ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગોવાના આર્કબિશપનું વિવાદાસ્પદ નિવેદન| Goa Archbishop Says Constitution Is In Danger

  ગોવાના આર્કબિશપનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- બંધારણ જોખમમાં છે

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 01:42 PM IST

  ગોવા અને દમણના આર્કશિપને વાર્ષિક પત્રમાં લખ્યું છે કે, બંધારણને જાણો અને તેના મૂલ્યોની રક્ષા કરો
  • ગોવાના આર્કબિશપનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- બંધારણ જોખમમાં છે
   ગોવાના આર્કબિશપનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- બંધારણ જોખમમાં છે

   પણજી: ગોવા અને દમણના આર્કબિશપ ફાધર ફિલિપ નેરી ફેરાઓએ ખ્રિસ્તીઓને

   લખેલા એક પત્રથી વિવાદ શરૂ થઈ ગયો છે. તેમાં તેમણે લખ્યું છે કે, બંધારણ જોખમમાં છે. અત્યારે ઘણાં બદા લોકો અસુરક્ષા અનુભવી રહ્યા છે. ફિલિપ નેરી ફેરાઓએ લોકોને બંધારણને જાણવા અને ધર્મનિરપેક્ષતા, બોલવાની આઝાદી અને ધર્મની આઝાદી જેવા મૂલ્યોને બચાવવાની અપીલ કરી છે. નોંધનીય છે કે, 15 દિવસ પહેલાં દિલ્હીના આર્કબિશપ અનિલ ફાઉટોએ ભારતમાં ધર્મનિરપેક્ષતાને જોખમમાં ગણાવ્યું હતું.

   માનવઅધિકાર જોખમમાં, અમારી ઉપર સંસ્કૃતિ થોપવામાં આવી રહી છે


   પત્રમાં આર્કબિશપે લખ્યું છે કે, ચૂંટણી નજીક આવી રહી છે આ સંજોગોમાં આપણે બંધારણને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. છેલ્લા અમુક સમયથી દેશમાં એક નવી પદ્ધતિ શરૂ થઈ છે. જેમાં આપણે શું ખાઈએ છીએ, શું પહેરીએ છીએ, કેવી રીતે રહીએ છીએ, કેવી રીતે પૂજા કરીએ છીએ, તે બધુ નક્કી કરવામાં આવે છે. તેના કારણે માનવઅધિકાર જોખમમાં છે અને લોકતંત્ર પર સંકટ વધી રહ્યું છે.

   વિકાસના નામે ગરીબોના અધિકાર કચડવામાં આવી રહ્યા છે


   - આર્કબિશપે પત્રમાં આગળ લખ્યું ચે કે, અલગ અલગ અલ્પસંખ્યક તેમની સુરક્ષાને લઈને ડરેલા છે. લોકોને વિકાસના નામે તેમના ઘર અને જમીનથી દૂર કરવામાં આવી રહ્યા છે. વિકાસનો પહેલો શિકાર ગરીબ લોકો થાય છે. તેમના અધિકારોન કચડવામાં આવે છે. કારણકે તેમના માટે અવાજ ઉઠાવનાર લોકો ખૂહ ઓછા છે.

   આર્કબિશપનો ખુલાસો- જબરજસ્તી નિવેદનને મુદ્દો બનાવવામાં આવ્યો


   - ગોવાના આર્કબિશના સચિવે આ વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, અમે દર વર્ષે એક પત્ર પ્રકાશિત કરીએ છીએ. આ વખતે એક-બે નિવેદનોને જબરજસ્તી વિવાદીત મુદ્દા બનાવવામાં આવી રહ્યા છે. પત્ર અમારી વેબસાઈટ પર છે અને અમે દરેકને તે વંચાવવા ઈચ્છીએ છીએ. તેને કોઈ સંદર્ભમાં લખવામાં નથી આવ્યું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગોવાના આર્કબિશપનું વિવાદાસ્પદ નિવેદન| Goa Archbishop Says Constitution Is In Danger
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `