વન પેન્શન સ્કીમ લાગુ કરાઈ હતી.

મુખ્યમંત્રી બનવાવાળા પહેલા આઈઆઈટીયન હતા પર્રિકર: 13 ડિસેમ્બર 1955ના રોજ ગોવાના માપુસામાં જન્મેલા પર્રિકર પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટી પાસઆઉટ હતા. તે ચાર વાર 2000-02, 2002-05, 2012-14 અને 14 માર્ચ 2017-17 માર્ચ 2019 સુધી ચાર વાર ગોવાના મુખ્યમંત્રી રહ્યા હતા. 2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી ત્યારે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ કહ્યું કે તેઓ ગોવાની રાજનીતિ છોડીને કેન્દ્રની રાજનીતિમાં આવી જાવ. ત્યારબાદ તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યાં.

તેમની પત્નીનું પણ કેન્સરથી નિધન થયું હતું: પર્રિકરના પત્ની મેઘાનું 2001માં કેન્સરના કારણે નિધન થયું હતું. તેમના બે દિકરા ઉત્પલ અને અભિજાત છે. ઉત્પલે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી
એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભિજાત બિઝનેસમેન છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App